Abtak Media Google News

કચ્છએ ગુજરાતનો એક સૌથી મોટો ક્ષેત્રફળ ધરાવતો જીલ્લો છે. કચ્છનું રણ થરના રણનો એક ભાગ છે, જે  ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના સિંધમાં ફેલાયેલું એક જૈવિક ભૂક્ષેત્ર છે. અહીં રણનો અર્થ “ક્ષારીય કળણ” સંપ્રત છે. આ ક્ષેત્રમાં મોસમી કળણ નિર્માણ થાય છે અને તેની વચ્ચે વચ્ચે આવેલા થોડી ઉંચાઈ ધરાવતા  ”મેડક” તરીકે ઓળખાતા  ક્ષેત્રોમાં લીલોતરી ઊગી નીકળે છે.

કચ્છનું સફેદ રણએ ખાસ આકર્ષણ છે.

Dessert Of Kutch
dessert of kutch

પહેલા કચ્છનાં રણમાં સીધું નદી આવતી હતી પરતું ઘણા વષો પહેલા ત્યાં ભુંકપ આવ્યો અને ઉચ્કાવથી અલ્લાહ બંધ નિર્માણ પામ્યો હતો. હાલ આ કળણ કચ્છનો અખાત અને દક્ષિણ પાકિસ્તાનમાં સિંધુના મુખની વચ્ચે આવેલું છે અને 10,000 square miles (27,200 km2) જેટલું વિશાળ ક્ષેત્ર ધરાવે છે. તેના ઈશાન ખૂણે રાજસ્થાનમાંથી નીકળતી લુણી નદી વહે છે.

ફ્લેમિંગો અને રામસર સાઈટ માટે પ્રખ્યાત છે

Litte Rann Flamingoesગુજરાત માં સૌથી વધુ અભયારણ્ય અને વિલુપ્ત થતી પ્રજાતિઓનો એક મહત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે, આ રણ ભારત-મલય ક્ષેત્રમાં આવેલું એક માત્ર પૂર ધરાવતું ઘાસનું મેદાન છે.

કચ્છના રણમાં નીલગાય અને ધૂડખર એ ખાસ આકર્ષણ છે

Nilgai Group At Little Rann Of Kutch આ ક્ષેત્રની એક તરફ રેતાળ રણ અને બીજી તરફ સમુદ્ર આવેલો હોવાથી અહીં સુંદરવન અને રણના કંટાળી વનસ્પતિ ધરાવતા વિવિધપ્રકારના નિવસન તંત્રો નિર્માણ પામ્યા છે.

Little-Rann-Of-Kutch-Wild-Ass-Wildlife-Sanctuary
little-rann-of-kutch-wild-ass-wildlife-sanctuary

અહીંના ઘાસના મેદાન અને રણમાં જીવનારી પ્રજાતિઓએ આ ક્ષેત્રના કપરા વાતાવરણ સાથે અનુકુલન કરેલું છે. આમા કેટલાક પ્રાણીઓ અને વનસ્પતિઓ સમગ્ર વિશ્વમાં માત્ર આજ ક્ષેત્રમાં જોવા મળે છે અને કેટલાંક વિલુપ્ત પ્રજાતિના પ્રાણીઓ અને વનસ્પતિઓ છે એટલે જ તો અમિતાભ બચ્ચને કહ્યું છે “કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા”

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.