Abtak Media Google News

ગાડી ખરીદીની દરખાસ્તને વહિવટી મંજૂરી આપવાની માંગણી મ્યુનિ.કમિશનરે ફગાવતા નવતર પ્રયોગ

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શાસક પક્ષના નેતા માટે અને ફાયર ઇમર્જન્સી શાખાના ચેરમેન માટે ગાડી લેવા માટે લીલી ઝંડી આપી દીધી હતી. 50 લાખ ની નવી કારો ખરીદવાના હઠાગ્રહ નો લેખિતમાં વિરોધ કરી વિસ્તૃત આવેદન પત્ર કોંગ્રેસના આગેવાનો અને લોક સંસદ વિચાર મંચ દ્વારા આપવામાં આવેલ હતું. રજૂઆતમાં મ્યુનિસિપલ કમિશનરને શાસક પક્ષના નેતા અને ફાયર ચેરમેનની ગાડી અંગે વહીવટી મંજૂરી ન આપવા અપીલ કરવામાં આવી હતી.

પરંતુ તે લેખિત રજૂઆત બાદ કમિશનરે જવાબ નહી અપાતા સાંજે 5:00 કલાકે શાસક પક્ષના નેતા અને ફાયર ઇમર્જન્સી ના ચેરમેન બંને માટે નવી નકોર અફલાતૂન ગાડી કમિશનરને અર્પણ કરવામાં આવી હતી. નવી કાર માટે હરખ પદુડા બંને પદાધિકારીઓની કાર આપવા માટે કમિશનર બ્રાંચમાં રાજકોટ મહાનગરપાલિકાના વિજિલન્સ ઓફિસર ડીવાયએસપી ઝાલા સાથે કમિશનર બ્રાંચમાં જવા બાબતે ચકમક ઝરી હતી અંતે બંને ગાડીઓને જનરલ રજીસ્ટરી બ્રાંચમાં આવેદનપત્રના બીડાણ સાથે રજુ કરી ફાળવી દેવામાં આવી હતી ગાડી એક હથિયાર ન હોવા છતાં કમિશનર બ્રાન્ચમાં ગાડી લઈને જવા કોના આદેશથી પાબંદી લગાવી હતી.

કમિશ્નરને ગાડીઓ અર્પણ કરવાના અને અપાયેલા આવેદનપત્રમાં રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના પૂર્વ નેતા પ્રવિણભાઇ રાઠોડ, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ગજેન્દ્ર સિંહ ઝાલા, ફરિયાદ સેલના ભાવેશ પટેલ, યુથ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી ચંદ્રેશ રાઠોડ, લોક સંસદ વિચાર મંચના ધીરુભાઈ ભરવાડ, નારી સુરક્ષા સમિતિના હિતાક્ષીબેન વાડોદરિયા સહિતના રાજકીય- સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.