Abtak Media Google News

જીલ્લા પંચાયત દ્વારા જસદણ પ્રાંત ઓફીસ ખાતે લોકદરબારમાં જસદણ- વિંછીયા તાલુકાના  પ્રશ્નોના તાત્કાલિક  નિરાકરણ કરવા સંબંધિત વિભાગો મા કડક સૂચના અપાઈ

ગ્રામ્ય પ્રજાના પ્રશ્નો ના સ્થળ પર જ નિરાકરણ માટે રાજકોટ જીલ્લા પંચાયત ખાતે દર સોમવારે લોકદરબાર યોજાઈ રહ્યા છે ત્યારે દેશના વડપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ત્યાં અન્ય રાજ્યો માં ભાજપા સરકાર દ્વારા સર્વાંગી વિકાસ હાથ ધરવામાં આવી રહ્યો છે ત્યારે સમાજનો છેવાડાનો માનવી પણ વિકાસના મુખ્ય પ્રવાહમાં આવે તેવા કલ્યાણકારી વિચાર સાથે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ  રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વ માં અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ ના માર્ગદર્શન હેઠળ રાજ્ય ની ભાજપ સરકાર દ્વારા અનેક વિકાસલક્ષી  યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે.     ત્યારે  સૌના સાથ, સૌના વિકાસ,  સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્ર ની મુહીમ ને આગળ વધારતા રાજ્ય ના મહાનગરો ની સાથોસાથ નગરો, તાલુકાઓ અને ગામડાઓ  માં પણ સર્વસ્પર્શી વિકાસ થાય તે માટે અનેકવિધ યોજનાઓ ની સાથોસાથ વિકાસ કાર્યો વેગવંતા બનાવવામાં આવ્યા છે અને ગુજરાતની ભાજપ  સરકાર સર્વક્ષેત્રે સર્વગ્રાહી વિકાસ સાથે વિકાસ ની હરણફાળ ભરી રહી છે ત્યારે સૌનો સાથ, સૌનો વિકાસ,  સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ થકી દરેક સમાજ વિકાસના મુખ્ય પ્રવાહમાં આવરી લેવાય તે સરકારની નેમ છે

ત્યારે જસદણ પ્રાંત ઓફીસ ખાતે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા,  જીલ્લા પંચાયત ના પ્રમુખ ભુપતભાઈ બોદર, ધારાસભ્ય  કુવરજીભાઈ બાવળિયા,  જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીની ઉપસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારના લોકો પોતાના પ્રશ્નો સરળતાથી રજુ કરી શકે તે માટે લોકદરબાર યોજવા મા આવેલ. આ લોકદરબાર માં જસદણ  વિછીયા તાલુકા ના સરપંચો તથા અરજદારો એ 100 થી વધુ પ્રશ્નો રજુ  કર્યા હતા. ત્યારે ગ્રામજનો ના વિકાસ ના કામો સહીતના પ્રશ્નો સાંભળી તેનું સ્થળ ઉપર જ નિરાકાર લાવવા માટે સબંધિત વિભાગોને સુચના આપી હતી તેમજ ડી.ડી.ઓ. દ્વારા તમામ તલાટીઓ ને ગ્રામ પંચાયત ખાતે નિયમિત હાજર રહી ઝડપી કામગીરી કરી પ્રશ્નો નો ત્વરિત નિકાલ કરવા કડક સૂચનાઓ આપી હતી   જસદણ- વિછીયા પંથક ના ગ્રામજનો દ્વાર લોકદરબાર દરમ્યાન આવેલ વિવિધ લોકપ્રશ્નો માં નરેગા ની કામગીરી ને લાગત પ્રશ્નો, પંચાયત વિભાગ ના સ્ટાફ ની ઘટત અંગેના પ્રશ્નો, જુના એસ.ઓ. આર. ના પ્રશ્નો તેમજ એસ.ઓ. આર. ખુબ નીચા હોય નવા એસ.ઓ. આર. મંજુર કરી એ પ્રમાણે વર્કઓર્ડર આપવા, રોડ- રસ્તા ના પ્રશ્નો, ચેક ડેમ રીપેરીંગ ના પ્રશ્નો, જુના મંજુર થયેલા કામો માં મુદત વધારા અંગે ના પ્રશ્નો, શાળાઓ માં ખૂટતી સુવિધા અંગે તેમજ રેશન કાર્ડ,આધાર કાર્ડ અંગેના પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા.

આ તકે જસદણ પ્રાંત ઓફીસ ખાતે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા,  જીલ્લા પંચાયત ના પ્રમુખ ભુપતભાઈ બોદર, ધારાસભ્ય  કુવરજીભાઈ બાવળિયા,  જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી સહિતના દ્વારા આ તમામ પ્રશ્નો નો સત્વરે ઉકેલ લાવવા ખાતરી આપવામાં આવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.