Abtak Media Google News

પોરબંદર-શાલીમાર, આજથી અને ઓખા-ગોહાટી 4 એપ્રિલથી રવાના થશે

પશ્ચિમ રેલવે દ્વારા પાર્સલ વિશેષ ટ્રેન સેવા અંતર્ગત દેશભરમાં ચિકિત્સા ઉપકરણ, દવાઓ, ખાદ્યસામગ્રી વગેરે જેવી વધુ પડતી આવશ્યક વસ્તુઓની આયાત-નિકાસની જવાબાદારી સુચારૂ રૂપથી ચાલી રહી છે.

Advertisement

જેના અનુસંધાને ઓખા-ગોહાટી તથા પોરબંદર-શાલીમાર વચ્ચે ચાલતી બે પાર્સલ વિશેષ ટ્રેનોને વધુ ત્રણ મહિના માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે રાજકોટ ડિવિઝનના સીનિયરા ડીસીએમ અભિનવ જૈફના જણાવ્યાનુસાર આ પાર્સલ વિશેષ ટ્રેનોની કુલ 105 ટ્રીપ દોડશે.

ઓખા-ગોહાટી પાર્સલ વિશેષ ટ્રેન 4 એપ્રિલથી લઈને 27 જૂન સુધી ઓખાથી દર રવિવારે રવાના થશે. આજ પ્રમાણે ગોહાટી-ઓખા પાર્સલ વિશેષ ટ્રેન 7 એપ્રીલથી લઈને 30 જૂન સુધી ગોહાટીથી દર બુધવારે રવાના થશે.

એજ પ્રમાણે પોરબંદર-શાલીમાર પાર્સલ વિશેષ ટ્રેન 1 એપ્રીલથી લઈને 29 જૂન સુધી દર મંગળવાર, ગુરૂવાર અને શનિવારે પોરબંદરથી રવાના થશે અને શાલીમાર-પોરબંદર પાર્સલ વિશેષ ટ્રેન 1લી એપ્રીલથી 29 જૂન સુધી દર ગુરૂવાર, શનિવાર અને સોમવારે શાલીમારથી રવાના થશે.

આ ટ્રેનોના સમયપત્રક તથા વિસ્તૃત જાણકારી મુસાફરો www. enquiry. indiindilanrail.gov.in પરથી મેળવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.