Abtak Media Google News

એરો ઇન્ડિયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વડાપ્રધાને સરક્ષણ ક્ષેત્રે થતા બદલાવને આવકાર્યું  : ભારત હવે 75 દેશોમાં સરક્ષણ સાધનોની નિકાસ કરશે.

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  બેંગલુરુમાં યેલાહંકા ખાતે આવેલા એરફોર્સ સ્ટેશન પર યોજવામાં આવેલા એરો ઇન્ડિયા 2023ના 14મા એડિસનનું ઉદ્ઘાટન કર્યું હતું. એરો ઇન્ડિયા 2023ની થીમ છે “ધ રનવે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ”  અને તેમાં લગભગ 100 વિદેશી તેમજ 700 ભારતીય કંપનીઓ સહિત સંરક્ષણ ક્ષેત્રની 800 કંપનીઓ સાથે 80થી વધુ દેશોની સહભાગીતા જોવા મળશે. પ્રધાનમંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલી ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ની દૂરંદેશીને અનુરૂપ, આ કાર્યક્રમ સ્વદેશી સાધનો અને ટેક્નોલોજી પ્રદર્શિત કરવા અને વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

Advertisement

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરક્ષણ ક્ષેત્ર નવા ભારતની ક્ષમતાઓની સાક્ષી પૂરી રહ્યું છે. એટલુંજ નહીં આ નવી ઊંચાઇ એ જ નવા ભારતની વાસ્તવિકતા છે, આજે ભારત નવી ઊંચાઇઓને આંબી રહ્યું છે અને તેને પાર પણ કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એરો ઇન્ડિયા 2023એ ભારતની વધી રહેલી ક્ષમતાઓનું એક ઝળહળતું દૃશ્ટાંત છે જે દુનિયાને ભારતમાં જે વિશ્વાસ તે દર્શાવી રહ્યું છે. વિશ્વની જાણીતી કંપનીઓ સાથે ભારતીય લઘુ અમે મધ્યમ ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સે આ કાર્યક્રમમાં સહભાગિતા દાખવી હતી.

બીજી તરફ  પ્રધાનમંત્રીએ એરો ઇન્ડિયા 2023ની થીમ ‘ધ રનવે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ’  પર પ્રકાશ પાડતા એવું કહ્યું હતું કે જેમ જેમ દિવસ વીતતા જાય છે તેમ આત્મનિર્ભર ભારતની શક્તિમાં નિરંતર વધારો થઇ રહ્યો છે અને ભારત જે હથિયાર આયાત કરતું હતું તે હવે નિકાસ દ્વારા 40 હજાર કરોડ રૂપિયા ઉભા કરશે અને મેક ઇન ઇન્ડિયા પ્રોજેકટ હેઠળ ભારત સ્વદેશ બનાવટના સાધનોનો નિકાસ 75થી વધુ દેશમાં કરતું જોવા મળશે. સરક્ષણ ક્ષેત્રે ભારત આર્મડ સિસ્ટમની સાથે એરક્રાફ્ટ બનાવી રહ્યું છે જે ભારતની સાખ ઉભી કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.