Abtak Media Google News

વોર્ડ નં.3, 5, 6, 15 અને 16માં છેલ્લા 1-5-20 થી 30-4-21 સુધીમાં કરેલા ગેરકાયદેસર બાંધકામને નોટીસો પાઠવી તેમાં 260 (1) મુજબની કેટલી અને 260 (2) મુજબની કરેલી નોટિસો આપી તેની વિગતો જણાવશો.

Advertisement

રાજકોટમાં કેટલા વોકળા છે તેમાંથી કેટલા વોકળા તા.10-4-21 સુધીમાં સફાઈ થયા છે તેની તારીખ સહિત વિગત જણાવવા માંગ કરી હતી. જ્યારે કોમલબેન ભારાઈએ પ્રશ્ર્ન પુછવામાં આવ્યો હતો કે, પ્રિ-મોન્સુન કામગીરીનો એકશન પ્લાન આપવો તેમજ કઈ કઈ શાખાએ શું શું કામગીરી કરવામાં આવશે તેની વિગતો. શહેરમાં રખડતા ઢોર પકડેલા હોય તેમાંથી કેટલા ઢોર મ.ન.પા.માં ઢોર ડબ્બામાં મૃત્યુ થયેલા છે. તેમજ કેટલા ઢોર ચોરાઈ ગયા છે ? તમામ વિગતો અને પોલીસ ફરિયાદની નકલ સહિતની માહિતી આપી.

કોર્પોરેટર મકબુલભાઈ દાઉદાણીએ પુછેલા પ્રશ્ર્નમાં રાજકોટ મ.ન.પા. હસ્ત ચાલતા તમામ પ્રોજેકટની વિગતો આપશો, શહેરમાં ટોલ ફ્રી નંબર બાબતે કોની કોની અને કેટલી કેટલી રજૂઆતો મળેલી છે તેમજ મ્યુનિ. કમિશનર દ્વારા શું શું કાર્યવાહી કરવામાં આવેલ છે ? શહેરમાં મ.ન.પા. હસ્તકની કેટલી પ્રોપર્ટી છે. તેમજ મ.ન.પા દ્વારા વર્ષ 2015 પછી કેટલી નવી પ્રોપર્ટી (મિલકત)ની ખરીદી કરાઈ છે ? અને કેટલી નવી ઉભી કરાઈ છે ?

વશરામભાઈ સાગઠીયાએ પુછ્યું હતું કે, કોરોનાને લગતી નીચે મુજબની વિગતો આપવી. તા.1-2-21 થી 10-5-21 સુધીમાં વોર્ડ નં.1 થી 18માં વોર્ડવાઈઝ કોરોનાના કેટલા કેશો નોંધાયા ? અને વોર્ડવાઈઝ મૃત્યુ કેટલા થયા ? તેની વિગતો આપવી, રાજકોટમાં વોર્ડ નંબર 1 થી 18માં આરોગ્ય કેન્દ્રો કેટલા મેડીકલ સેટઅપ મુજબ દરેક વોર્ડ હોસ્પિટલમાં કેટલી જગ્યાઓ અને કઈ કઈ પોસ્ટની ખાલી છે ?, કોરોનાના કાળ દરમિયાન કેટલા વાહનો ભાડે રાખ્યા અને તેમાં પ્રાઈવેટ પાર્સીંગ કેટલા અને કોમર્શીયલ પાર્સીંગ કેટલા ? ખર્ચ કેટલો, રાજકોટ મહાનગરપાલિકાની હદમાં દવાખાના કેટલા ? તેમાં કોવીડના કેટલા ? અને લેબોરેટરીઓ કેટલી ? તેની વિગતો.  કોરોના પાછળ કોર્પોરેશન દ્વારા કેટલો ખર્ચ થયો ? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસેથી કેટલા કેટલા નાણા આવ્યા તેની વિગત, રાજકોટમાં એન્ટીજન્સી તેમજ આરટીપીસીઆરના ટેસ્ટ કેટલા થયા ? કોર્પોરેશને કેટલા ટેસ્ટ કરાવ્યા, કોર્પોરેશ દ્વારા માસ્કના દંડ કેટલો વસુલ્યો ? કોર્પોરેશનના કેટલા કર્મચારીઓને કોરોના થયો અને કેટલાના મૃત્યુ થયા અને કોરોનાનો સર્વે કેટલો કર્યા અને ઓપીડી કેટલા લોકોની કરી ?, વોર્ડ નં. 1 થી 9માં વોર્ડવાઈઝ પાણીની ફરિયાદો કેટલી અને ક્યાં ક્યાં પ્રકારની તા.1-2-21 થી 30-4 સુધીની વિગતો આપવી, રાજકોટ મહાનગરમાં છેલ્લા બે મહિનામાં મચ્છરની ફરિયાદો કેટલી ? મચ્છરજન્ય રોગના કેસો કેટલા નોંધાયા અને મચ્છરનો ઉપદ્રવ અટકાવવા ક્યાં ક્યાં પગલા લીધા તેની વિગતો આપવા માગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.