Abtak Media Google News
  • ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 માટે ટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જઃ શ્રીમતી પી.ભારતી
  • રાજ્યમાં કુલ 4,94,49,469 મતદારો, ગુજરાતમાં 18 થી 19 વર્ષની વયના 11,32,880 યુવા મતદારો અને 10,322 મતદારો શતાયુ મતદારો

Voter Education / Awareness : ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-2024ની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 05 બેઠકો માટેની પેટાચૂંટણીની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાત લોકસભાની ચૂંટણી 2024 માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. મતદાર યાદી , ઈવીએમ અને મતદાન મથકોનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે.

મતદાતાઓને મતદાન મથકે સુખદ અનુભવ થાય તે માટે વિશેષ આયોજનો કરાયા છે. એટલું જ નહિં, યુવાનો અને વડીલો મતદાન માટે પ્રેરાય તે માટે વિશેષ પ્રયત્નો પણ કરાયા છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આદર્શ આચારસંહિતાના ચુસ્ત પાલન માટે સમગ્ર રાજ્યમાં ચૂંટણી તંત્ર સજાગ છે. રાજ્યનો કોઈપણ નાગરીક કોઈપણ સ્થળેથી આદર્શ આચારસંહિતાના ભંગ અંગેની ઓનલાઈન ફરીયાદ કરી શકે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સી-વીજીલ(c-VIGIL) મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે.

આ પત્રકાર પરિષદમાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારી કુલદીપ આર્ય, અધિક સચિવ પ્રકાશ પટણી, સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી એ.બી. પટેલ અને સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી પી.ડી. પલસાણા ઉપસ્થિત રહ્યાં હતાં.

રાજ્યમાં કુલ 4,94,49,469 મતદારો, ગુજરાતમાં 18 થી 19 વર્ષની વયના 11,32,880 યુવા મતદારો અને 10,322 મતદારો શતાયુ મતદારો

તમામ મતદાન મથકે ઈવીએમ સાથે વીવીપેટનો ઉપયોગ કરાશે : રાજ્યમાં FLC OK

મશીનોની સંખ્યા BU- 87,042, CU- 71,682 અને VVPATની સંખ્યા 80,308

રાજ્યમાં 182 આદર્શ મતદાન મથકો બનાવાશે :  માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત હોય તેવા 1,274 સખી મતદાન મથકો બનાવાશે : રાજ્યમાં 182 દિવ્યાંગ સંચાલિત મતદાન મથક હશે

મતદાનના દિવસે રાજ્યના 25,000 જેટલાં

મતદાન મથકો પર લાઈવ વેબ કાસ્ટીંગ કરાશે

85 વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરીકો તથા 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને હોમ વોટિંગની સુવિધા અપાશે

c-VIGIL એપ મારફતે કોઈપણ અરજદાર, કોઈપણ સ્થળેથી આદર્શ આચારસંહિતાના ભંગ/ખર્ચ નિયંત્રણ ભંગ અંગેની ફરીયાદ કરી શકશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.