Abtak Media Google News

મેના પ્રથમ સપ્તાહ માજ સરકારે ડોમેસ્ટિક ક્રૂડ પર વિંડફોલ ટેક્સ પ્રતિટન 4500 નક્કી કર્યા હતો.

સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ ઘટાડ્યો છે. સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ ઓએનજીસી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવી પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ 6,400 રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને 4,100 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો છે. આ કપાત 2 મેથી અમલમાં આવી છે. વિન્ડફોલ ટેક્સમાં વધારો કે ઘટાડો સામાન્ય માણસને કોઈ ફરક પડતો નથી.

Advertisement

સરકારે પેટ્રોલ-ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પરનો વિન્ડફોલ ટેક્સ શૂન્ય પર યથાવત રાખ્યો છે એટલે કે આ પેટ્રોલિયમ ઉત્પાદનો પર કોઈ વિન્ડફોલ ટેક્સ વસૂલવામાં આવશે નહીં. ગયા વર્ષે 1 જુલાઈથી વિન્ડફોલ ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો. પેટ્રોલ અને એટીએફ પર 6 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લિટર નિકાસ ડ્યૂટી વિન્ડફોલ ટેક્સ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી, સરકારે 20 જુલાઈના રોજ પેટ્રોલની નિકાસ પરનો આ ટેક્સ નાબૂદ કર્યો. કેન્દ્ર સરકાર દર 15 દિવસે વિન્ડફોલ ટેક્સની સમીક્ષા કરે છે.

છેલ્લા એક મહિનામાં ત્રણ વખત વિન્ડફોલ ટેક્સ બદલવામાં આવ્યો છે અને હકીકતમાં વિન્ડફોલ ટેક્સ દર 15 દિવસે બદલાય છે.  અગાઉ 4 એપ્રિલે, સરકારે પેટ્રોલિયમ ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ અગાઉ 3,500 રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને શૂન્ય કર્યો હતો. બાદમાં 19 એપ્રિલે ક્રૂડ પર ટેક્સ વધારીને 6,400 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો હતો. દેશમાં ખાનગી ઇંધણ રિફાઇનરોને સસ્તા દરે તેલ વેચવાને બદલે વિદેશી બજારોમાં મજબૂત રિફાઇનિંગ માર્જિનથી નફો મેળવવા માટે સરકારે આ પગલું ભર્યું હતું.તેની અસર સ્થાનિક સ્તરે સામાન્ય લોકો પર દેખાતી નથી, પરંતુ આ અસર તે કંપનીઓ પર જોવા મળે છે જેઓ ઓછી કિંમતે ક્રૂડ ઓઈલ ખરીદે છે અને તેને રિફાઈન કરીને અન્ય દેશોને ઊંચા ભાવે વેચીને મોટો નફો કમાય છે. આ નફા પર સરકાર વિન્ડફોલ ટેક્સ લાગું કરીને કમાણી કરે છે જેથી સ્થાનિક સપ્લાયમાં કોઈ કમી ન આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.