Abtak Media Google News

પોલીસ બંદોબસ્ત મળતો ન હોવાથી મ્યુ. તંત્રે એક વર્ષથી બહાના બનાવ્યેે રાખ્યા

ગેરકાયદે બાંધકામો તોડવામાં ય ભેદભાવ રાખવામાં આવ્યા હોવાનોકોર્પોરેટરનો તંત્ર સામે આક્ષેપ

એક વર્ષથી બાંધકામ ન હટાવ્યા અંગેના પ્રશ્ર્નનો કમિશ્ર્નર પણ જવાબ આપી ન શક્યા

દયારામ લાયબ્રેરીના ગેરકાયદે બાંધકામ મુદે પૂર્વ વિપક્ષી નેતા કોંગી કોર્પોરેટર અસલમ ખીલજીએ મ્યુ. કોર્પોરેસનના જનરલ બોર્ડમાં અવાજ ઉઠાવતા ભારે હોબાળો થયો હતો. દયારામ લાયબ્રેરીમાં ગેરકાયદે બાંધકામ થયુ છે. પોલીસ બંદોબસ્ત મળતો ન હોવાના બહાના હેઠળ પગલા નહીં લેવાતા હોવાના મ્યુ. તંત્રે બહાના બનાવ્યે રાખ્યા હતા. આ મુદે વિપક્ષી નાતાઓએ આક્રોશ વ્યકત કર્યો હતો.

મ્યુ એસ્ટેટ અને ટીપી શાખામાં શહેરના ગેરકાયદે બાંધકામો અંગે બધુ જાણાતા હોવા છતા પદાધિકારીઓની મહેરથી કોઇ પગલા લેવતા નથી.

જામનગરનુ નઝરાણુ અને પ્રતિષ્ઠા ગણાતી દયારામ લાયબ્રેરીને જુજ કોમર્શિયલ માઇન્ડ ધરાવતા ટ્રસ્ટીઓના કારણે ગરીમા ઝંખવાય તેવુ થયુ એ કે ત્યા છડે ચોક સરાજાહેર ગેરકાયદેસર દુકાનો ખડકાઇ જે નવા જીડીસીઆર મુજબ શક્ય જ નથી માટે ખુબ ફરિયાદો વિરોધ અરજીઓ થઇ હતી અને તોડી પાડવાનુ કોર્પોરેશને નક્કી કર્યુ પરંતુ એક ઉચ્ચ પદાધીકારીનુ હિત આડુ આવ્યુ અને ખેલ પડી ગયો. હજુય બાંધકામ માંચડો તોડી પડાયો જ નથી હા તે માટે પોલીસ બંદોબસ્ત પણ આવી ગયેલો છતા પેલા પદાધિકારી એ બધુ અટકાવ્યુ તે મામલે કોર્પોરેશનના જનરલ બોર્ડમાં ચક્ચારી આક્ષેપ થયા ત્યારથી આ પ્રકારણ વધુ ચકચારી બની ગયું છે.

જામનગર શહેરમાં ચોતરફ ગેરકાયદેસર બાંધકામોનો માંચડાઓ ખડકાયેલા છે, છતાં તેના પર મનપા એસ્ટેટ અને ટાઉનપ્લાનિંગ વિભાગ બધું જ જાણતું હોવા છતાં ઢાંકપીછાડા કરે છે, હા ક્યાંક કોઈનો વહીવટ ના થાય અને ત્યાં કાર્યવાહી થાય કે દબાવવા પુરતી કાર્યવાહી થાય તો ઠીક છે,  બે દિવસ પૂર્વે ગેલેક્સી ટોકીઝ નજીક ૧૫  જેટલી દુકાનો જે કોઈપણ જાતની પૂર્વ મંજુરી વિના પાકા બાંધકામની ખડકી દેવામાં આવી હતી, જે દુકાનોનું ડીમોલીશન કરવામાં આવ્યું અને તમામ દુકાનોને હાલ તોડી નાખવામાં આવી છે, ત્યારે આજે મળેલી મનપાની સામાન્યસભામાં આ મુદ્દ્દો તેમજ દયારામ લાયબ્રેરીના ગેરકાયદેસર દુકાન ખડકાયાનો મામલો ભારે હોબાળો નું કેન્દ્ર બન્યો હતો.

પૂર્વ વિપક્ષ નેતા અને કોંગી કોર્પોરેટર અસ્લમ ખીલજીએ આ મુદ્દા પર પોતાનો સુર ઉઠાવતા કહ્યું કે  એ બાંધકામ બે વર્ષના ગાળામાં થયું છે, તો ત્યારે મનપાનું તંત્ર શું કરતુ હતું..? જે લોકોએ ત્યાં દુકાનો લીધી હતી તેને પોતાની મરણમૂડી થી દુકાનો લીધી હતી તેના પર મનપાએ કાર્યવાહી કરી ખરેખર જગ્યા વેચાણ કરનાર પર કાર્યવાહી જ નહિ..? અને નાના માણસો પર થતી આવી કાર્યવાહીની અસ્લમ ખીલજીએ વખોડી હતી.

