Abtak Media Google News

સૌથી વધુ ૨ કરોડની બેઈઝ પ્રાઈઝ કેટેગરીમાં એક પણ ભારતીય ખેલાડીનોસમાવેશ નહીમુંબઈ

ભારત ક્રિકેટપ્રેમીઓનો દેશ છે માટે આઈપીએલ એટલે ભારતીયોમાટે તહેવારની ઉજવણી સમાન હોય છે. આઈપીએલની આગામી માર્ચ ૨૯થી લઈ મે ૧૯ સુધી ચાલશે તેવું માનવામાં આવી રહ્યું છે પરંતુ આઈપીએલની હરરાજી આગામી ૧૮ તારીખે થનાર છે.

ઈન્ડિયન પ્રિમીયર લીગની ૧૨મી સીઝનની શરૂઆત થનાર છે ત્યારે ભારતના ક્રિકેટ રસીયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. વિવો આઈપીએલ ઈન્ડિયન પ્રિમીયર લીગમાં ૩૪૬ ખેલાડીઓની હરરાજી થનાર છે. જો કે, ૧૮મી ડિસેમ્બર ૨૦૧૮ના રોજ જયપુરમાં થનાર ઓકશનમાં વિશ્વભરના ૧૦૦૩ ખેલાડીઓ નોંધાયા છે.પરંતુ આઠ ફ્રેન્ચાઈઝી દ્વારા શોર્ટ લીસ્ટ કર્યા બાદ ખેલાડીઓની પસંદગીકરવામાં આવશે.

૯ ઓવર્સીસ ખેલાડીઓ માટે રૂ.૨ કરોડની બોલી થવાની શકયતા છે.આ કેટેગરીમાં બ્રેન્ડન મેકલમ, ક્રિઝ વોકસ, લસીથ મલીંગા, સોન માર્સ, કોલીનઈન્ગ્રામ, કોરી એન્ડરશન, એન્જેલો મેથ્યુઝઅને ડી.આર.સી. શોર્ટનોસમાવેશ થાય છે.

ભારતના જયદેવ ઉનાડકટે ગત વર્ષે આઈપીએલમાં રમવા માટે ૧૧.૫ કરોડ રૂપિયામાં બોલી સ્વીકારી હતી ત્યારે ૧.૫ કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝ વાળા ખેલાડીઓનીસુચીમાં ૧૦ ખેલાડીઓ સામેલ હતા. જેમાં ૧ ભારતીયતેમજ ૯ વિદેશી ખેલાડીઓ રહ્યાં હતા. ભારતીય ખેલાડીઓમાં યુવરાજસિંહ,અક્ષર પટેલ અને મોહમદ શમીની બેઝ પ્રાઈઝ આ વખતે ૧ કરોડ રૂપિયા છે. ૭૫ લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ સાથે બે ભારતીયખેલાડીઓ સહિત કુલ ૧૮ ખેલાડીઓની બોલી લાગશે. જેમાંભારતના ફાસ્ટ બોલર ગણાતા ઈશાંત શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ૫૦ લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝવાળી કેટેગરીમાં કુલ ૬૨ ખેલાડીની નિલામી થશે. જેમાંના ૧૮ ભારતીય તેમજ ૪૪ ખેલાડી વિદેશી રહેશે.

આઈપીએલની ૧૨મી સીઝનમાં ૭ એવા ખેલાડી છે જે પહેલી વખતઆઈપીએલની હરરાજીમાં આવી રહ્યાં છે. જેનીબેઝ પ્રાઈઝ ૪૦ લાખ રૂપિયા છે. પરંતુ નવા ખેલાડીઓમાં તમામ વિદેશી જ ખેલાડીઓ છે.

૩૦ લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ સાથે કુલ ૮ ખેલાડીઓની બોલી લાગશે જેમાંથી ૫ ભારતીય અને ૩ વિદેશી ખેલાડી છે તો ૨૦ લાખની બેઝ પ્રાઈઝવાળી કેટેગરીમાં કુલ ૨૧૩ ખેલાડી છે. જે પહેલી વખત આઈપીએલ લીગની નિલામીમાં ભાગ લઈર્હયાં છે. આ ૨૧૩ ખેલાડીઓમાં ૧૯૬ ખેલાડી ભારતીય તેમજ ૧૭ ખેલાડીવિદેશી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.