Abtak Media Google News
  • છેલ્લા એક વર્ષથી ભરતી ન થતા ઉમેદવારોમાં ભારે રોષ : શહેર કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા
  • ખાલી જગ્યાઓમાં ભરતી અને પરિક્ષાઓનો મેરિટ લીસ્ટનો  સમય ગાળો વધારવા માંગ
  • 5 દિવસથી આંદોલન કરી રહેલા વિધુત સહાયક ઉમેદવારોની પોલીસે કરી અટકાયત

Rajkot News : સતત પાંચમા દિવસે રાજકોટ PGVCL કચેરી બહાર ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી ભરતીના કરાતા મોટી સંખ્યામાં ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. રાજકોટ શહેર કોગ્રેસના અગ્રણીઓ પર ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા. કેટલાક ઉમેદવારો અયોધ્યા રામલલ્લાના પોસ્ટર લઇને વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા.

Pgvcl

રાજકોટ PGVCL કચેરી બહાર 300 જેટલા યુવાનો ધરણાં પર બેઠા છે. રાતવાસો કરી છેલ્લા ચાર દિવસથી આ આંદોલન ચલાવી રહ્યા છે. ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી નહીં કરાતાં યુવાનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. યુવાનોની એક જ માગ છે કે અમને અમારો હક આપો, જ્યાં સુધી કોઈ જવાબ આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ આ ધરણાં ચાલુ રાખશે.

રાજકોટ કોંગ્રેસના અગ્રણીઓ મહેશભાઈ રાજપૂત અને રાજદીપસિંહ જાડેજા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં પહોંચ્યા હતા. એનએસયુઆઇ બાદ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પીજીવીસીએલ કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજકોટ પીજીવીસીએલ કચેરીની બહાર વિદ્યાર્થીઓના રાત દિવસ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી પરીક્ષા બાદ ભરતી ન કરતા ઉમેદવારો લડી લેવાના મૂડમાં છે.

પી.જી.વી.સી.એલ કચેરી ખાતે ધરણા પર બેઠેલા યુવાનોના પ્રશ્નો સાંભળી  નિકાલ કરવા શકિતસિંહ ગોહિલની રજૂઆત

છેલ્લા 4 દિવસથી  ગુજરાતના 400 થી વધારે યુવાનો પોતાની ન્યાયની માંગણી સાથે પીજીવીસીએલ કચેરી રાજકોટ ખાતે ધરણા ઉપર બેઠા છે. કડકડતી ઠંડીમાં રોડ ઉપર સુઈ રહે છે તેઓના  પ્રશ્ર્નોને સાંભળી સત્વરે નિકાલ લાવવા સાંસદ શકિતસિંહ ગોહિલે ઉર્જા મંત્રીને લેખીત રજૂઆત કરીછે તેઓએ કહ્યું કે હજુ સુધી કોઈપણ સિનીયર અધિકારીએ સંવાદ પણ કરેલ નથી તે દુખ:દ છે.

Detain

5માં દિવસે આંદોલન કરી રહેલા વિધુત સહાયક ઉમેદવારોની પોલીસે કરી અટકાયત

રાજકોટ વિધુત સહાયક ઉમેદવારોનો આંદોલનનો મામલામાં  5 દિવસથી આંદોલન કરી રહેલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી. પોલીસ અટકાયત કાર્યવાહી સમયે પોલીસ અને ઉમેદવાર વચ્ચે થયું ઘર્ષણ થયું હતું. પીજીવીસીએલ કચેરીથી ઉમેદવારોની અટકાયત સમયે ઉમેદવારોએ સૂત્રોચાર કરી કર્યો વિરોધ દર્શવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.