Abtak Media Google News

ભારત અને ચાઇના વચ્ચે વધતા તણાવને ધ્યાને લઇ ભારતીય સેન્ય દ્વારા મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું 

ભારત દેશ તમામ મોરચે પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટે તમામ પ્રકારના પગલાઓ લઇ રહ્યું છે ત્યારે આગામી 2024 ના ઇલેક્શનમાં ભારત આર્થિક રીતે અને આંતકીઓને ના બોલ કરવાના હેતુથી ચૂંટણી લડશે તેઓ સ્પષ્ટપણે માનવામાં આવી રહ્યું છે ત્યારે ભારત અને ચાઇના વચ્ચે તંગદીલી જોવા મળી રહી છે તેને ધ્યાને લેતા પૂર્વ વિસ્તારમાં ભારતીય રૈનાએ પોતાની તાકાત વધુ મજબૂત કરી છે અને સૈન્યને તૈનાત પણ કર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારત-ચીનની સરહદે વધતી તંગદિલીને ધ્યાનમાં રાખીને ભારતીય સૈન્યએ સુરક્ષા વધારી દીધી છે.

સુરક્ષા વ્યવસ્થા વધુ તેજ અને સક્રિય બનાવવા માટે ભારતીય સૈન્ય ડ્રોન એલોસી પર તૈનાત કરી દીધા છે સાથોસાથ અતિઆધુનિક હેલિકોપ્ટરોની પણ મદદથી ચાઇના દ્વારા કરવામાં આવતી તમામ ગતિવિધિઓ ઉપર પણ નજર કેન્દ્રીત કરવા માટેની તૈયારી ભારત દ્વારા કરવામાં આવી છે. 1346 કિલોમીટર નો જે બોર્ડર વિસ્તાર અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વચ્ચે છે ત્યા ચાઇના ટીબેટ બોડર હોવાના કારણે સરકાર દ્વારા સુરક્ષાના તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

સૈન્ય દ્વારા  હેરોન ડ્રોન્સ પહાડી વિસ્તારમાં પહોંચી ચૂક્યો છે. આ ડ્રોનની મદદથી ભારતીય સૈન્ય ૨૪ કલાક ચીનની બધી જ હરકતો ઉપર બાજ નજર રાખે છે. રિમોટથી ઓપરેટ થતાં ડ્રોન નિયંત્રણ કેન્દ્રોને તમામ માહિતી આપશે જેનું વિશ્લેષણ ભારત ના સૈન્ય અધિકારીઓ દ્વારા કરવામાં આવશે.

સરકારનો મુખ્ય હેતુ એ છે કે અરુણાચલ અને સિક્કિમ બોર્ડર પર વધુને વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવામાં આવે અને રોડ નેટવર્ક અને વધુ સુદ્રઢ બનાવે બીજી તરફ આર્મી એવિએશન ક્ષેત્રે પણ સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે.

કાલ ની તૈયારી ને ધ્યાને લેતા ભારત દ્વારા ઉતરી સીમાઓમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કરવામાં સફળતા મેળવી છે સાથોસાથ સર્વેલન્સ ક્ષેત્રે પણ પોતાનું અનેરૂ પ્રભુત્વ સ્થાપિત કર્યું છે. ઉડ્ડયન ક્ષેત્રે પણ ધ્યાને લઇ ભારતીય સૈન્ય દ્વારા સુખોઈ 30 એમકેઆઈ ફાઈટર જેટ ને પણ સાઈનાથ કરી દેવામાં આવ્યા છે બીજી તરફ 105 એમની આર્ટિલરી ફિલ્ડગન અને બોફોર્સ હાવીટઝરને પણ તેનાત કરવામાં આવ્યા છે.

ચાઇના દ્વારા હાઇપર સોનિક મિસાઈલ સફળ પરીક્ષણ કરાયું

ચાઇના પણ સંરક્ષણ ક્ષેત્રે પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટે અનેકવિધ પ્રકારે અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતો નજરે પડી રહ્યું છે ત્યારે ચાઈનાએ હાઈપરટોનીક મિસાઈલનું પરીક્ષણ કરતા અમેરિકામાં પણ તેના પ્રત્યાઘાતો પડયા છે.

બીજી તરફ ચાઇનાની ફાઇટિયમ ટેકનોલોજી ચાઇનિસ મિલિટરી સાથે સંલગ્ન બની અને અમેરિકન સોફ્ટવેરનો ઉપયોગ કરી વિશ્વની સૌથી આધુનિક ચીપનો નિર્માણ કાર્ય શરૂ કર્યું છે જે હાઈપરટોનીક ટેકનોલોજી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે બીજી તરફ એ વાતની પણ સ્પષ્ટતા થઇ રહી છે કે ચાઇના દ્વારા જે હાઈપરટોનીક મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું તેનાથી અમેરિકા પણ અજાણ રહ્યું હતું.

સમગ્ર વિશ્વ માટે ચાઇના માથાનો દુખાવો સાબિત થઇ રહ્યું છે ત્યારે ચાઇના ને ભરી પીવા માટે પણ તમામ દેશો એક સાથે મળી ચાઇના પર નિયંત્રણ લાવવા માટેના તમામ પ્રયત્નો હાથ ધરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.