Abtak Media Google News
વોર્ડ નંબર આઠમાં આવેલી સ્કૂલમાં માત્ર બે શિક્ષક:એક શિક્ષકને તાલુકા પંચાયતમાં મૂકી દેવાતા વાલીઓમાં રોષ

અબતક, હળવદ

પ્રવર્તમાન કોરોના મહામારીની સ્થિતિમાં ધોરણ 1થી9માં પ્રત્યક્ષ શિક્ષણને બદલે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે ત્યારે હળવદ વોર્ડ નંબર-7માં આવેલી સરકારી શાળા નં-8માં એક શિક્ષકને શાળાને બદલે તાલુકા પંચાયતમાં વધારાની ફરજમાં મૂકી દેવાવામા આવ્યા છે જ્યારે ધો-1 થી 5 મા માત્ર બે શિક્ષક હોવાથી બાળકો વેકેશનની અનુભૂતિ કરી રહ્યા હોય બાળકોના ભવિષ્યને અંધકારમય થતું રોકવા વાલીઓ દ્વારા શિક્ષકને તાલુકા પંચાયતમાંથી મુક્ત કરવા અથવા અન્ય વધારાના શિક્ષકો મુકવા માંગ ઉઠાવી રજુઆત કરી હતી

હળવદ શહેરમાં આવેલ વોર્ડ નંબર-7ના પંચમુખી ઢોરા વિસ્તારની શાળા નંબર 8માં પાછલા ઘણા સમયથી શિક્ષકોની ઘટ હોય તેમ છતાં પણ જવાબદાર તંત્ર બાળકોનું જાણીજોઈને ભવિષ્ય અંધકારમય તરફ ધકેલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અહીં ધોરણ 1 થી 5 માં 138 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જો કે પ્રવર્તમાન કોરોના મહામારીની સ્થિતિ ને ધ્યાને લઇ પ્રત્યક્ષ શિક્ષણ આપવાને બદલે ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે જોકે આ શાળામાં શિક્ષકોની ઘટને કારણે ઓનલાઇન શિક્ષણ પણ બંધ હોવાનું વાલીઓ જણાવી રહ્યા છે સાથે જ શિક્ષકોની ઘટને નિવારવા આજે હળવદ તાલુકા શિક્ષણ અધિકારીને વોર્ડ નંબર-7ના સદસ્ય વાસુદેવભાઈ પટેલ, અનિલભાઈ ઠાકોર, શાંતિભાઈ,દિનેશભાઇ ભરવાડ સહિત વાલીઓ દ્વારા રજૂઆત પણ કરવામાં  આવી હતી

ઓનલાઇન અભ્યાસ કરાવીએ છીએ પરંતુ બાળકો જોડાતા નથી.!

શાળા નંબર-8ના શિક્ષક મનહરભાઈ સોનગરાએ જણાવ્યું હતું કે અત્યારે શાળા નંબર-9 માંથી એક મહિલા શિક્ષિકાને અહીં મૂકવામાં આવ્યા છે જેથી અમે ઓનલાઈન અભ્યાસ માટે વાલીઓના મોબાઇલમાં લિંક તો મોકલીએ છીએ પરંતુ બાળકો જોડાતા નથી તો સાથે ઘણા બધા વાલીઓ એવા પણ છે જેમની પાસે એન્ડ્રોઇડ મોબાઈલ પણ નથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.