Abtak Media Google News

વિશ્વભરમાં કોરોનાના કેસ વધતા ભારત સરકાર એલર્ટ

ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં ફરી કોરોનાએ કોહરામ મચાવતા ભારત સતર્ક બની ગયું છે. આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા દ્વારા તમામ રાજયના આરોગ્ય મંત્રી તથા સચિવ સાથે તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. દરમિયાન કોરોનાના નવા વેરિઅનટની જાણકારી મેળવવા માટે હવે તમામ નવા કેસનો જીનોમ સિકવન્સિંગ રિપોર્ટ કરાવવા આદેશ આપવામાં આવ્યો છે.

Advertisement

વિશ્વના અનેક દેશોમાં કોરોનાએ ફરી માથુ ઉંચલું છે. ચીનના કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. દવાખાનામાં જગ્યા નથી. લાશોના અંતિમ સંસ્કાર માટે પણ લાંબુ વેઇટીંગ છે. વિશ્વમાં ફરી કોરોનાના કેસ વધતા ભારત સરકાર એલર્ટ બની ગઇ છે. આજથી કોરોનાના નવા કેસ નોંધાય તે તમામ કેસમાં દર્દીના જીનોમ સિકવન્સિંગ રીપોર્ટ કરવા આદેશ આપવામાં આવ્યા છે.

જીનોમ રિપોર્ટથી કોરોનાના નવા વેરિઅન્ટ અંગે ખ્યાલ આવી જાય છે અને આ નવા વેરીઅન્ટને અટકાવવા માટે પગલા લઇ શકાય છે. ભારતમાં મોટાભાગના રાજયમાં હાલ કોરોનાના કેસ કાબુમાં છે. પરંતુ જે રીતે વિશ્વભરમાં કોવિડના કેસ વધી રહ્યા છે. તેનાથી ભારત એલર્ટ બની ગયું છે. ફરી ભારતમાં કોરોના તાંડવ ન મચાવે તે માટે સરકાર સતર્ક બની ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.