Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO)ના સંસ્થાપક અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલના સર્વધ્યાક્ષ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી ઓસ્ટ્રેલિયાની ધર્મ-પ્રચાર યાત્રા અર્થે પધાર્યા છે અને ઑસ્ટ્રેલિયા ખાતે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

ત્યારે VYO મેલબોર્નના તત્વાવધાનમાં વચનામૃતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા. VYO એજ્યુકેશન કોર્સના માધ્યમથી મેલબોર્નમાં 100 થી પણ વધુ બાળકો ભારતીય સંસ્કૃતિ નું જ્ઞાન મેળવે છે. દર મહિને સત્સંગમાં 500 થી પણ વધુ વૈષ્ણવો ભોજન સાથે જોડાય છે. વૈષ્ણવ બિઝનેસ મીટ નું પણ VYO દ્વારા મેલબોર્ન માં શુભારંભ થયો

ત્યારે આગામી દિવસોમાં અડેલેઇડમાં પણ વૈષ્ણવાચાર્ય પૂજ્યશ્રી વ્રજરાજકુમારજીના સાનિધ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.