Abtak Media Google News

જામનગરની એચ.આર. માડમ અને રાજકોટની એજી ઓફિસની ટીમો વચ્ચે ખેલાયો ફાઇનલ મેચ: 1-0થી એજી ઓફીસ બન્યું વિજેતા

રાજકોટ સીટી પોલીસ, જ્યોતિ સી.એન.સી. ઓટોમેશન લિમિટેડ તેમજ એહસાસ ટ્રસ્ટ છેલ્લા 10થી વધુ વર્ષોથી દર વર્ષે ગુજરાત રાજ્યમાં પ્રસિદ્ધ ઓપન ગુજરાત ફુટબોલ ટુર્નામેન્ટનુ આયોજન કરે છે જેમાં સમગ્ર ગુજરાતની ટિમો ભાગ લે છે. આ ટુર્નામેન્ટ નો મુખ્ય હેતુ સમગ્ર ગુજરાત ક્ષેત્રે રમત ગમત ને પ્રોત્સાહન આપવા અંગેનો છે. ત્યારે વધુ એકવાર રાજકોટ સીટી પોલીસ અને જ્યોતિ સીએનસી દ્વારા 11મી ઓપન ગુજરાત ફૂટબોલ ટુર્નામેન્ટ ’જ્યોતિ ચેલેન્જ કપ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ફાઇનલ મેચ ગુરુવારે યોજાયો હતો.

ફાઇનલ મેચ રાજકોટ એજી ઓફીસ અને જામનગર એચ. આર. માડમ ટીમ વચ્ચે યોજાયો હતો. ફાઇનલ મેચમાં એજી ઓફીસ રાજકોટની ટીમે 1-0 જીત હાંસલ કરી હતી.

રાજકોટ સીટી પોલીસ અને જયોતિ ચેલેન્જર કપ આયોજીત ફુટબોલ ટુર્નામેન્ટમા વિજેતા ટીમને રૂ. 51 હજાર, રનર અપને રૂ. 35 હજાર અને ત્રીજા સ્થાને આવનારી ટીમને રૂ. 21 હજારનું  પુરસ્કાર આપવામાં આવ્યું હતું.

11મી ઓપન ગુજરાત ફૂટબોલ ટુર્નામેન્ટ (દિવસ અને રાત્રી) એટલે રાજકોટ સીટી પોલીસ અને જ્યોતિ ચેલેન્જર કપ-2023 આયોજન એસીપી એમ.આઇ. પઠાણની આગેવાની માં તારીખ 05 જાન્યુઆરી થી 12 જાન્યુઆરી 2023 સુધી રેસ કોર્સ સ્થિત ફૂટબોલ મેદાન ખાતે કરવામાં આવ્યું હતું.

આ ટુર્નામેન્ટમાં રાજ્યની 25 ટીમોએ ભાગ લીધો હતો.  દરેક ખેલાડીઓ માટે રહેવાની સુઘડ વ્યવસ્થા સ્પોર્ટ્સ હોસ્ટેલ, રેસકોર્સ ખાતે કરવામાં આવી હતી. દરેક ખેલાડીઓ માટે સવારે ચા નાસ્તો, બંને સમયનું ભોજન તેમજ એનર્જી ડ્રિન્કની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટનું પ્રથમ વખત ઓલ ઇન્ડીયા ફુટબોલ ફેડરેશનમાં રજિસ્ટ્રેશન કરેલ હોવાથી ખેલાડીઓ માટે સેન્ટ્રલાઈઝડ રજિસ્ટ્રેશન સિસ્ટમનો અમલ કરવામાં આવ્યો હતો. તેમજ દરેક મેચની વિગતો એ.આઇ.એફ. એડ. પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટની સંપૂર્ણ મેચોમાં સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના ક્વોલિફાઈડ રેફરી તેમજ ટેક્નિકલ સ્ટાફે પણ સેવા આપી હતી.

