Abtak Media Google News

સ્કુલ- કોલેજોમાં અભ્યાસ આગામી સમયમાં શરુ થવાનો છે. લોકડાઉનના ૩ મહિનાથી વાલીઓનાં ધંધા રોજગાર બંધ હતા ત્યારે તેમનાં બાળકોની સ્કુલ – કોલેજો ની પ્રથમ સત્રની ફી આવા કપરા સમયે ભરવી ગરીબ અને મધ્યમ વર્ગ નાં વાલીઓ માટે શક્ય નથી. સ્કુલ – કોલેજ ની પ્રથમ સત્ર ની સંપુર્ણ ફી માફ થવી જોઇએ.

જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા ની કેટલીક ખાનગી  શાળાઓ દ્વારા  વાલીઓ પર વિદ્યાર્થીઓ ની ફી વસુલવા બાબતે વાલીઓ ઉપર દબાણ કરવામાં આવી રહ્યુ છે અને વિધ્યાર્થીઓ ના ગત વર્ષ નાં રિઝલ્ટ અટકાવેલ હતા અને ફી માટે દબાણ કરવામાં આવતું હતું .

છેલ્લા ત્રણ મહિનાથી લોકડાઉન હોય,  કામધંધા રોજગાર બંધ હોય અને આર્થિક રીતે પછાત હોય તેવા વાલીઓ ફી ભરી શકે તેમ ના હોય, જે સમયે બાળકો સ્કુલે ગયેલ ના હોય, સ્કુલો બંધ હોય તેમ છતાં આ સમયગાળાની ફી વસુલવા સ્કુલ સંચાલકો દ્વારા દબાણ કરવામાં આવી રહ્યુ છે. આવી સ્કુલો સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ લોકડાઉન ના કપરાકાળ માંથી લોકો પસાર થઈ રહ્યા છે ત્યારે ખાનગી શાળાઓ એ પોતાની આવક ચાલુ રાખવા માટે ઓનલાઇન શિક્ષણ નું ગતકડું ઉભું કર્યુ છે.તાત્કાલિક ખાનગી શાળાઓ દ્વારા અપાતું ઓનલાઇન શિક્ષણ બંધ કરવામાં આવે તેવી એનએસયુઆઈ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.આ તમામ બાબતે અનેક વખત રજુઆત કરવા છતાં અધિકારી દ્વારા કોઇ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. ફી ની લૂંટ ચલાવતી શાળાઓ સામે શિક્ષાત્મક પગલાં નહી લેવામાં આવે તો એનએસયુઆઈ આવી તમામ શાળાઓ સામે ઉગ્ર આંદોલન કરશે તેમ જણાવ્યું હતું.

  • ધો-૧૦ અને ધો-૧૨ની પુરક પરીક્ષાને બદલે માસ પ્રમોશન આપો

એનએસયુઆઈ જિલ્લા પ્રમુખ દાના માડમે જણાવ્યુ હતું કે શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ -૨૦૨૦ માં લેવાયેલ ધો -૧૦ અને ધો-૧૨ ની પરિક્ષા નાં પરિણામો જાહેર કરવામાં આવેલા છે. આ પરિક્ષા માં ધો -૧૦ અને ધો-૧૨ (વિજ્ઞાન પ્રવાહ )માં બે વિષયમાં જયારે ધો-૧૨ (સામાન્ય પ્રવાહ ) એક વિષયમાં નાપાસ વિધ્યાર્થીઓ ની જુલાઇ-૨૦૨૦ માં પુરક પરિક્ષા લેવા માટે ઓનલાઇન ફોર્મ ભરાઇ છે ત્યારે કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીને કારણે તાજેતરમાં સીબીએસઈ બોર્ડ દ્વારા બાકી રહેલ વિષયોની પરીક્ષા રદ્દ કરી વિદ્યાર્થીઓ ને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરેલ છે.

આ સંજોગોએ જુલાઇ -૨૦૨૦ની પરિક્ષાની પાત્રતા ધરાવતા ધો -૧૦ અને ધો-૧૨ ના પરિક્ષાર્થીઓ ને હાલની કોવિડ-૧૯ની મહામારીમાં પરિક્ષા લઇ શકાય તેવું લાગતું નથી જેને કારણે લાખો વિદ્યાર્થીઓ નું વર્ષ બગડે તેમ હોય આથી પુરક પરિક્ષા લેવાને બદલે વિદ્યાર્થીઓના હિતમાં માસ પ્રમોશન આપવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.