Abtak Media Google News

જયદેવસિંહ ઝાલા, ધ્રાંગધ્રા:

તંત્રના અણધડ આયોજનોનો ભોગ સામાન્ય લોકોએ બનવું પડતું હોય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં પણ કઈક આવી જ રીતે પ્રજાને હેરાન થવાનો વારો આવ્યો છે. ધ્રાંગધ્રા માલવણ હાઇવે રાહદારીઓનાં શિરદર્દ સમાન બનતો જાય છે. છેલ્લા નવ વર્ષથી અહીં ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. અતિ ધીમા કામનાં લીધે રાહદારીઓને અવારનવાર ટ્રાફિકજામનું ભોગ બનવું પડે છે. નાની બાબતો કે અન્ય કોઈ નાનાં કે મોટા અકસ્માતનાં લીધે કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાય છે.

ટ્રાફિક સામાન્ય બની ગયો હોય તેમ આજરોજ વહેલી સવારે ફરી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે આ મુદે ટ્રાફિકમાં અમદાવાદ તરફ જતાં ભાવેશભાઈ દવે નામના શ્ખ્સે અર્ધનગ્ન બની L&T કંપનીનાં અધિકારીઓ ઉપર રોષ ઠાલવ્યો હતો. તેમણે તંત્ર પર આક્ષેપ કર્યા અને કહ્યું કે આ મુદ્દે L&T કંપનીને અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ આ બાબતે ધ્યાન દેવાતું નથી. જો ટૂંક સમયમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ફાંસીના માચડે ચડીશ તેમ ચીમકી ઉચ્ચારી છે.

ઉલ્લેખનીય છે કે હાઇવેનુ નિર્માણ ટ્રાન્સપોર્ટેશન સરળ બને અને ઓછા સમયમાં સવલતો મળી શકે એના માટે હાથ ધરાતું હોય છે પણ અહીં ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર તો વિપરીત સ્થિતિ ઊભી થઈ છે. આ હાઈવે લોકોનો અવારનવાર સમય બરબાદ કરી રહ્યો છે. ઉચ્ચ વહીવટી તંત્ર આ દિશામાં કયારેય સકારાત્મક પગલાંઓ સાથે પરિણામ આપી શકશે કે નહિ એ વિષય રાહદારીઓની મુખ્ય ચિંતા બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.