Abtak Media Google News

ઉમેદવારી પત્રો ભરતી વખતે જોવાતાં શુભ-અશુભનાં ચોઘડીયાંઆપણો દેશ સદીઓથી શુકન-અપશુકન અને મુહૂર્ત- કમૂરતા, સામી જાળ સહિત જયોતિષી ગણિતમાં માનતો આવ્યો છે. પાંચ પાંડવો પૈકીના એક સહદેવ આવી વિદ્યામાં નિપૂર્ણ હતા એવું આપણાં પુરાણગ્રન્થો દર્શાવે છે.

આપણે ત્યાં જયોતિષ જોવડાવવામાં માતો એક બહુ મોટો વર્ગ છે.લોકસભાની ચૂંટણી સંબંધમાં જયોતિષીઓના ટીપણાં ‘બિઝી બિઝી’ રહેવા લાગ્યા છે. અભ્યાસીઓનું કહેવું છે કે, શકુન શાસ્ત્ર બે ભાગમાં વહેંચી શકાય, એક તો ગ્રહ, નક્ષત્ર, રાશિ, તિથિ આદિ પર આધાર રાખતા ફલિત જયોતિષ સાથે  સંબંધ ધરાવતું શકુન શાસ્ત્ર અને બીજાું પદાર્થો  દ્વારા પરિણામો પ્રગટ કરનારું શકુન શાસ્ત્ર, સામાન્ય રીતે આ બંનેને અલગ પાડવાનું શકય નથી. કારણ કે દ્રશ્ય શકુનોમાં પણ કાલ (દિનાદિ) સ્થાન, નક્ષત્ર વિગેરે બાબતોનો વિચાર કરવાનો હોય છે. એનાથી જ જુદા જુદા પરિણામો નિશ્ર્ચિત થાય છે. આ જ રીતે ફલીતમાં પણ બ્રાહ્મ સંકેતોની જરુર હોય છે. પરંતુ એક હદ સુધી શકન અને જયોતિષનું જાુદાપણું સંભવ છે. આપણે અહીં શકુનનો વિચાર કરીએ.

શકુન ઘણી જાતનાં છે. પશુ પક્ષીના શબ્દો તથા તેમની ચેષ્ટાઓ, સ્વપ્ન, પોતાના અંગોનું ફરકવું અથવા શરીરના જુદા જુદા ભાગોમાં ખજવાળ આવવી, આકાશમાંથી જુદા પ્રકારની વર્ષા કે ગ્રહોની આકૃતિના ભયનું પરિવર્તન, વનસ્પતિ તથા તૃણમાં માસ પરિવર્તન, પ્રતિમા પાષાણ તથા જળમાં ખાસ લક્ષણો દેખાવાં, યાત્રા આદિમાં મળનારા પદાર્થ, છીંક-આ શકુનના મુખ્ય ભેદો છે.

વૈજ્ઞાનિક વેધશાળાઓ હરજી પ્રકૃતિના સુક્ષ્મ પ્રભાવનું ઘણું થોડું વિવરણ જાણી શકી છે. નાઇલ નદીમાં પૂર આવવાથી કે એબિસિનિયામાં વર્ષા થવાથી ભારતની વર્ષા ઉપર શી અસર થશે એ બતાવવું તે સૂક્ષ્મ વિજ્ઞાન નથી. એ સ્વીકૃત હકીકત છે કે અરબી સમુદ્રની વરાળ જો આફ્રિકામાં વરસાદ બની જાય તો સમુદ્રના બીજા કિનારાના દેશ ભારતમાં વરસાદ ત્યાંના વાયુથી ઓછો થશે. આમ શકુના શાસ્ત્રના જ્ઞાન માટે પ્રકૃતિ અને પશુઓની પ્રભાવ-ગ્રહણશકિત અને તેને સૂચિત કરવાનો પ્રહાર ઘણો સૂક્ષ્મતાથી જાણવો પડશે. આજે આ જ્ઞાનનો લગભગ નાશ થતો જાય છે.