અસ્લમ ખીલજી એ સનસનીખેજ આક્ષેપ કરતા કહ્યું કે આજથી એક વર્ષ પૂર્વે દયારામ લાયબ્રેરીમાં ગેરકાયદેસર દુકાનોને મામલે ફરિયાદો ઉઠતા ત્યાં ડીમોલીશન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને પોલીસ પ્રોટેક્શન પણ મળી ચુક્યું હતું અને ત્યાં ડીમોલીશન શા માટે અટકી ગયું  એકવર્ષ સુધી ત્યાં હથોડો લાગ્યો જ નહિ તેવો વેધક સવાલ ઉઠાવીને ખીલજીએ આક્ષેપ કર્યો હતો કે સતાધારીપક્ષના એક પદાધિકારીની સંડોવણી છે, અને એટલા માટે જ ત્યાં ડીમોલીશન રોકી દેવામાં આવ્યું હોવાનું જણાવીએ એ નિર્દેશ કર્યા પછી હવે એ  પદાધિકારી કોણ..? જેની દયારામ લાયબ્રેરીની દુકાનો પર બનેલ ગેરકાયદેસર દુકાનો પર દયા છે. તે વિચારવા સૌ ને  મજબુર કરી દીધા છે.

જો કે અસ્લમ ખીલજીએ દયારામ લાયબ્રેરીનું ડીમોલીશન કેમ એક વર્ષ જેટલા સમયથી અટકેલું છે તેનો જવાબ સામાન્યસભાના અધ્યક્ષ અને કમિશ્નર પાસેથી માંગતા તેઓને કોઈએ જવાબ ના આપ્યો તે બાબત એટલું તો સ્પષ્ટ કરે છે અસ્લમ ખીલજીની કોઈ પદાધિકારીની આમાં સંડોવણીની વાત સાચી છે.

જો  કે અસ્લમ ખીલજી લડાયક નેતા છે અને આવનાર દિવસોમાં તે દયારામ લાયબ્રેરીના ગેરકાયદેસર બાંધકામ મુદ્દે કોણ પદાધિકારીની તેમાં સંડોવણી છે તેનું નામ આપશે અને એવી લડત આપશે કે દયારામ લાયબ્રેરીમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ તોડવા મનપાને મજબુર થવું પડશે તેવુ નિશ્ર્ચિત મનાય છે. સમગ્ર મામલો ખુલો પડશે લેતી-દેતી ખુલી પડશે ને કોઇની દુકાન તેમા હશે

તો તે પણ ખુલી પડશે ત્યારે અત્યાર સુધી ઢાંક પીછોડો કરનારાઓનુ શુ થશે??

પોલીસ બંદોબસ્ત મળતો નથી એવા બહાના બાદ ૨ હજાર ફૂટ જગ્યામાં ગેરકાયદે ખડકેલી દૂકાનો તોડી પડાઇ

જામનગરના રેલવે બી સાઈડીંગ પાસે આવેલી અંદાજે ૨૦૦૦ ફૂટ જગ્યામાં ગેરકાયદે રીતે દુકાનો ખડકી લેવામાં આવી હોવાની વિગતો જામ્યુકોને આપવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા ન હતાં. ટીપીઓ શાખા દ્વારા તે દુકાનો તોડી પાડવા માટે પોલીસનો બંદોબસ્ત મળતો નથી અને કલમ ૨૬૦ હેઠળ નોટિસ આપી દેવામાં આવી છે તેવા બહાના કાઢવામાં આવતા હતાં તે પછી અચાનક જ શનિવારે તંત્રને શુરાતન ચઢતા બુલડોઝર સાથે તંત્રવાહકો ધસી ગયા હતાં. તેઓએ તે દુકાનોના બાંધકામો તોડી પાડ્યા હતાં. આ બાંધકામ ઉપરાંત શહેરના રણજીત રોડ પર દયારામ લાઈબ્રેરીની જગ્યામાં થયેલું ગેરકાયદે બાંધકામ અને અન્ય કેટલાક બાંધકામો તોડી પાડવામાં લાંબા સમયથી સમજી શકાય તે પ્રકારની આળસ દાખવવામાં આવી રહી છે. તે બાંધકામો તોડવા માટે પણ અગાઉ કલમ ૨૬૦ હેઠળ એકથી વધુ વખત નોટિસો જારી થઈ છે પરંતુ પોલીસ બંદોબસ્ત નથી મળતો તેવું જુનું બહાનું આગળ ધરી તંત્રવાહકો તે બાંધકામો માટે કેટલાક લોકોની થયેલી ભલામણને નિભાવી રહ્યા છે. બેડીનાકા નજીકના સ્વામીનારાયણ મંદિર સામે એક મીઠાઈની દુકાનની ઉપર થઈ રહેલું ગેરકાયદે બાંધકામ પણ તંત્રની નજરે કેમ ચઢતું નથી તે પ્રશ્ન ઉઠ્યો છે. કમિશ્નર તાત્કાલીક પગલાં ભરી આવા બાંધકામો દૂર કરાવે તેવી લોકમાંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.