Abtak Media Google News

બાળકના ધબકારા તેજ હોય છે અને વૃધ્ધોના ધીમા: આ વર્ષની ઉજવણી થીમ…. ‘હૃદયરોગને હરાવવા માટે હૃદયનો ઉપયોગ કરો’

આજે સમગ્ર વિશ્ર્વમાં વિશ્ર્વ હૃદય દિવસ ઉજવાય રહ્યો છે. કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીમાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થયા છે. આજની સદીની જીવન શૈલીને કારણે પણ હૃદયરોગના દર્દીઓ વધ્યા છે. વિશ્વમાં દર વર્ષે ૧૭.૯ મિલિયન દર્દીઓ આ સમસ્યાને કારણે મૃત્યુ પામે છે. કુલ મૃત્યુ પૈકી ૩૧ ટકા હૃદયના રોગના કારણે મૃત્યુ થાય છે.

ખાસ જોઈએ તો હાર્ટએટેક અને સ્ટ્રોક દ્વારા આપણા હૃદયમાં મુશ્કેલી સર્જાય કે કાર્ય કરવાની ક્ષમતા ઘટે છે. લોહીના શુધ્ધીકરણ માટે શરીરનું સૌથી મહત્વનું અંગ છે. તે આખા શરીરને ધબકીને સતત લોહી પહોચાડે છે. તો એના માટે પોતાને પણ રકતની જરૂર પડે છે. આજે તમાકુનો ઉપયોગ, અસ્વાસ્થ્ય આહાર, લોહીનું ઉંચુ કે નીચુ દબાણ તથા શરાબના સેવનથી હાની થાય છે.

આજે વર્લ્ડ હાર્ટ ડે નિમિતે આહાર સંબંધે થોડી કાળજી લઈએ તો હૃદયને લગતી બિમારી ઓછી આવે છે. આ દિવસ ઉજવણી પાછળનો હેતુ પણ લોકો પોતાના દિલની બિમારી અને તે સંબંધીત સ્વાસ્થ્ય મુદા ઉપર ધ્યાન આપે તે છે. આને કારણે મૃત્યુ થનારની સંખ્યા એઈડસ-મેલેરિયા, કેન્સર જેવા વિવિધ રોગો કરતા વધારે છે. છેલ્લા બે દશકાથી એટલે સને ૨૦૦૦થી આ દિવસ ઉજવાય રહ્યો છે. ‘આજનો સંદેશ તમે તમારા હાર્ટને સ્વસ્થ રાખો અને બીજાને એવું કરવામાં મદદ કરો’તમારૂ હૃદય જીવનભરમાં ૧૬ કરોડ લીટર લોહી પંપીગ કરે છે.

પ્રવર્તમાન કોરોના મહામારીમાં પણ હાર્ટ-ફેફસા, શ્વસનક્રિયા જેવા ચેપના વધુ ઈન્ફેકશન જોવા મળે છે, જે પૈકી ઝડપી શ્ર્વસન સિંફ્રોમ ને કારણે મૃત્યુ પણ થઈ શકે છે. આમ જોઈએ તો હૃદયરોગના દર્દીઓ કોવિડ ૧૯ને કારણે વધુ સર્તક થયા છે. પહેલા મોટી ઉંમરનાને જ હાર્ટ પ્રોબ્લેમ થતાં પણ જીવન શૈલીમાં બદલાવ,ખાનપાન, જંકફૂડ, વ્યસનોને કારણે હવે યુવા વર્ગ પણ આનો શિકાર બની રહ્યો છે. ભારતમાં હૃદયરોગથી પીડાતા દર્દીઓમાંથી ૪૦ ટકાની વય ૩૦ થી ૪૦ વર્ષ વચ્ચે છે. બાળખના ધબકારા તેજ હોય છે ને વૃધ્ધોના ધીમા.

