Abtak Media Google News

ઓખા-તુતીકોરીન વિવેક એક્સપ્રેસ રીશેડ્યુલ કરાઇ

રાજકોટ ડિવિઝનમાં ભારે વરસાદને કારણે ઓખા-ભાટિયા સેક્શનમાં રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. 20 જુલાઈ, 2023 ના રોજ, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જેમ કે ઓખા, દ્વારકા, ભાટિયામાં સાંજ સુધીમાં લગભગ 176 મીમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે ભાટિયા-ઓખામઢી અને ઓખામડી-ગોરીંઝાનો રેલવે ટ્રેક ધોવાઈ ગયો હતો, જેના કારણે રેલ વ્યવહારને અસર થઈ હતી.

ટ્રેક ધોવાઈ ગયાની જાણ થતાં જ હાપાથી 19.15 કલાકે મોનસૂન રિઝર્વ સ્ટોક સ્પેશિયલ ટ્રેન ધોવાઈ ગયેલા વિસ્તારોમાં ટ્રેક રિપેર કરવા માટે રવાના કરવામાં આવી હતી. આ સ્પેશિયલ ટ્રેનમાં કુલ 20 વેગન છે જેમાં ટ્રેક રિપેર કરવાની સામગ્રી જેવી કે બોલ્ડર સ્ટોન, બેલાસ્ટ, સ્ટોન ડસ્ટ વગેરે મોકલવામાં આવી છે જેથી ટ્રેક રિપેરિંગનું કામ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરી શકાય. રેલવે દ્વારા ડિવિઝનના તમામ સ્ટેશનો પર મુસાફરોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

ડિવિઝનલ રેલવે એડમિનિસ્ટ્રેશન દ્વારા પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. ડિવિઝન ના રાજકોટ ખાતે આવેલ કંટ્રોલ રૂમ એલર્ટ પર છે. રેલવે ટ્રેક પર નજર રાખવામાં આવી રહી છે અને રિપેરિંગનું કામ યુદ્ધના ધોરણે સતત ચાલી રહ્યું છે. રેલવે પ્રશાસન દ્વારા ટ્રેનોને સમયસર દોડાવવાના તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, આ પરિસ્થિતિને કારણે કેટલીક ટ્રેનો રદ, શોર્ટ ટર્મિનેટ અથવા રીશેડ્યૂલ કરવામાં આવી છે, જેની વિગતો નીચે મુજબ છે.જેમાં રદ કરાયેલી ટ્રેનોમાં રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ આજે રદ રહેશે. પાલિતાણા-ભાવનગર આજે શરૂ થતી સ્પેશિયલ રદ રહેશે. ભાવનગર-પાલિતાણા આજે શરૂ થતી સ્પેશિયલ રદ રહેશે. ભાવનગર – ઓખા એક્સપ્રેસ આજે રદ રહેશે. વેરાવળ-ઓખા એક્સપ્રેસ આજે રદ રહેશે. પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ આજે રદ રહેશે.

જ્યારે રીશેડ્યુલ કરેલ ટ્રેનોમાં ઓખા-તુતીકોરીન વિવેક એક્સપ્રેસ આજે ઓખાથી તેના રેગ્યુલર સમય 00.55 કલાકને બદલે 1 કલાક અને 5 મિનિટ મોડી એટલે કે આજે 02.00 કલાકે ઉપડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.