ધરતી પરના સ્વર્ગને વધુ એક સિદ્ધિ… યુનેસ્કોનું ક્રિએટિવ સિટી શા કારણે બન્યું શ્રીનગર?

‘ઈશ્વર પાસે કદી સ્વર્ગના સુખની માગણી કરશો નહીં કારણ કે ઈશ્વરે ધરતી પર જ સ્વર્ગનું નિર્માણ કર્યું છે. આ સ્વર્ગને કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે. કશ્મીર પોતાની કલા અને સંસ્કૃતિ માટે આગવું મહત્વ ધરાવે છે.આ કશ્મીરને યુનેસ્કો દ્વારા ક્રિએટિવ સિટીઝ નેટવર્કમાં સ્થાન આપવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરના શ્રીનગરને આ સિટીઝમાં સ્થાન પોતાની આગવી કલા, સંસ્કૃતિના કારણે આપવામાં આવ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના લોકોને યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્ક (UCCN) માં શ્રીનગરનો સમાવેશ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (UNESCO) એ ક્રાફ્ટ્સ અને ફોક આર્ટ્સ કેટેગરી હેઠળ ક્રિએટિવ સિટીઝ નેટવર્કના ભાગ રૂપે 49 શહેરોમાંથી શ્રીનગરની પસંદગી કરવામાં આવી છે. તે આપણા બધા માટે ગર્વની વાત કહેવાય .

હસ્તકલા અને લોકકલાને મળ્યું માન

ક્રિએટિવ સિટીઝ નેટવર્કમાં શ્રીનગરના સમાવેશથી શહેરને યુનેસ્કો દ્વારા વૈશ્વિક મંચ પર તેની હસ્તકલાનું પ્રતિનિધિત્વ કરવાનો માર્ગ મોકળો થવાની સંભાવના છે. નેટવર્કમાં લોક કલા, મીડિયા, ફિલ્મ, સાહિત્ય, ડિઝાઇન, રાંધણ કળા અને મીડિયા કળાનો સમાવેશ થાય છે.

જયપુર, વારાણસી અને ચેન્નાઈને 2015, 2017માં સ્થાન મળ્યું હતું

2015માં માત્ર જયપુર, 2015 અને 2017માં અનુક્રમે વારાણસી અને ચેન્નાઈ (સંગીતનું સર્જનાત્મક શહેર)ને ક્રિએટિવ સિટીઝ માટે (UCCN) ના સભ્યો તરીકે માન્યતા આપવામાં આવી હતી.

આ યાદીમાં વિશ્વભરના 49 શહેરોના નામ ઉમેરાયા 

ઉલ્લેખનીય છે કે UCCN યાદીમાં 246 શહેરો પહેલાથી જ છે. આ યાદીમાં વિશ્વના 49 શહેરોના નામ જોડાયા છે. યુનેસ્કોની વેબસાઈટ પર જાહેર કરાયેલી માહિતી અનુસાર, હવે આવા શહેરોની સંખ્યા 295 છે, જે 90 દેશોના છે. અહીં સંસ્કૃતિ અને સર્જનાત્મકતા, હસ્તકલા અને લોક કલા, સાહિત્ય, સંગીત વગેરેમાં ટકાઉ શહેરી વિકાસ માટે રોકાણ કરવામાં આવે છે.

આ સિદ્ધિ માટે ખુશી વ્યક્ત કરતા લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને શ્રીનગરના મેયર જુનૈદ અઝીમ મટ્ટુએ કહ્યું કે તે કાશ્મીર અને તેના લોકોના વર્ષો જૂના હસ્તકલાને પ્રોત્સાહિત કરશે. તે શ્રીનગરને હેરિટેજ સિટી તરીકે સ્થાપિત કરવામાં પણ મદદરૂપ સાબિત થશે અને અહીં પ્રવાસનઉદ્યોગ પણ વધશે.