Abtak Media Google News

જાહેર સભામાં વિશાળ સંખ્યામાં ઉમટી પડેલ  જિલ્લાના  ગ્રામજનોનો જાહેર આભાર વ્યક્ત કરાયો

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરની એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે નયા ભારતના સ્વપ્ન દ્રષ્ટા, વિશ્વ વિભૂતિ, જગતના સૌથી પ્રભાવશાળી નેતા એવા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી  નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા રાજકોટમાં રોડ શો, જાહેર સભા અને કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યો ના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી રાજકોટ શહેર તેમજ જિલ્લાને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની દિવાળીની ભેટ અર્પણ કરી હતી ત્યારે  રાજકોટ વાસીઓએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ફુલડે વધાવ્યા હતા, એરપોર્ટ થી રેસકોર્સ સુધીના રોડ શો માં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને વડાપ્રધાન  ઉપર પુષ્પવર્ષા કરી હતી. અને જનસમુદાયના  સ્નેહથી અભિભૂત થઈ નરેન્દ્ર ભાઈ મોદીએ રાજકોટની પ્રજાને શત શત નમન કર્યા હતા.

આ તકે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર ને એરપોર્ટ ખાતે વડાપ્રધાન  ને આવકારવાનો, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીનું સાલ ઑઢાડી, મોમેન્ટો આપી  તેમજ ભાગવત ગીતાજી અર્પણ કરી સન્માન કરવાનો અવસર પ્રાપ્ત થયેલ હતો.વધુમાં ભુપતભાઈ બોદર એ જણાવેલ કે દેશના વડાપ્રધાન   નરેન્દ્ર ભાઈ મોદી દેશને વિકાસના ઉચ્ચ શિખર પર બિરાજમાન કરવા અને માં ભારતીને પરમ વૈભવના સ્થાને આરૂઢ કરવા સતત પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી કાર્ય કરી રહ્યા છે  ત્યારે ખરા અર્થમાં કર્મ સાથે એકાકાર થઈ  કર્મયોગ ને ચરિતાર્થ કરી રહ્યા છે. તે આપણા માટે ગૌરવ ની વાત છે. ત્યારે  નરેન્દ્રભાઈ મોદીને આવકારવા રાજકોટ જિલ્લાના સર્વે ગ્રામજનો સ્વયંભૂ  રીતે ઉમટી પડ્યા અને હર્ષલ્લાસપૂર્વક   નરેન્દ્રભાઈ મોદીનું  સ્વાગત કરી કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવી તે બદલ રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર એ રાજકોટ જિલ્લાના સર્વે ગ્રામજનો જાહેર આભાર વ્યક્ત કરેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.