આ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન ટીમને રૂ. 51000, રનર અપને રૂ. 35000, ત્રીજા સ્થાનવાળી ટીમને રૂ. 21000નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું તેમજ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. દરેક મેચમાં રમતનું સુંદર પ્રદર્શન કરનાર ખેલાડીને મેન ઓફ ધી મેચનું ઇનામ આપવામાં આવ્યું હતું. તેમજ ટૂર્નામેન્ટના અંતે અલગ અલગ પોઝિશન પર શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓને ટ્રોફીઓ તથા ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ટૂર્નામેન્ટની 11મી સિઝનને સફળ બનાવવા માટે રાજકોટ સીટી પોલીસના અધિકારીઓ એમ.આઇ પઠાણ (એ.સી.પી), એમ.બી. મકવાણા (આર.પી.આઈ), એસ.બી. ઝાલા (આર.પી.આઈ), રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાલા, વાયસીસી ફૂટબોલ કલ્બ – રાજકોટ ના પ્રમુખ જયેશભાઈ કનૌજિયા તેમજ એહસાસ ટ્રસ્ટ ના પ્રમુખ  નિશ્ચલભાઈ સંઘવી જહેમત ઉઠાવી હતી.

ઉપરાંત પોલીસ અધિકારીઓ અનિલભાઈ દવે (એ.એસ.આઈ), પરેશભાઈ સોઢા (એ.એસ.આઈ),  હરેન્દ્રભાઈ જાની (એ.એસ.આઈ),  અન્ય સ્પોર્ટસમેન તેમજ ડિસ્ટ્રીકટ ફૂટબોલ એસોસિએશનના સિનિયર ખેલાડીઓ જહેમત ઉઠાવી હતી.

વિજેતા ટીમને રૂ. 51 હજાર તેમજ રનર અપ ટીમને રૂ. 35 હજારનું ઇનામ અપાયું

આ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન ટીમને રૂ. 51000, રનર અપને રૂ. 35000, ત્રીજા સ્થાનવાળી ટીમને રૂ. 21000નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું તેમજ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. દરેક મેચમાં રમતનું સુંદર પ્રદર્શન કરનાર ખેલાડીને મેન ઓફ ધી મેચનું ઇનામ આપવામાં આવ્યું હતું. તેમજ ટૂર્નામેન્ટના અંતે અલગ અલગ પોઝિશન પર શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓને ટ્રોફીઓ તથા ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાજ્યભરની 25 ટીમોએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું : પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ

સમગ્ર ટુર્નામેન્ટના આયોજન અંગે પોલીસ કમીશ્નર રાજુ ભાર્ગવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેર પોલીસ અને જ્યોતિ સીએનસીના સંયુક્ત પરિક્રમથી ઓપન ગુજરાત ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ જ્યોતિ ચેલેન્જ કપના નામથી ઓળખવામાં આવે છે. આ ટુર્નામેન્ટની શરૂઆત વર્ષ 2012થી કરવામાં આવે છે અને આ વર્ષે 11મો જ્યોતિ ચેલેન્જ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ફાઇનલ મેચ એજી ઓફીસ રાજકોટ અને જામનગરની એચ.આર. માડમ ટિમો વચ્ચે રમાયો હતો. જેમાં રાજકોટ એજી ટીમેં 1-0 થી મેચ જીતીને ચેમ્પિયન બન્યું છે. ટુર્નામેન્ટમાં રાજ્યભરમાંથી 25 ટિમોએ ભાગ લીધો હતો અને તમામ ટીમોએ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. સમય જતાં આ ટૂર્નામેન્ટ ખૂબ જ પ્રચલિત થઈ રહી છે જેના પરિણામે દર વર્ષે ટીમોમાં પણ વધારો થઈ રહ્યો છે. ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવતી ટીમોની તમામ વ્યવસ્થા રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવે છે. આજે વિજેતા થયેલી ટીમને ટ્રોફી અને ઇનામ સ્વરૂપે રૂ. 51000 આપવામાં આવ્યા છે. બીજા નંબરની ટીમને રૂ. 35000 અને ત્રીજી ટીમને 21000 રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.