નાતાલ વિશે જાણવા જેવુ…

ખ્રિસ્તીઓ વર્ષોથી ઈસુના જન્મદિવસને નાતાલ તરીકે ઊજવે છે. આ ઊજવણી સાથે ઘણાં બધાં રીતરિવાજો જોડાયેલાં છે. એનાથી આપણને થશે કે, એ રીતરિવાજોનો ઈસુના જન્મ સાથે શું સંબંધ છે?

સાન્તા ક્લોઝની દંતકથાનો વિચાર કરીએ. આજે જેને સાન્તા ક્લોઝ તરીકે ઓળખીએ છીએ એનો ઉપયોગ ૧૯૩૧માં એક જાહેરાતમાં થયો હતો. ઉત્તર અમેરિકાની પીણાંની (સોફ્ટડ્રિંક્સની) એક કંપનીએ નાતાલ દરમિયાન એ જાહેરાત બનાવી હતી. લાલ કપડાં, શ્વેત દાઢી અને ગુલાબી ગાલ વાળો એ હસમુખો ચહેરો ઘણો જ પ્રખ્યાત થઈ ગયો. પણ, બ્રાઝિલમાં રહેતા અમુક લોકોએ ૧૯૫૦ના દાયકામાં સાન્તા ક્લોઝને બદલે “ગ્રાન્ડપા ઈન્ડિયન” નામનું પાત્ર ઊભું કર્યું. એના વિશે એક પ્રોફેસર જણાવે છે: ‘સાન્તા ક્લોઝે ગ્રાન્ડપા ઈન્ડિયનને પાછળ પાડી દીધો. તેણે બાળ ઈસુને પણ પાછળ પાડી દીધા અને ડિસેમ્બર ૨૫એ રાખવામાં આવતી મિજબાનીનો મુખ્ય ભાગ બની ગયો.’ (કાર્લોસ ઈ. ફેન્ટીનટી) પણ, નાતાલની ઊજવણીમાં શું સાન્તા ક્લોઝ જેવી એક જ ખોટી માન્યતા છે? એ જાણવા, ચાલો આપણે શરૂઆતના ખ્રિસ્તીઓ વિશે જોઈએ.

‘ખ્રિસ્તીઓની શરૂઆતનાં ૨૦૦ વર્ષ દરમિયાન સંત-મહાત્માનો જન્મદિવસ મનાવવાનો સખત વિરોધ થયો હતો. ઈસુના જન્મદિવસને પણ એ એટલું જ લાગુ પડતું હતું.’ શા માટે? કેમ કે, ખ્રિસ્તીઓ જન્મદિવસની ઊજવણીને જૂઠા ધર્મનાં રીતરિવાજ તરીકે ગણતા હતા. એમાં તેઓએ કોઈ પણ રીતે ભાગ લેતા નહિ. હકીકતમાં, ઈસુના જન્મની તારીખ બાઇબલમાં ક્યાંય આપવામાં આવી નથી.

પ્રખ્યાત રોમનધર્મ અને શિયાળામાં આવતો સૂર્ય પૂજાનો તહેવાર કૅથલિક ચર્ચ માટે નડતરરૂપ હતાં. ચર્ચએને દૂર કરીને પોતાનું વર્ચસ્વ જમાવવા ચાહતું હતું. એટલે, જન્મદિવસની ઊજવણી સામે ખ્રિસ્તીઓના સખત વિરોધછતાં, કૅથલિક ચર્ચે ચોથીસદીમાં નાતાલની શરૂઆત કરી. એક લેખકે પોતાના પુસ્તક ક્રિસમસ ઈન અમેરિકામાં જણાવ્યું કે, દર વર્ષે ડિસેમ્બર ૧૭થી જાન્યુઆરી ૧ સુધી, ‘મોટા ભાગના રોમના લોકો ખાતા-પીતા, મજા માણતા, સરઘસ કાઢતા અને બીજા તહેવારો ઊજવતા. એમ કરીનેતેઓ પોતાનાં દેવ-દેવીઓની ભક્તિ કરતા.’રોમન લોકો ડિસેમ્બર ૨૫ના રોજ ‘અજેયસૂર્ય’નો જન્મદિવસ ઊજવતાહતા. એ જ દિવસે નાતાલની શરૂઆત કરીને ચર્ચે ઘણા રોમન લોકોને સૂર્યનો જન્મદિવસઊજવવાને બદલે ઈસુનો જન્મદિવસ ઊજવવા મનાવી લીધા. સાન્તા ક્લોઝ, એ બાયોગ્રાફીના લેખકે જણાવ્યું કે, રોમનો ‘શિયાળાનાતહેવારો સાથે જોડાયેલી દરેક બાબતોનો હજુ પણ આનંદ માણતા હતા.’ હકીકતમાં, તેઓ‘જૂના રિવાજોને નવાતહેવારોના રૂપમાં ઉજવવા લાગ્યા.