Abtak Media Google News

પુરૂષોત્તમ માસ સુધી ઝુંપડપટ્ટી વિસ્તારમાં સેવાકાર્ય

શ્રાદ્ધ પક્ષમાં દરરોજ ગાય માતા અને કૂતરાઓને લાડુ બનાવીને ખવડાવવાની યોજનાનું આયોજન મહંત સુરેશભઇ નિમાવતના નેજા હેઠળ થઈ રહ્યું છે. ઝૂંપડટ્ટીઓમાં વસવાટ કરી રહેલા ૪૦૦થી પણ વધુ પરિવારોની સેવાની ખેવના રાખી છે. તેમ જણાવાયું છે.

રવિવાર ૬ સપ્ટેમ્બરના સાંજે ૫ થી ૬ વાગ્યા સુધીમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને કોરોનાની આ મહામારીમાં ગણાત્રા ફાઉન્ડેશન યુ.કે.ના આર્થિક સહયોગથી તેમજ અત્રેના શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટના સયુંકત ઉપક્રમે કુટુંબ દીઠ ૨૫ કિલો બાજરો ઘી ડેમ પાસે ઝુંપડામાં રહેતા ૯૪ જરૂરિયાતમંદ પરિવારોને આપવામાં આવ્યા હતા. બાદમાં તબક્કાવાર દરેક ઝૂંપપટ્ટી વિસ્તારોને આવરી લેવામાં આવશે. જે પવિત્ર પુરુષોત્તમ માસ સુધી ચાલશે. આ આયોજનની વ્યવસ્થા નીખીલભાઈ કાનાણી, મહેશભાઈ રાડિયા, નીશીલભાઈ કાનાણી અને લોહાણા મહાજનના અગ્રણી રાકેશભાઈ પાંચમતિયા તેમજ ભરતભાઇ પંચમતીયા તેમજ જયસુખભાઈ મોદી સહિતના કાર્યકરોના નેતૃત્વ નીચે કરવામાં આવી હતી. ડેમ સાઇટ પર હર હમેશ મદદ માટે તત્પર રહેતા મુકેશભાઈ તેમજ મનોજભાઈનો પણ આ તકે ટ્રસ્ટ આભાર વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.