Abtak Media Google News

આરોગ્ય ભારતીના સહયોગથી યોજાશે કેમ્પ: આયુર્વેદ અને હોમીયોપેથી દ્વારા થશે સારવાર

બજરંગદળ યુવા સંસ્કાર સપ્તાહના ઉપક્રમે બજરંગદળ અને આરોગ્ય ભારતી દ્વારા આગામી તા.૨ના રોજ મંગળવારે રાધેશ્યામ ગૌશાળા, રૈયાધાર ખાતે સવારે ૧૦ થી ૧૨ સુધી વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે. જેમાં જિલ્લા સરકારી આયુર્વેદ અને હોમિયોપેથી દવાખાનાનો સહયોગ મળશે.

અબતકની મુલાકાતે આવેલા આગેવાનોએ કહ્યું હતું કે, કેમ્પમાં જાણીતા તબીબ ડો.એન.જે.મેઘાણી (એમ.ડી પીએચડી)ના માર્ગદર્શન મુજબ હોમિયોપેથી દવા આપવામાં આવશે. જીલ્લા આયુર્વેદ અધિકારી ડો.ભાનુભાઈ મેતાના માર્ગદર્શન હેઠળ ડો.જીતેશ પાદરીયા, આયુર્વેદ ચિકિત્સક પેટના રોગો અને અન્ય તમામ રોગોની આયુર્વેદ દવા વડે સારવાર કરશે તથા લાઈવ આયુર્વેદ ઉકાળાનું પાન કરાવશે.

ડો.નીલાબેન જયેશભાઈ જાની આયુર્વેદ દંત ચિકિત્સક ડો.જયસુખ મકવાણા, ડો.સંજય અગ્રાવત, ડો.હાર્દિક જોબનપુત્રા અને મોનીકા ભટ્ટ વિગેરે સેવા આપશે. જેમાં આયુર્વેદની જાલંધર બંધ પઘ્ધતિથી દાંત કાઢી અપાશે તથા ટોકન ભાવે દાંતની બત્રીસી પણ બનાવી આપવામાં આવશે.

ડો.મંધારા હુડા (બી.પી.ટી.) સાંધાના દુખાવા અને કમર દર્દ તથા પેરેલીસીસ, કંપવા કે અન્ય કસરત દ્વારા મટતા રોગોમાં તે માર્ગદર્શન આપશે. આ સાથે એકયુપ્રેસર દ્વારા અને સુઝોક વડે મટતા રોગો માટે જાગૃતિબેન ચૌહાણ સેવા આપશે.

મેડિકલ ઓફિસર ડો.મુકેશ કરગથરા અને આરોગ્ય ભારતીના ડો.ભાસ્કરભાઈ ભટ્ટ હોમીયોપેથીક સારવાર આપશે. પ્રવિણગીરી ગોસ્વામી (ગીરીબાપુ) ઘરેલું ઉપચાર અંગે માર્ગદર્શન આપશે. આરોગ્ય ભારતીના ભરતભાઈ પટેલ, વિપુલભાઈ પરમાર અને ટીમ દ્વારા કેમ્પ સ્થળ પર વનૌષધિનું પ્રદર્શન ગોઠવવામાં આવશે.

કેમ્પને સફળ બનાવવા બજરંગદળનાસભ્યો હર્ષદભાઈ સરવૈયા, મનોજભાઈ કદમ, ધનરાજભાઈ રાધાણી, રશ્મિનભાઈ પંચાસરા, મહાવીરસિંહ જાડેજા, જીતેશભાઈ રાઠોડ તથા ડો.જયસુખભાઈ મકવાણા, ભરતભાઈ કોરાટ, પ્રવીણગીરી ગોસ્વામી, હિતેષભાઈ બોરીચા, હિતેન્દ્રભાઈ સોલંકી જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.