Abtak Media Google News
  • ડિગ્રી ઇજનેરીની અંદાજે 62 હજાર અને ફાર્મસીની અંદાજે 8500 બેઠકો પર પ્રવેશ માટે આગામી 31મી માર્ચે ગુજકેટ લેવામાં આવશે
  • ધો.12 સાયન્સમાં વિદ્યાર્થીઓ ઇચ્છે તો તમામ વિષયોની નવેસરથી પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધો.12 સાયન્સની પરીક્ષા પૂર્ણ થઇ ચુકી છે. આ સાથે જ ડિગ્રી ઇજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આગામી 2જી એપ્રિલથી ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે અને ડિપ્લોમા-ડિગ્રી ફાર્મસી માટે 9મી એપ્રિલથી સળંગ દોઢ માસ સુધી કોમન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. મહત્વની વાત એે કે, ધો.12 સાયન્સમાં પ્રથમ વખત ઇમ્પ્રુવમેન્ટ એકઝામ લેવાનું નક્કી કરાયું છે,

Online Registration From 2Nd April For Admission In Degree Engineering And 9Th In Pharmacy
Online registration from 2nd April for admission in degree engineering and 9th in pharmacy

આ એકઝામ પછી ફરીવાર ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.ડિગ્રી ઇજનેરી-ફાર્મસીની પ્રવેશ પ્રક્રિયા સામાન્ય રીતે જૂન-જુલાઇ પછી શરૂ કરવામાં આવતી હોય છે. ગતવર્ષની જેમ ચાલુ વર્ષે પણ વહેલા રજિસ્ટ્રેશન શરૂ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. ડિગ્રી ઇજનેરીની અંદાજે 62 હજાર અને ફાર્મસીની અંદાજે 8500 બેઠકો પર પ્રવેશ માટે આગામી 31મી માર્ચે ગુજકેટ લેવામાં આવનાર છે.

Online Registration From 2Nd April For Admission In Degree Engineering And 9Th In Pharmacy
Online registration from 2nd April for admission in degree engineering and 9th in pharmacy

આ પરીક્ષા પુરી થયા બાદ બે દિવસ પછી તા.2 એપ્રિલથી ડિગ્રી ઇજેનરીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સામાન્ય રીતે ધો.12 સાયન્સમાં બે વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની નવેસરથી પરીક્ષા લેવામાં આવતી હતી. જોકે, હવે ધો.12 સાયન્સમાં વિદ્યાર્થીઓ ઇચ્છે તો તમામ વિષયોની નવેસરથી પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે. જેના કારણે હવે પ્રવેશ સમિતિ દ્વારા પણ પ્રવેશ કાર્યક્રમમાં ફેરફાર કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. અત્યાર સુધી પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી પડેલી બેઠકો પર પ્રવેશ ફાળવવામાં આવતો હતો.

પરંતુ હવે બે વખત પરીક્ષા લેવાની હોવાથી પહેલો રાઉન્ડ પુરો થયા બાદ બીજો રાઉન્ડ શરૂ થાય તે પહેલા ઇમ્પ્રુવમેન્ટ એકઝામમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ અને બાકી રહેલા તમામ વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન શરૂ કરાશે. જે વિદ્યાર્થીઓ ધો.12 સાયન્સમાં નાપાસ થાય તેઓ પૂરક પરીક્ષામાં પાસ થાય તો પણ તેનું રજિસ્ટ્રેશન માન્ય ગણાશે તેવો દાવો સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. જોકે, બન્ને પરીક્ષામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની રજિસ્ટ્રેશન ફી પરત અપાશે કે કેમ તે અંગે કોઇ સ્પષ્ટતાં કરવામાં આવી નથી. આમ, પરિણામ પહેલા રજિસ્ટ્રેશનના કારણે અનેક વિદ્યાર્થીઓએ ફી જતી કરવી પડે તેવી આશંકા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.