Abtak Media Google News

બાપુના પાર્થિવ દેહને શાસ્ત્રોકત વિધિથી સમાધિ અપાઈ

ગીરસોમનાથના જામવાળા ગીરમાં બાણેજ ગીરના મહંત ભરતદાસ બાપુને લાંબા સમયથી કિડનીની બીમારી હતી. આથી છેલ્લા એક મહિનાથી રાજકોટની ક્રાઇસ્ટ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. પરંતુ ગઈકાલે બપોર બાદ તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા અને બ્રહ્મલીન થયા હતા અને એક મતનું મતદાન મથક જાણે હવે ભૂતપૂર્વ બની ગયું !

બાપુ એવા વ્યક્તિ હતા કે ચૂંટણીપંચ તેના માટે આખું મતદાન મથક ઉભું કરતું હતું. ભરતદાસ બાપુના એક મતથી ૧૦૦ ટકા મતદાન નોંધાતું હતું. છેલ્લે લોકસભાની ચૂંટણી વખતે ભરતદાસબાપુએ મતદાન કર્યું હતું. જ્યારે પણ રાજ્યમાં ચૂંટણી આવે ત્યારે ભરતદાસજી મહરાજને જરૂર યાદ કરવામાં આવતા. ભરતદાસજી મહારાજ મતદાર જાગૃતિ અભિયાનના આઈકોન હતા.ભરતદાસ બાપુએ આજે બપોરે ૩ વાગે રાજકોટની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તેમજ હોસ્પિટલમાં દાખલ હતા. તેમના અગ્નિસંસ્કાર આવતીકાલે ૨ નવેમ્બરના રોજ સવારે ૧૧ વાગે જમદગ્નિ આશ્રમ, જમજીર, જામવાળા ગીરમાં કરવામાં આવશે. ભરતદાસ બાપુના અવસાનથી સંતો-મહંતો અને ભાવિકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે.એશિયાઈ સિંહોનું ઘર ગીરનું જંગલ, અને આ જંગલની મધ્યમાં એક પ્રાચીન શિવ મંદિર આવેલું છે જેનું નામ બાણેશ્વર મહાદેવ છે. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં જેનો સમાવેશ થાય છે. તે આ બાણેજની જગ્યા દુનિયાભરમાં એટલા માટે પ્રસિદ્ધ છે. કારણકે અહીંના મહંત ભરતદાસ બાપુ દેશના સૌથી અનોખા મતદાતા હતા. તેઓ દર વર્ષે ભારતના ચૂંટણી પંચનો આભાર માની સૌને મતદાન કરવાની અપીલ પણ કરતા હતા. બાણેજમાં મતદાનના દિવસે બે પોલીસ અને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા ચાર કર્મચારીઓ દ્વારા પોલિંગ બૂથ શરૂકરવામાં આવતું હતું. ભરતદાસ મહારાજ પહેલા ૨૦ કિમી ચાલીને બાણેજ ગામમાં મતદાન કરવા માટે જતા હતા. ચૂંટણીપંચની ગાઈડલાઈન મુજબ કોઇ મતદારનું મતદાન મથક ૧ કિલોમીટરથી વધારે દૂર હોવું ન જોઈએ. ત્યારે ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીથી પ્રથમ વખત એક મતદાર માટે ચૂંટણીપંચ દ્વારા મતદાન મથક ખોલવાનુ નક્કી કરવામાં આવ્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.