Abtak Media Google News

શનિ ગ્રહને ‘મુનકિંગ’ તરીકે ઓળખવામાં આવ્યો

આપણા સૌર મંડળમાં અનેક ગ્રહો આવેલા છે અને તેની વાસ્તવિકતા પણ બધાથી અલગ છે ખગોળશાસ્ત્રીઓ આ તમામ ચીજવસ્તુઓને ઓળખવા માટે ખૂબ મહેનત કરતા હોય છે અને ઘણા નવા આવિશકારો અને ઘણી નવી માહિતીઓની ખોજ કરે છે. અરે અત્યાર સુધી બુધ ગ્રહને મૂન કિંગ તરીકે ઓળખવામાં આવતો હતો પરંતુ શનિ ગ્રહ હવે મૂન કિંગ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે વૈજ્ઞાનિકોએ કુલ 145 ચાંદા મામાને શોધી કાઢ્યા છે. અત્યાર સુધી શનિ ગ્રહ ઉપર 83 ચાંદા મામા હતા. પરંતુ વૈજ્ઞાનિકો દ્વારા શિફ્ટ અને સ્ટેક પદ્ધતિનો ઉપયોગ કરી વધુ ચાંદા મામા હોવાનું ખુલ્યું છે.

Advertisement

સૌરમંડળમાં સૌથી વધુ ચંદ્ર ધરાવતા ગ્રહોમાં ફરી શનિએ પોતાનું સ્થાન મેળવી લીધું છે. જોકે, આ વર્ષે ફેબ્રુઆરીમાં એવું બન્યું હતું કે આ સ્થાન ગુરુ ગ્રહે છીનવી લીઘુ હતું. ગુરુ 95 ચંદ્ર સાથે નંબર વન પર પહોંચી ગયો હતો. પરંતુ હવે 62 નવા ચંદ્ર મળતા શનિ ગ્રહના કુલ ચંદ્રની સંખ્યા 145 થઈ ગઈ છે.  તેની સાથે જ શનિ સૌથી વધુ ચંદ્રો ધરાવતો ગ્રહ બની ગયો છે. હાલ સુધી બીજા કોઈ ગ્રહ પાસે આટલી મોટી સંખ્યામાં ચંદ્ર નથી. ફેબ્રુઆરી મહિનામાં ગુરુની આસપાસ 12 નવા ચંદ્રો મળી આવ્યા હતા. ત્યારબાદ તેમના ચંદ્રોની સંખ્યા વધીને 95 થઈ ગઈ હતી. પરંતુ હાલ ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને કહ્યું કે, શનિ પર હવે સૌરમંડળમાં સૌથી વધુ ચંદ્રો છે.

યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયાના ખગોળશાસ્ત્રીએ  કહ્યું કે, શનિ ગ્રહે તેના ચંદ્રોની સંખ્યા લગભગ બમણી કરી દીધી છે. તે સૌરમંડળમાં સૌથી વધુ સંખ્યામાં ચંદ્ર ધરાવતો ગ્રહ પણ બની ગયો છે. 62 નવા ચંદ્રો શોધનાર ટીમમાં પ્રો. બ્રેટ પણ સામેલ હતા.  હાલ શિફ્ટ અને સ્ટીક તકનીક નો ઉપયોગ શુક્ર ગ્રહ માટે પણ કરવામાં આવી રહ્યો છે પરંતુ હજુ સુધી તેમાં કેટલા ચાંદા મામા છે તેનો અંદાજો આવ્યો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.