પશુ-પક્ષીઓનાં શકુન

પ્લેગ આવવાનો હોય તો પહેલા ઊંદર મરવા માંડે છે. આ તો આજનું શકુન છે. કૂતરાં સવારના પહોરમાં સૂર્ય તરફ મોં કરીને રડવા લાગે તો કંઇ અમંગલ થવાનું સૂચન કરે છે. આ સૂક્ષ્મ શકુન છે. ગધેડા ગામમાં દોડે ને ભૂંકવા માંડે, રાતના બિલાડીઓ તથા શિયાળ કારણ વિના રડતાં હોય, તો તે અમંગળ સૂચક છે. કારણ વિના બિલાડી, શિયાળ કે કૂતરાં રુંવે તો તેની નજીક જ કોઇનાં મૃત્યુની આગાહી છે. ઘરના પશુ-ગાય ઘોડો કે હાથી કારણ વિના આંસુ સારે અથવા બરાડા પાડે તો પણ અમંગળ થાય છે.

ઉપરથી ઢેઢ ગરોળી શરીર પર પડે: અથવા કાકીડો દોડીને શરીર પર ચઢી જાય તો કયાં અંગ પર તેના ચઢવાથી શું પરિણામ આવે એ શકુન શાસ્ત્રના ગ્રંથોમાં વિસ્તારપૂર્વક વર્ણવ્યું છે. આ જ રીતે શરદ ઋતુના પ્રારંભમાં સૂર્ય હસ્તી, નક્ષત્રમાં આવે ત્યારે ખંજન પક્ષીના દર્શનનું ફળ પણ દિશાના ભેદથી વર્ણવ્યું છે. કાગડાના શબ્દ પ્ર્રમાણે ભવિષ્ય જ્ઞાનનું વર્ણન ઘણું વિસ્તાર પૂર્વક પ્રાચીન ગ્રંથોમાં છે.

આવી રીતે અનેક પશુ-પક્ષીઓ, સૂર્ય વગેરે અને કીડાઓની ચેષ્ટાઓ અનુસાર પરિણામ જાળવાની પ્રથા છે. મુસાફરી કરવાના સમયે માર્ગમાં કર્યુ પશુ કે પક્ષી કઇ દિશામાં કેવી રીતે મળે તો શું ફળ મળે તે વિશે શકુનના જાણાારા એ શાસ્ત્રોમાંથી જાણી લે છે.

જેમ કે મુસાફરીમાં મૃગનું ટોળું જમણી બાજુ જાય, નોળીયું કે લોમડી દેખાય, બળદ કે વાછડા સાથે ગાય, બ્રહ્મચારી લીલા ફળ વગેરે નજરે ચઢે તો એ બધાં શકુન શુભસૂચક છે. મુસાફરીમાં બિલાડી માર્ગ કાપીને સામેથી ચાલી જાય, અથવા વિશાળ ડાબી તરફથી જમણી તરફ માર્ગ કાપી નીકળી જાય તો પાછાં ફરી જવું હિતાવહ છે. આ શકુન મુસાફરીમાં આપત્તિનાં સૂચક છે.

અંધ વિશ્ર્વાસ કહીને કોઇ સત્ય વસ્તુને હાંસીમાં ઉડાડવી એક વાત છે અને તેની પાછળના રહસ્યોની શોધ કરવી બીજી વસ્તુ છે. ગામડાના લોકો જાણે છે કે ગામમાં પ્લેટ આવવાનો હોય ત્યારે ગોરેયા નામનું પંખી પહેલાથી જ ગામ છોડી જાય છે. એ પ્રમાણે બીજાં પશુ પક્ષીઓને પણ આપત્તિનું પૂર્વજ્ઞાન થઇ જાય છે. આપત્તિને સૂચિત કરવાની તેમની ચેષ્ટાઓ જુદા જુદા પ્રકારની હોય છે. પણ પશુ-સ્વભાવ છે કે તેમને પ્રસન્નતા કે આપત્તિની પૂર્વે જે અગમનો અનુભવ થાય છે તેને તે વ્યકત કરી દે છે.

જંગલમાં વાઘ ચાલ્યો જતો હોય તો તેની સાથે એક ખાસ પ્રકારનું પંખી બોલતું બોલતું ફરે  છે. બિલાડી કે વાઘને જોઇને પંખી તથા ખીસકોલી બોલીને બીજાને સાવધાન કરી દે છે. બીજાને સૂચિત કરવા માટે આવો આયાસ કરતું નથી. પણ એનો એ સ્વભાવ જ છે. એની આવી ચેષ્ટાઓ કેમ થઇ છે અથવા એ શું સૂચિત કરે છે. એ જાણવું શકુન શાસ્ત્રનું ખરુ રહસ્ય છે.આગામી દિવસોમાં ઉમેદવારો સિવાય ન મોટા લોકો અમલદારો આમાં કૂદી પડશે એવી આપણા વર્તમાન સમાજની તાસીર છે !

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.