આજે જનજાગૃતિના ભાગરૂપે હૃદયરોગોની અટકાયત માટે જાગૃતિ લાવવી તથા અસ્વાસ્થ્યકર આહારથી કેમ ખતરો વધી જાય છે. તેની સાવચેતી રાખવી. તેનાથી બચવા નિયમિત કસરત વોકીંગ કરવું જરૂરી છે. બેઠાડું જીવન પણ આરોગને આમંત્રણ આપે છે. આ સમસ્યાને કારણે દુનિયામાં સૌથી વધુ લોકો મોતને શરણે થાય છે. આ વર્ષનું ઉજવણી ‘થીમ’ હૃદયરોગને હરાવવા માટે હૃદયનો ઉપયોગ કરો’ આમ જોઈએ તો પણ તેનું કાર્ય બધાજ અંગોને ઓકિસજન પૂરો પાડવાનું છે, ને ત્યાં શુધ્ધ લોહી પહોચાડવાનું છે. એના માટે તે ૨૪ કલાક સતત ધબકતું રહે છે. ડોકટર પણ હૃદયના ધબકારા પહેલા માપે છે.

આજે વિશ્ર્વહૃદય દિવસે હૃદયની મુશ્કેલી કેમ ઓળખશો તે જાણવું સૌએ જરૂરી છે. શ્વાસલેવામાં તકલીફ દાદરા ચડતા કે બેઠા હોય ત્યારે રાત્રે ઉંઘ ન આવે, શ્ર્વાસ લેવામાં તકલીફ અને ઓચિંતા હાફવા લાગે ને સતત ઉધરસ આવતી હોય તે પણ સુકી તો મુશ્કેલીનો પ્રારંભ થયો છે તેવું માનવું આખો દિવસ સતત થાક લાગે ને પરસેવો વળવા માંડે, સોજો આવવો, ભૂખ ન લાગવી, વારંવાર પેશાબ લાગવો, ધબકારા તેજ થઈ જાય તેવી સમસ્યા સર્જાય તો ડોકટરને અવશ્ય બતાવી દેવું હિતાવહ છે.

હાર્ટ સંબંધિત રોગોને ત્રણ સ્ટેજમાં વહેચવામાં આવ્યા છે. હાલના તબિબ વિજ્ઞાનનાં વિવિધ મશીનો દ્વારા ત્વરીત નિદાન થઈ જાય છે. કાર્ડિયોગ્રામ ઈ.સી.જી. જેવા સાધનો દ્વારા તપાસ થાય છે. પણ આ રોગ માટે આપણે પોતે જવાબદાર વધુ છીએ. આપણી અનિયમિતતા અવ્યવસ્થિત દૈનિક શૈલી, તણાવ, ખોટો આહાર-વિહાર, પર્યાવરણ-પ્રદુષણ જેને કારણે આ સમસ્યા ઝડપથી ફેલાય છે. ડાયાબીટીસ વાળાને હાઈબીપી જેવી મુશ્કેલી હૃદયરોગને જન્મ આપે છે.

આજે વિશ્ર્વમાં આરોગના દર્દઓમાં ૫૦ ટકા દર્દીઓ તો હોસ્પિટલ પહોચ્યા પહેલા જ મૃત્યુ પામે છે. દર વર્ષે એક કરોડ લોકો મૃત્યુ થાય છે. દરેકે પોતાના હૃદયને સ્વસ્થ રાખવા નિયમિત કસરત, સવાર, સાંજ ચાલવું, પૂરતી ઉંઘ, ભોજનમાં ચરબીવાળો ખોરાક અને મીઠુ (સોલ્ટ) ઓછું લેવું, તાજા ફળ-શાકભાજી-તણાવ મૂકત જીવન સાથે શરાબને ધ્રુમપાન ન કરવું ખૂબજ જરૂરી છે.

માનવ શરીરમાં અદભૂતને અકલ્પનિય અંગો અને અવયવોની કામગીરીમાં હૃદય એક જ એવી કામગીરી સંભાળે છે. જેને કારણે આપણે પૃથ્વીપર જીવી રહ્યા છીએ અર્થાત અસ્તિત્વ છે.

સૌથી મોટી સમસ્યા હાર્ટના બાળદર્દીઓની છે. જેમાં હૃદયમાં કાણુ હોય, વાલ ખરાબ હોય જેવી મુશ્કેલી જોવા મળે છે. આપણા ગુજરાતમાં પણ આવા બાળદર્દીઓની સંખ્યા મોટી જોવા મળી રહી છે. દર વર્ષે અંદાજે ૫૦૦ જેટલા બાળ દર્દીઓ હાર્ટનાં રોગી જોવા મળે છે. આખી જીંદગી હૃદય સતત ધબકે છે, અને તમારો સાથ નિભાવે છે,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.