Abtak Media Google News

જીએસટી ઇન્ટેલિજન્સ ડાયરેક્ટોરેટ જનરલે દેશની સૌથી મોટી કેસિનો ચેઇન ડેલ્ટા કોર્પને રૂ. 11,139 કરોડની કથિત જવાબદારી ચૂકવવા જણાવ્યું છે. જોકે, કંપનીએ કહ્યું છે કે તે તેને કોર્ટમાં પડકારશે. ડાયરેક્ટોરેટ જનરલની હૈદરાબાદ સ્થિત ઓફિસે શુક્રવારે ડેલ્ટા કોર્પને સીજીએસટી એક્ટ, 2017 અને ગોવા સ્ટેટ જીએસટી એક્ટ, 2017 મુજબ બાકી ટેક્સ અને દંડ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આરોપ છે કે કંપનીએ જુલાઈ 2017થી માર્ચ 2022ના સમયગાળા માટે જીએસ્તીની ટૂંકી ચુકવણી કરી છે. વ્યાજ અને દંડ સાથે રૂ. 11,139 કરોડની કથિત કર જવાબદારી ચૂકવવાની સલાહ આપવામાં આવી છે, જે નિષ્ફળ જશે તો કંપનીને કલમ 74(1) હેઠળ કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવશે.

Advertisement

જીએસટીની ભરપાઈ કંપની દ્વારા નહીં કરાય તો શોકોઝ નોટિસ પણ પાઠવવામાં આવશે

ડેલ્ટા કોર્પે જણાવ્યું હતું કે,  નોટિસમાં દાવો કરાયેલી રકમ અન્ય બાબતોની સાથે, સંબંધિત સમયગાળા દરમિયાન કેસિનોમાં રમાયેલી તમામ રમતો પર મૂકવામાં આવેલા બેટ્સના કુલ મૂલ્ય પર આધારિત છે.” ગ્રોસ ગેમિંગ રેવન્યુને બદલે ગ્રોસ વેજરિંગ વેલ્યુ પર જીએસટી માંગ એ ઉદ્યોગનો મુદ્દો છે અને આ મુદ્દા અંગે ઉદ્યોગ સ્તરે સરકારને વિવિધ રજૂઆતો કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, કંપનીને કાયદેસર રીતે સલાહ આપવામાં આવી છે કે ડીજીની નોટિસ અને ટેક્સની માંગ મનસ્વી અને કાયદાની વિરુદ્ધ છે અને કંપની આવી ટેક્સ માંગ અને સંબંધિત કાર્યવાહીને પડકારવા માટે ઉપલબ્ધ તમામ કાનૂની ઉપાયોને અનુસરશે.

ટેક્સની ગણતરી ગ્રોસ સટ્ટાબાજીના મૂલ્ય પર આધારિત છે

કંપનીએ કહ્યું કે ટેક્સ શોર્ટફોલ નોટિસ ગ્રોસ સટ્ટાબાજીના મૂલ્ય પર આધારિત છે. આ એકંદર ગેમિંગ આવક આધારિત ગણતરી નથી. આ સંદર્ભમાં, ગેમિંગ ઉદ્યોગ વતી સરકારને ઘણી અપીલ કરવામાં આવી છે. કંપનીએ કહ્યું કે તે આ અંગે તેના કાયદાકીય વિકલ્પો પર વિચાર કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.