Abtak Media Google News

હાસ છુટકારો મળ્યો….. નાનકડા એવા કોવીડ-19 વાયરસ સમગ્ર વિશ્વ માટે સમસ્યા સર્જી દીધી અને દિવસો મહિનાઓ સુધી ઘરમાં પુરાવાની નોબત લાવી દીધી હતી પરંતુ દરેકે કાળા વાદળ ને પણ એક રૂપેરી કિનારી હોય છે અંધારી રાત પછી ચમકતો સૂર્યોદય આવે છે.

Img 10772 હવે કોરોના ના વળતા પાણી શરૂ થઈ ચૂક્યા છે અને પ્રતિબંધો પણ આંશિક રીતે હળવા કરી દેવામાં આવતા ગઈકાલે રાજકોટીયન્સેે રવિવારે લોકો ઉત્સવ મનાવી લીધો હોય તેમ લાંબા સમયથી ઘરમાં પુરાયેલા રહેતા લોકો રવિવારે સાગમટે ફરવા નીકળી પડ્યા હતા શહેરના તમામ ફરવાલાયક સ્થળો અને હોટલ રેસ્ટોરન્ટ ઉપરાંત આજુબાજુના પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા વિસ્તારોમાં ચારેકોર માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું,

Img 1108

રાજકોટની પ્રજા આમ પણ રંગીલા સ્વભાવની ગણાય છે રવિવારે ઘરમાં કેદ રહેલી પ્રજાએ છુટકારો મળ્યાનો અને મુક્તિનો આનંદ ભરપેટ માણી લીધો હતો શહેર અને આસપાસના બાગ બગીચા કુદરતી ઉદ્યાનો બાળકોના આનંદ કિલ્લોલથી ગુંજી ઉઠ્યા હતા.

Img 10281Img 10672

સાથે સાથે સ્વાદ શોખીનો એ રેસ્ટોરન્ટ હોટલ મ હાઉસફૂલના બોર્ડ લગાવી દીધા હતા આજી ન્યારી જુબેલી રેસકોર્સ સહપરિવાર  મેદની અને યુવાનોની સાથે સાથે વડીલો એ પણ મુક્તિ નો આનંદ લીધો હતો.જોકે લાંબાસમય પછી બહાર નીકળવાના આ અવસમાં ક્યાંક ક્યાંક માસ્ક અને સોશિયલ ડીસ્ટનસ ના નિયમો ની જાળવણી વિસરાઈ ગઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.