Abtak Media Google News

જન્માષ્ટમી મહોત્સવ સમિતિની શુભેચ્છા મુલાકાત લેતા  કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજયના મંત્રી અરવીંદભાઈ રૈયાણી,ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, મેયર ડો.પ્રદિપ ડવ,સાધ્વી જયશ્રીદાસ માતાજી સહિતના અગ્રણીઓ

સોરઠીવાડી યુવક મંડળના પ્રમુખ ભૂપતભાઈ બોદરની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે સૌરાષ્ટ્રભરમાં  જશોદાના જાયા અને દેવકીનંદનના જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે. શહેરના રાજમાર્ગોથી લઈને ગામડાની ગલીઓમાં ધ્વજા-પતાકા અને રોશની અને આકર્ષક ફલોટથી ગોકુળીયો માહોલ રચાય છે.અને ગામે-ગામ શોભાયાત્રા અને ઠેર-ઠેર મટકીફોડ સહીતના અનેકાનેક ભકિતસભર કાર્યક્રમો યોજાય છે ત્યારે શહેરના સોરઠીયા વાડી યુવક મંડળ ધ્વારા પ્રમુખ ભૂપતભાઈ બોદરના માર્ગદર્શન હેઠળ છેલ્લા ચાલીસ વર્ષોથી જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.જેમા જશોદાના જાયાને આવકારવા કૃષ્ણ જન્મોત્સવ ઉજવણી અંતર્ગત મટકી ફોડ, રાસલીલા સહીતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ બેનમુન આયોજન અંતર્ગત આજે રાંધણ છઠૃના પાવન પર્વ સોરઠીયા યુવક મંડળ ધ્વારા સોરઠીયા વાડી ચોક ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવ સમિતિના કાર્યાલયનું ઉદઘાટન રાજયના કેબીનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી ના વરદ હસ્તે કરવામાં આવેલ હતું. આ તકે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજયના મંત્રી અરવીંદભાઈ રૈયાણી,ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, મેયર ડો.પ્રદિપ ડવ, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, સાધ્વીશ્રી જયશ્રીદાસ માતાજી, વિનુભાઈ ઘવા, ભાનુબેન બાબરીયા, સુરેશભાઈ વસોયા, કંચનબેન સિધ્ધપુરા, રૂચીતાબેન જોષી સહીતના અગ્રણીઓ ઉપસ્થીત રહયા હતા.

આ તકે સર્વે આમંત્રીત મહેમાનોનું સોરઠીયા વાડી યુવક મંડળ ધ્વારા પુષ્પગૂચ્છ અર્પણ કરી ઢોલ-નગારા સાથે ઉષ્માપૂર્વક સ્વાગત કરવામવાં આવ્યું હતું. ત્યારે આ સોરઠીયા વાડી યુવક મંડળ ધ્વારા સોરઠીયા વાડી ચોક ખાતે જન્માષ્ટમી અંતર્ગત ચોકને કૃષ્ણજન્મનો આકર્ષક  ફલોટસ, ગોરીલા, નયનરમ્ય ડેકોરેશન અને રોશનીના ઝગમગાટથી સોરઠીયાવાડી ચોકને આબેહુબ ગોકુલનગરી બનાવવામાં આવશે અને ગોકુળીયો માહોલ છવાશે તેમજ સાંસ્કૃતીક કાર્યક્રમોની રમઝટ સાથે ગોકુલઆઠમના પર્વે મટકી ફોડ, રાસલીલા, ભકિતસભર સંગીત સાથે ’નંદ ઘેર આનંદ ભયો’ના નાદ સાથે કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ભાવ અને ભકિતપૂર્ણ ઉજવણી કરવામાં આવશે.ત્યારે છેલ્લા ચાલીસ વર્ષોથી થતા આ ભવ્ય આયોજનમાં સોરઠીયા વાડી યુવક મંડળના પ્રમુખ ભૂપતભાઈ બોદર તન-મન અને ધનથી પોતાનો પૂરો સહયોગ આપી આ ભકિતસભર આયોજનમાં સંપૂર્ણ સક્રિયતાથી પોતાનું સામાજીક દાયિત્વ અદા કરી રહયા છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રેરણારૂપ બન્યા છે.

ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા સોરઠીયા વાડી યુવક મંડળના પ્રમુખ ભૂપતભાઈ બોદરના માર્ગદર્શન હેઠળ આયોજન મંત્રી રમેશભાઈ સાકરીયા, ઉપપ્રમુખ જુવાનસિહ જાડેજા, સહાયક મંત્રી વજુભાઈ ઠુંમર, ગોવિંદભાઈ પરસાણા, રાજભા ગોહિલસાહેબ, ભરતભાઈ બોદર, મહેન્દ્રભાઈ વઘાશીયા, જયેશભાઈ રામાણી, સાગરભાઈ સબાડ, હિતેશભાઈ મુંગલપરા, બાબાભાઈ બોરીચા, નાનુભાઈ બોરીચા, જયુભાઈ પરમાર, જીતુભાઈ કોટક, જગદીશભાઈ હાપલીયા, ઘનશ્યામભાઈ સોરઠીયા, રસીકભાઈ ગડધરા, દિનેશભાઈ ચોહાણ, પ્રફુલભાઈ સાકરીયા, ગોવીંદભાઈ સીયાણી, જગદીશભાઈ પોરીયા, કુમારભાઈ સખીયા, મગનભાઈ કેરાળીયા, કીશોરભાઈ મુંગલપરા, દાસભાઈ પટેલ, કીશોરભાઈ ડોબરીયા, રાજદીપસિહ જાડેજા, લલીતભાઈ પરસાણા સહીતના જહેમત ઉઠાવી રહયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.