Abtak Media Google News

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ લીંબડી ડીવીઝનનાઓએ લીંબડી પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી-જુગારની ગે.કા. પ્રવૃતિ સદતર બંધ કરાવવા કડક હાથે કામગીરી કરવા સુચના આપતા લીંબડી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો લીંબડી ટાઉન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતો. તે દરમ્યાન પો.સ.ઇ. જી.જી. પરમાર ને મળેલ બાતમી આધારે નારાયણભાઇ ઉર્ફે નાણભાઇ છેલાભાઇ ભરવાડ રહે. ભરવાડ નેસ લીંબડી વાળાના રહેણાંક મકાનમાં પ્રોહી. અંગે રેઇડ કરતા મજકુરના મકાનમાંથી ગે.કા. પરપ્રાંતિ ઇગ્લીશ દારુની બોટલ નંગ-કી. રૂ૧૬,૮૦૦ તથા બીયરના ટીન નંગ-૫૬ કિ. રૂ૫૬૦૦/- મળી કુલ કિ.રૂ૨૨,૪૦૦/- નો મુદામાલ મળી આવેલ જેથી મજકુર ઇસમ નારાયણભાઇ ઉર્ફે નારણભાઇ છેલાભાઇ ભરવાડ વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરી લીંબડી પો.સ્ટે. ખાતે ગુનો રજી. કરાવેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.