Abtak Media Google News

બીએસએનએલ એસ.સી./એસ.ટી. એસો.ના લીડર એન.જી.પરમાર, એચ.ડી. પરમાર ડીસ્ટ્રી. સેક્રેટરીની યાદીમાં જણાવાયું છે કે, ઓલ ઈન્ડીયા એસ.સી./એસ.ટી. વેલફેર એસો.ના કેન્દ્ર રાજય સરકારનું તમામ ડીપાર્ટમેન્ટનાં મુખ્ય હોદેદારો, લિડરોની આગેવાની હેઠળ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એકટ્રોસીટી એકના જજમેન્ટને પરત ખેંચવા બાબતે કલેકટર દ્વારા રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને અપીલ સાથે એક આવેદનપત્ર મોકલ્યું છે. આ કાયદાને હજી વધુ અસરકારક એટલા માટે બનાવવી જ‚ર છે કે સમગ્ર ભારત દેશનાં ગામડાઓ, તાલુકાઓમાં રહેતા અનુ.જાતી/જનજાતીનાં પરિવારો પર જોર જુલ્મ ભયંકર અત્યાચારો થાય છે. તેમજ સ્ત્રીઓ પર છેડતી તથા બળાત્કારના બનાવો પણ ઘણા જ બને છે. આવા પરિવારોને ધાક ધમકી મળતા પોલીસ સ્ટેશન સુધી જઈ શકતા નથી. એકટ્રોસીટી એકટને હજી વધારે કડક બનાવવા જરૂરી છે. આ કાયદો આવા કચડાયેલા પછાતોમાટે જીવાદોરી સમાન છે.

Advertisement

કાર્યક્રમને સફળ બનાવવા બીએસએનએલના એન.જી. પરમાર, એચ.ડી. પરમાર, સાજન પરમાર, રેલવે કે.એલ. વાઘેલા, સી.ટી. રાઠોડ, ઈન્કમ ટેક્ષ એમ.બી. દવે, અન્ય કર્મચારી લીડરોએ જહેમત ઉઠાવેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.