Abtak Media Google News

948 બોટલ દારૂ, 312 બિયરના ટીન અને વાહન મળી રૂા.12.92 લાખનો મુદ્ામાલ કબ્જે: બુટલેગર સહિત બેની શોધખોળ

અબતક, ધર્મેશ રબારી, ધ્રાંગધ્રા

અમદાવાદ-ધ્રાંગધ્રા ધોરી માર્ગ પર આવેલી જ્યોતિ હોટલ નજીક રાજસ્થાન પાસિંગના ટ્રકમાં સફેદ પાવડરની આડમાં છૂપાવેલો રૂા.2.81 લાખની કિંમતનો દારૂ-બિયરનો જથ્થા સાથે રાપર પંથકના શખ્સની ધરપકડ કરી દારૂ અને વાહન મળી રૂા.12.92 લાખનો મુદ્ામાલ કબ્જે કરી દારૂ મંગાવનાર સહિત બે શખ્સોની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે શોધખોળ હાથધરી છે.

અમદાવાદ-ધ્રાંગધ્રા ધોરી માર્ગ પર આવેલી જ્યોતિ હોટલની સામેના ભાગે પાર્ક આરજે27 જીબી 5554 નંબરના બંધ બોડીના ટ્રકમાં વિદેશી દારૂ હોવાની કોન્સ્ટેબલ મયુરભાઇ ચાવડાને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડ્યો હતો.

ટ્રકની તલાશી લેતા સફેદ પાવડરની આડમાં છૂપાવેલો રૂા.2.81 લાખની કિંમતનો 948 બોટલ દારૂ અને 312 બિયરના ટીન સાથે રાપરના કુલદિપસિંહ હનુભા વાઘેલાની ધરપકડ કરી હતી. ઝડપાયેલા શખ્સની પૂછપરછમાં આ દારૂનો જથ્થો વિનોદ મારવાડી નામના શખ્સે આપી ગયાની અને વસીમ નામના બુટલેગરે દારૂ મંગાવ્યાનું ખૂલતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસે બંનેની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.