Abtak Media Google News

નગરસેવકે પૂછેલા સવાલનો જવાબ આપતા અધિકારીઓ: તગડી ઓન છતાં ડ્રેનેજ નેટવર્ક સુધરતું નથી

ડ્રેનેજની ફરિયાદ નિવારણ માટે કોર્પોરેશન દ્વારા તગડી ઓન ચૂકવવામાં આવે છે પરંતુ ડ્રેનેજની સમસ્યાનો કાયમી નિવેડો આવવાના બદલે દિનપ્રતિદિન તેમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં શહેરમાં ડ્રેનેજની 2.20 લાખ ફરિયાદો કોર્પોરેશનના ચોંપડે નોંધાઇ છે. એવી કબૂલાત નગરસેવકના જનરલ બોર્ડમાં પૂછેલા સવાલનો લેખિતમાં જવાબ આપતા કરવામાં આવી છે. શહેરમાં દૈનિક સરેરાશ 602 ડ્રેનેજની ફરિયાદો નોંધાઇ રહી છે.

કોર્પોરેશનમાં દર બે મહિને મળતી જનરલ બોર્ડની બેઠકમાં જનપ્રતિનિધિ એવા નગરસેવકો અલગ-અલગ સવાલો અંગે ચર્ચા કરતા હોય છે. દરમિયાન ગત 20મીએ મળેલા જનરલ બોર્ડમાં મગનભાઇ સોરઠીયા દ્વારા એવો સવાલ પૂછવામાં આવ્યો હતો કે છેલ્લા એક વર્ષમાં ડ્રેનેજ શાખામાં ડ્રેનેજને લગતી કુલ કેટલી ફરિયાદો નોંધાઇ છે. જેનો જવાબ આપતા ડ્રેનેજ શાખા દ્વારા જણાવવામાં આવ્યું છે કે દરેક ઝોનમાં ડ્રેનેજ મેઇન્ટેન્સને લગતી કુલ 16,231 ફરિયાદો અને ડ્રેનેજ સફાઇને લગતી 20,3381 ફરિયાદો નોંધાઇ છે. ડ્રેનેજને લગતી કુલ 2,19,612 ફરિયાદો નોંધાઇ હોવાની કબૂલાત કરવામાં આવી છે. રાજકોટ એક તરફ સ્માર્ટ સિટી તરીકે વિકસી રહ્યું છે.તો બીજી તરફ શહેરમાં સમસ્યાઓ પણ ઝેટ ગતિએ જાણે વિકાસ પામતી હોય તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.