Abtak Media Google News
  • ગીરના માલધારીઓની સમસ્યાના  ઉકેલ માટે વન સરંક્ષકને અપાયું આવેદન

જૂનાગઢ જિલ્લાના ગીર જંગલ વિસ્તારમાં છેલ્લા ઘણા દાયકાઓથી માલધારીઓ વસવાટ કરી રહ્યા છે. જ્યારે ગિરનાર માલધારીઓના છેલ્લા ઘણા સમયથી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે. છતાં પણ માલધારીઓના પ્રશ્નોનું નિરાકરણ ન થતા  માલધારીઓએ  આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં માલધારીઓના કાયમી બિન કાયમી અને ગેરકાયદેસર જેવા ભેદ વન વિભાગ દ્વારા પાડવામાં આવે છે જે ખૂબ જ અન્યાય કર્તા છે .તો બીજી તરફ સરકાર તરફથી જે લાભ આપવામાં આવે છે તેમાં માલધારીઓને ગેરકાયદેસર અને બિન કાયમી ગણવામાં આવે છે.

મોટાભાગના નેશના માલધારીઓને પોતાના ખાતરનેસની બહાર લઈ જવા માટે સાસણ નજીકના ભંભા ફોડ નાકેથી પરમિશન આપવામાં આવતી નથી. જેના લીધે માલધારીએ ખૂબ જ લાંબુ અંતર કાપવું પડે છે. નેશનલ માલધારીઓને મસવાડી પાસમાં વારસાઈ એન્ટ્રી કરી આપવામાં આવતી નથી. તેમ જ નેસમાં માલ ઢોરને પાણી પાવા માટે પૂરતી વ્યવસ્થા નથી. જંગલમાં આવેલ અવેળામાં માલ ઢોરને પાણી પાવા લઈ જવામાં આવે ત્યારે વન વિભાગ દ્વારા મનાઈ કરવામાં આવે છે અને દંડ કરવાની ધમકીઓ આપવામાં આવે છે.નેસમાં પીવાના પાણી માટે કોઈ વ્યવસ્થા વન વિભાગ દ્વારા કરવામાં આવતી નથી .અને હાલ કૂવામાંથી પાણી ઉપાડીનેસ તરફ લઈ જવું પડે છે.

Nessavai Maldharis In Gir Suffered From Wild Laws
Nessavai maldharis in Gir suffered from wild laws

નેસમાં નેસવાસીઓના સગા સંબંધી અને મહેમાનોને ભમભા ફોર નાકાથી આવવા દેવામાં આવતા નથી તેમ જ ધાર્મિક પ્રસંગ લગ્ન પ્રસંગ કે અન્ય પ્રસંગમાં રાત્રી દરમિયાન મહેમાનોને આવવા જવા માટેની મનાઈ કરવામાં આવે છ

માલધારીઓને સાંજે 6 વાગ્યા પછી નેસમાં જવા માટે નાકે થી અવરજવર કરવા દેવામાં આવતી નથી. માલધારીઓને પોતાના માલઢોર માટે ખોળ કપાસીયા ,નીરણ વન વિભાગ દ્વારા લઈ જવાની પરવાનગી આપવામાં આવતી નથી.. તો બીજી તરફ માલધારીઓને ખાતર માટેની પણ પરવાનગી આપવામાં આવતી નથી. અને જ્યારે આ નેસના નાકા પરથી લગ્ન પ્રસંગે અથવા તો અન્ય પ્રસંગે અવરજવર કરે છે ત્યારે લોકો પાસેથી દંડ વસૂલવામાં આવે છે.

આ મામલે આજે જુનાગઢ વન વિભાગના પ્રતિક્ષકને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને જો આ મામલે 10 દિવસમાં  યોગ્ય નિરાકરણ નહીં સાસણ સિંહ સદન ખાતે આંદોલન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.