Abtak Media Google News

બુધવારે પૂનમ અને હોળી પર્વની રાત્રે અવકાશમાં અલભ્ય નજારો જોવા મળશે. 19 વર્ષ બાદ ફરી એક વખત વસંત સંપાતના દિવસે સુપર મૂનની ઘટના જોવા મળશે. ચંદ્ર પોતાની કળાથી 14 ટકા વધુ મોટો અને 30 ટકા વધુ પ્રકાશિત દેખાશે તેમ વૈજ્ઞાનિકોનું માનવું છે. આ સાથે મોટી હાઇટાઇડની પણ શક્યતા વ્યક્ત કરી છે. આવો નજારો ફરી 11 વર્ષ પછી જોવા મળશે.

જે ચંદ્રની કળા પર પ્રભાવિત થાય છે. ચંદ્ર જ્યારે પૃથ્વીથી નજીક આવે ત્યારે સુપર મૂન સર્જાય છે. ચંદ્ર મોટો અને તેજસ્વી દેખાય છે. વર્ષ 2019માં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સુપર મૂન થયા હતા. પરંતુ 20 મીએ વસંત સંપાત છે. સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર વધુ પડશે. જેથી ચંદ્ર 30 ટકા વધુ પ્રકાશિત થશે. ખગોળવિદો માટે આ દિવસો ખાસ છે. માર્ચ 2000માં આવો સુપર મૂન જોવા મળ્યો હતો. ખગોળવિદ દિવ્ય દર્શન પુરોહિત મુજબ વાતાવરણમાં અચાનક પલટો આવી શકે છે.

 વર્ષ 2019માં શોધાયેલ અંદાજે 3માળ ઊંચા મકાન જેટલો લઘુ ગ્રહ પૃથ્વીથી એકદમ નજીકથી પસાર થશે. પૃથ્વીથી ચંદ્ર અંદાજે 3.5 લાખ કિ.મી. નજીક છે. આથી પણ નજીક આ નવો ગ્રહ અંદાજે 3,6,636 કિ.મી.થી પસાર થશે.આ ગ્રહને ઇ.એ.2 નામ અપાયું છે. ફરી જો આ ગ્રહ નાશ નહીં પામે તો ફરી 112 વર્ષ પછી દેખાશે .

તા. 20 માર્ચ રાત્રે 3:28 વાગે સૂર્ય પૃથ્વીથી એકદમ નજીક આવશે. ભૂમધ્ય રેખા પરથી પસાર થશે. જેથી વિશ્વમાં તા. 20 અને 21 દિવસરાત સરખાં હશે. આ ઘટનાને વસંત સંપાત કહે છે. 22મીથી બે મિનિટ દિવસ મોટો હશે. આ જ સમયે સુપર મૂન સર્જાવાનો હોવાથી તેનું મહત્ત્વ વધે છે. સૂર્ય-ચંદ્ર – પૃથ્વી એક લાઇનમાં આવતાં ગુરુત્વાકર્ષણ વધે છે. જમીનમાં હલચલ શક્ય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.