પાણીની એક એક બુંદ બચાવોના સૂત્રને સાર્થક કરતાં ઝાલા

સમગ્ર ભારતમાં એપ્રીલ 2021ની સ્પર્ધામાં પ્રજ્ઞાચક્ષુ મહેન્દ્રસિંહ વિજેતા થતા ગુજરાત અને રાજકોટનું ગૌરવ વધાર્યુ

 

અબતક, રાજકોટ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીથી લઇ મુખ્યમંત્રીઓ મહાનગર પાલિકાના મેયરો, પદાધિકારીઓ, કમિશ્નરો, અધિકારીઓ પાણીની બચત કરવા વખતો વખત જાહેરમાં અપીલ કરી ચુકયા છે. પરંતુ વરસાદી પાણી ભૂગર્ભમાં (વોટર હાવેસ્ટીંગ પોલીસી) ઉતારવા માટેનું કોઇ નકકર આયોજન કે પ્રોજેકટ હાથ ધરવામાં આવતા જ નથી જે પગલે વરસાદી પાણી નદી નાળામાં થઇ દરિયામાં વહી જાય છે જેથી ભૂગર્ભમાં પાણીના તળ ખુબ જ ઉંડા જતા રહ્યા છે.

પાણીની બચતને જીંદગીની બચત સમજી પોતાના જીવનમાં ઉતારનાર મુળ વતન ખેરવા (તા.વાંકાનેર) હાલ રાજકોટના કોઠારીયા કોલોની ખાતેરહેતા મહેન્દ્રસિંંહ દોલતસિંહ ઝાલા (નિવૃત આઇ.ટી.આઇ. સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર, સદસ્ય અંધ સર્વોદય મંડળ રાજકોટ) એ પોતાના રહેણાંક પર આવતા વરસાદી પાણીની બચત કરી દર વર્ષે આશરે એક લાખ લીટરથી વધુ પાણી ભુગર્ભમાં ઉતારી રહ્યા છે. આ મકાનમાં પોતે ભાડુઆત છે છતાં સ્વ ખર્ચે આ પઘ્ધતિ અપનાવી લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

આ ઉમદા કાર્ય બદલ સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ, જલ શકિત મંત્રાલય, ન્યુ દિલ્હી દ્વારા આયોજીત વોટર હીરો સ્પર્ધા એપ્રીલ 2021માં ફકત રાજકોટ જીલ્લામાં ગુજરાતમાં નહી પણ સમગ્ર ભારતમાં મહેન્દ્રસિંહને વિજેતા જાહેર કરેલ છે જે ગુજરાત અને રાજકોટનું ગૌરવ ગણાય વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારી પાણી સંગ્રહ (વોટર હાવેસ્ટીંગ પોલીસી ક્ષેત્રે) ની કામગીરી બદલ ભારત સરકારે પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારથી નવાજવામાં આવેલ છે.રાજકોટ શહેરમાં પાણીના ઉંડા ઉતરી ગયેલ તળ કુલ જ ઉંચા આવી શકે તેમ છે યુ ટયુબ પર વિડીયો છે જે https : // Youtube/sxoolmgd8dg લીંક પર જોવા મળશે