Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આવતીકાલથી મેડિકલ, પેરામેડિકલની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. હાલ કોરોનાનાં કપરા કાળમાં યુનિવર્સિટી દ્વારા બેચરલ ફાઈનલ વર્ષ સિવાયનાં તમામ રેગ્યુલર અને એટીકેટી ધરાવતા વિદ્યાર્થીઓને મેરીટ બેઈઝ પ્રમોશન આપવા એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી છે જેને લઈ આજે એનએસયુઆઈ દ્વારા કુલપતિ ડો.નિતીન પેથાણીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. એનએસયુઆઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોવિડ-૧૯ની મહામારીને જોતા કોઈપણ વિદ્યાર્થી પરીક્ષા આપવા માનસિક રીતે સક્ષમ નથી. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એક સમાન હોવા જોઈએ તો યુનિવર્સિટીએ જેમ બેચરલનાં ફાઈનલ વર્ષ સિવાયનાં જે-તે ફેકલ્ટીનાં વિદ્યાર્થીઓને મેરીટ બેઈઝ માસ પ્રમોશન આપ્યું છે તેમ બીએચએમએસનાં અને બેચરલની ફેકલ્ટીનાં કેટી અને રેગ્યુલરનાં વિદ્યાર્થીઓને મેરીટ બેઈઝ પ્રમોશન આપવામાં આવે તેવી અમારી માંગ છે અને જો આગામી દિવસોમાં અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો રાજકોટ એનએસયુઆઈ વિદ્યાર્થીઓને સાથે રાખી આક્રમક કાર્યક્રમ કરશે.આજના આવેદનમાં રાજકોટ શહેર વિદ્યાર્થી યુનિયન પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ભાવેશ રાજપુત, નીલરાજ ખાચર, દિપક કારેલીયા, કર્મદિપસિંહ જાડેજા, સાગર જેઠવા, રવિ રાઠોડ, દિગપાલસિંહ જાડેજા સહિતનાઓ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.