Abtak Media Google News

આ વર્ષે દેશમાં ૮૮ ઈંચ જેટલો વરસાદ પડવાની ભારતીય હવામાન વિભાગની આગાહી : સૌરાષ્ટ્રમાં જુનના અંતમાં મેઘરાજા હેત વરસાવશે

દેશભરમાં વ્યાપેલા કોરોનાના કહેર અને લોકડાઉનમાં સજજડ બંધની સ્થિતિ વચ્ચે દેશવાસીઓને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી મુશ્કેલ સ્થિતિ વચ્ચે દેશવાસીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. આ આનંદના સમાચાર ભારતીય હવામાન વિભાગે આપતા જણાવ્યું છે કે દેશમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે કેરળમાં ૧લી જૂનથી પ્રવેશનારૂ ચોમાસુ દેશભરમાં ૯૬ થી ૧૦૪ ટકા વરસાદ વરસાવશે જો કે, સૌરાષ્ટ્રમાં ચોમાસુ એક સપ્તાહ મોડુ એટલે કે જૂનના અંત સુધીમાં પ્રવેશશે પરંતુ, ૧૦૦ ટકા કરતા વધારે ટનાટન વરસાદ વરસાવશે આ વર્ષે ચોમાસું સપ્ટેમ્બર માસન અંત સુધી સૌરાષ્ટ્ર પર પોતાની કૃપાદ્રષ્ટિ વરસાવતું રહેશે. ભારે તાપ ફેલાવતા ઉનાળાની ઋતુ મધ્યમાં પહોચતા જગતના તાત ગણાતા ધરતીપુત્રો ચાતક નજરે ચોમાસાની રાહ જોવા લાગે છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ગઈકાલે જાહેર કરેલી ચોમાસાની આગાહી ધરતીપુત્રો માટે આનંદના સમાચાર સમાન પૂરવાર થનારી છે. કેન્દ્ર સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ માધવન રાજીવને ગઈકાલે હવામાન વિભાગની ચોમાસા અંગેના પૂર્વામાનની વિગતો જાહેર કરી હતી. રાજીવનના જણાવ્યું અનુસાર આ વર્ષે દેશમાં વરસાદના લોંગ પિરીયડ એવરેજના આંકડાઓ મુજબ ૧૦૦ ટકા વરસાદ વરસશે જેમાં ૫ ટકા સુધીની વધઘટ થવાની સંભાવના છે. દેશમાં વર્ષ ૧૯૬૧થી ૨૦૧૦ સુધીનાં લોંગ પિરીયડ એવરેજના આંકડાઓ મુજબ ૮૮ ઈચ વરસાદ સરેરાશ નોંધાયો છે. આ વર્ષે પણ ચોમાસુ ૮૮ ઈચની આસપાસ વરસાદ વરસાવશે દેશના વિવિધ વિસ્તારોમાં ૯૬ થી ૧૦૪ ટકા જેટલો સામાન્ય વરસાદ પડશે જે ગત વર્ષની જેમ સતત બીજુ સારૂ ચોમાસું રહેશે. તેમ રાજીવને જણાવીને ઉમેર્યું હતુ કે, ચોમાસું તેના નિયમિત સમય મુજબ કેરળના દરિયાકાંઠેથી ૧ લીજૂનથી દેશમાં પ્રવેશેશે અને સપ્ટેમ્બર માસના અંત સુધી દેશના વિવિધ ભાગોમાં વરસતુ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ચોમાસું ૧૯ જૂનથી પ્રવેશશે જયારે સૌરાષ્ટ્રમાં ૨૬ જૂનથી પ્રવેશશે અને સપ્ટેમ્બર માસના અંત સુધી સતત વરસાદ વરસાશે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસું૧૦૦ ટકા રહેવાની આગાહી કરવામાં આવી હોય સૌરાષ્ટ્રના ધરતીપુત્રોમાં કોરોનાના ફફડાટ વચ્ચે આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.

  • કેરળના દરિયાકાંઠે ૧લી જૂને ચોમાસુ સમયસર દસ્તક આપશે

ભારતીય હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ દેશમાં ચોમાસું લોગ પિરિયડ એવરેજના આંકડાઓ મુજબ સમયસર એટલેકે ૧ લી જૂનથી બેસશે ૧લીજૂને કેરળના દરિયા કાંઠેથી વરસાદ વરસાવતું ચોમાસું ધીમેધીમે આગળ વધશે જો કે, વચ્ચે ચોમાસું આગળ વધતુ અટકી જવાની સંભાવના હોય મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલગાંણા, ઓરિસ્સા વગેરે રાજયોમાં નિયમિત સમય કરતા ચોમાસું ૩ થી ૭ દિવસ મોડુ બેસશે ગુજરાતમાં સુરતમાં ૧૯ જૂનેથી પ્રવેશનારૂ ચોમાસું રાજયભરમાં આગળ વધતુ રહેશે જે સપ્ટેમ્બર માસના અંત સુધીમાં ૧૦૦ ટકાની આસપાસ વરસાદ વરસાવશે ચોમાસું સૌરાષ્ટ્રમાં ૨૬ જૂનની આસપાસ જયારે કચ્છમાં ૩૦ જૂનની આસપાસ વરસાદ વરસાવશે. ભારતીય હવામાન વિભાગ દ્વારા વર્ષમા બે વખત ચોમાસા અંગેની આગાહી કરવામા આવતી હોંય છે. પ્રથમ આગાહી એપ્રીલમાં કરવામા આવે છે. જયારે બીજી આગાહી મે અથવા જૂનમાં કરવામાં આવતી હોય છે. આ વર્ષની પ્રથમ આગાહીમાં હવામાન વિભાગે દેશમાં ૯૬ થી ૧૦૪ ટકા એટલે ૮૮ ઈંચની આસપાસની વરસાદની આગાહી કરી છે. હવે બીજી આગાહી મે અથવા, જૂનમાં કરવામાં આવશે જેમાં કો, કુદરતી કારણોસર ચોમાસું વહેલુંહ કે મોડુ થવાની સંભાવનાઓ જોવા મળે તો તેની આગાહી કરવામાં આવતી હોય છે. હવામાન વિભાગની જેમ ખાનગીમાં ઋતુની આગાહી કરનારી કંપની સ્કાય મેટે આ વર્ષે ભારતમાં ચોમાસા અંગે હજુ સુધી કોઈ આગાહી ક્રી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.