Abtak Media Google News

વાંકાનેર શહેર તથા કુવાડવા વિસ્તારના 4ર ગામોને પાણી પુરુ પાડતો મચ્છુ-1 ઉપરવાસમાં સારા વરસાદને કારણે તથા નર્મદાના નીર ડાલવાના કારણે ઓવરફલો થવામાં માત્ર દોઢ ફુટનું છેટુ છે આવતા વીસ ગામો જેમાં હોલમઢ, જાલસીકા, કોઠી, મહીકા, રસીકગઢ, ગારીયા, લુણસરીયા, કેરાળા, જોધપર, પાંજ, હસનપર, પંચાસર, વઘાસીયા, રાતીદેવળી, વાંકીયા, રાણેકપર, પંચાસીયા, ઢુવા, ધમલપર તથા વાંકાનેર શહેર તથા નિચાણ વાળા વિસ્તારને નદીમાં અવર જવર ન કરવી તથા માલ ઢોરને પણ નદીમાં અવર જવર નહી કરવા સુચનાઓ અપાઇ છે. અને સાવચેત રહેવા જણાવાયું છે. ડેમની પાણી સંગ્રહની ક્ષમતા 49 ફુટ ની છે ત્યારે હાલ ડેમની જળ સપાટી 47ાા ફુટે પહોંચવા આવી રહી છે એટલે કે ડેમ છલકાવવામાં માત્ર દોઢ ફુટનું છેટું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.