Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તથા નવસારીના સાંસદ સી.આર. પાટીલની વર્ચ્યુઅલ હાજરી આપશે

રૂપાણી સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્ય સરકાર દ્વારા હાલ સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. જેમાં પ્રતિદિન અલગ અલગ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. આવતીકાલે વિકાસ દિવસની ઉજવણી અંતર્ગત કોર્પોરેશન દ્વારા રૂા.13.21 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને 10.37 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, ડ્રેનેજ સમિતિ ચેરમેન હિરેનભાઈ ખીમાણીયા, વોટર વર્કસ કમિટી ચેરમેન દેવાંગભાઈ માંકડ, હાઉસિંગ સમિતિ ચેરમેન વર્ષાબેન રાણપરા તથા બાગબગીચા અને ઝૂ સમિતિ ચેરમેન અનિતાબેન ગોસ્વામીએ જણાવ્યું છે કે, રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષની ઉજવણી અંતર્ગત મહાપાલિકા દ્વારા વિકાસ દિવસ અંતર્ગત જુદા જુદા વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા આવાસ ફાળવણી ડ્રો આવતી કાલે સવારે 9:45 કલાકે પૂ.પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે યોજાશે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તથા નવસારીના સાંસદ સી.આર. પાટીલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાશે.

શહેરના જુદા જુદા વોર્ડમાં વિવિધ વિકાસ કામો પૈકી રૂ.13.21 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા રૂ.10.37 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત મળી કુલ રૂ.23.58 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થશે. આ ઉપરાંત, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામી રહેલ ઈડબલ્યુએસ-2ના 1676 આવાસોના ફાળવણી ડ્રો પણ કરવામાં આવનાર છે.કાર્યક્રમનું દિપ પ્રાગટય ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરીના વરદ કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.

આ પ્રંસગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પ્રદેશ ભાજપ બક્ષી પંચ મોરચના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, કોર્પોરેટર અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી વિગેરે ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.