Abtak Media Google News

રાજુલા-૯૮ વિધાનસભા પર કોંગ્રેસ શાસનનું આજે એક વર્ષ  પૂર્ણ થયેલ છે. જેમાં નિષ્ફળ જવાના આક્ષેપ સાથે આજે રાજુલા ભાજપે મૌન રેલી કાઢીને અનોખો વિરોધ કરવામાં આવેલ હતો. રાજુલામાં છેલ્લા ઘણા સમય બાદ ભાજપ દ્વારા વિરોધરુપે રેલી કાઢવામાં આવતા લોકો જોવા ઉમટી પડયા હતા. આ અંગે ભાજપ દ્વારા એવું જણાવેલ છે કે વિધાનસભા રાજુલા-૯૮ માં કોંગ્રેસની જીતનું એક વર્ષ પૂર્ણ થયું જે સદંતર નિરાશાજનક રીતે પબ્લીકના કોઇ જ કામ થતા નહી હોય કોં ને ઢંઢેળવા માટે આ મૌન રેલી યોજવામાં આવેલ હતી. અને શહેરના મુખ્ય માર્ગો પર ફરીને બસ સ્ટેન્ડ પાસે વૃઘ્ધાશ્રમમાં સમાપન થયેલ હતું. આ રેલીમાં જીલ્લા મહામંત્રી રવુભાઇ ખુમાણ, રાજુલા પૂર્વ નગરપાલિકાના ચેરમેન દીલીપભાઇ જોશી તથા મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.