Abtak Media Google News
પી.એમ. ગતિશક્તિ યોજના અન્વયે દીનદયાળ પોર્ટ ઓથોરીટી દ્વારા રૂ.10 હજાર કરોડના 17 પ્રોજેકટ કાર્યાન્વિત કરાશે

અબતક, ભારતી માખીજાણી, ગાંધીધામ

પ્રધાનમંત્રી ગતિશકિત યોજના હેઠળ દેશમાં એકસૂત્રતાથી માળખાકીય સવલતો માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવેમ્બર-2021માં પ્રગતી મેદાન નવી દિલ્લીથી પ્રધાનમંત્રી ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનની વર્ચુઅલી જાહેરાત કરી હતી એ મૂર્તિમંત કરવાના ભાગ રૂપે આજે દીનદયાળ પોર્ટ ઓથોરીટી ગાંધીધામ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવમાં આવ્યું હતું.

દીનદયાળ પોર્ટ ઓથોરીટીના ચેરમેનશ્રી એસ.કે.મહેતાએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ગતિશકિત યોજના હેઠળ સુગ્રથિત વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રકચર, ગોડાઉન, વાહન વ્યવહાર, રેલ સુવિધા, હવાઈ સુવિધા અને હવે ઈન્ટરનેટ સુવિધાઓ સાથે ભારત આ પ્રોજેકટ દ્વારા ગ્લોબલ પાવર પૂરવાર થશે. વિવિધ 16 મંત્રાલયો અને 50 વિભાગોના સંકલનથી વિકાસ માટે એક કોમન પ્લેટફોર્મ પુરૂ પાડવાનુ ઉત્તમ કામ છે જે આગામી સમયમા વિકાસના નવા દ્વાર ખોલશે. જેના ભાગરૂપે અન્વયે દીનદયાળ પોર્ટ ઓથોરીટી રૂ. 10375.56 કરોડના કુલ 17 પ્રોજેકટ કાર્યાન્વિત કરશે. જેના લીધે દીનદયાળ પોર્ટ ઓથોરીટીની 100મિલિયન મેટ્રીકટન કાર્ગો હેન્ડલીંગની ક્ષમતા થશે.

આ પ્રોજેકેટની વિગતો આપતા તેમણે કહ્યું હતું કે,  રૂ. 42.4 કરોડનું આંતરિક સંસાધનો દ્વારા જૂના કંડલા ખાતે ઓઇલ જેટી નંબર 7 નું બાંધકામ, રૂ. 99.09 કરોડનું આંતરિક સંસાધનો દ્વારા જૂના કંડલા ખાતે ઓઇલ જેટી નંબર 8 નું બાંધકામ, રૂ. 448 કરોડનું કેપ્ટિવ ઉપયોગના ધોરણે OOT-વાડીનાર – દીનદયાળ પોર્ટ પર SPM અને બે પ્રોડકટ જેટી ધરાવતી લિક્વિડ ટર્મિનલ સુવિધાઓનો વિકાસ, રૂ. 343 કરોડનું બીઓટી ધોરણે જૂના કંડલા ખાતે લિક્વિડ કાર્ગો અને શિપ બંકરિગ ટર્મિનલને હેન્ડલ કરવા માટે ઓઇલ જેટીનો વિકાસ, રૂ. 1147 કરોડનું કંડલા ખાતે સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટી (SIPC) નો વિકાસ, રૂ. 123.4 કરોડનું 30 વર્ષના ક્ધસેશન સમયગાળા માટે PPP મોડ હેઠળ બીઓટી ધોરણે તમામ પ્રકારના પ્રવાહી કાર્ગોને હેન્ડલ કરવા માટે ઓઇલ જેટી નંબર 9નું સંચાલન, વિકાસ અને જાળવણ, રૂ. 123.12 કરોડનું 30 વર્ષના ક્ધસેશન સમયગાળા માટે PPP  મોડ હેઠળ બીઓટી ધોરણે તમામ પ્રકારના પ્રવાહી કાર્ગોને હેન્ડલ કરવા માટે ઓઇલ જેટી નંબર 10 નું સંચાલન, વિકાસ અને જાળવણ, રૂ. 361.7 કરોડનું 30 વર્ષના ક્ધસેશન સમયગાળા માટે PPP મોડ હેઠળ બીઓટી ઘોરણે તમામ પ્રકારના પ્રવાહી કાર્ગોને હેન્ડલ કરવા માટે ઓઇલ જેટી નંબર 11 નું સંચાલન, વિકાસ અને જાળવણી,રૂ. 300 કરોડનું 30વર્ષના ક્ધસેશન સમયગાળા માટે PPP મોડ હેઠળ DBOT ધોરણે બર્થ નંબર -14 પર યાંત્રિક ખાતર અને અન્ય સ્વચ્છ કાર્ગો હેન્ડલિંગ સુવિધાઓ, રૂ. 171.32 કરોડનું ઓઇલ જેટી વિસ્તાર, કંડલામાં પાઇપલાઇન પ્રોજેક્ટનું રિપ્લેસમેન્ટ અને રિવેમ્પિંગ, રૂ. 254.32 કચ્છ સોલ્ટ જંકશન પર રોડ ઓવર બ્રિજ (ROB) નું બાંધકામ કરોડનું, રૂ. 39 કરોડનું ગાંધીધામ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર ક્ધવેન્શન સેન્ટરનું નિર્માણ, રૂ. 2250.64 કરોડનું પબ્લિક – પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડ હેઠળ બિલ્ડ, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર (BOT

ધોરણે કંડવા ખાતે કચ્છના અખાત ખાતે તુણા – ટેકરા ( કંડલા ફ્રીકની બહાર ) ની બહાર બહુહેતુક કાર્ગો બર્થનો વિકાસ 18, રૂ. 4243.64 કરોડના ખર્ચે ઙઙઙ મોડ હેઠળ બીઓટી ધોરણે તુણા – ટેકરા, કંડલા પોર્ટ ખાતે ક્ધટેનર ટર્મિનલની સ્થાપના કરાશે, રૂ. 45.51 કરોડનું કાર્ગો જેટી વિસ્તારની અંદર રેલ નેટવર્કનું અપગ્રેડેશન, ક્ધટેનર ફ્રેઇટ સ્ટેશન, ડીપીએ ખાતે રો – રો ટર્મિનલ ( હઝીરા , મુળ દ્વારકા , પીપાવાવ) રૂ. 383.42 કરોડ થઇ કુલ રૂ. 10375.56 કરોડના કુલ 17 પ્રોજેકટ અમલી બનશે જેનાથી કાર્ગોની વાર્ષિક 109.92 મિલિયન મેટ્રીકટન પર એનમ ક્ષમતા વધશે. પી.એમ. ગતિશક્તિ પ્રોજેકટ અન્વયે માળખાકીય સુવિધાઓ એકસુત્રતાથી પારદર્શિતાથી અમલી બનશે તેમજ તેના પગલે રોજગારીની વિપુલ તકો વધશે એમ જણાવ્યું હતુ તેમજ આ યોજનાથી ડી.એ.એ. વેગવંતુ બનશે એમ આ તકે સંબંધિત અધિકારીઓએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.