Abtak Media Google News

કાલી તમામ ૩૫૦ આંગણવાડીઓ ધમધમતી નહીં ાય તો વર્કર અને હેલ્પરોના એક માસનો પગાર કાપી લેવાની ચિમકી: હડતાલના સાતમા દિવસે ૧૩૦ આંગણવાડીઓ બંધ

આંગણવાડી તા આશા વર્કરના મહિલા કર્મચારીઓએ પગાર સહિતના પ્રશ્ર્ને છેલ્લા સાત દિવસી હડતાલનું શ ઉગામ્યું છે. જેના કારણે માસુમ ભુલકાઓની કારકિર્દી સો રીતસર ચેડા ઈ રહ્યાં છે. હડતાલી મ્યુનિ.કમિશનર બંછાનિધિ લાલઘુમ ઈ ગયા છે અને હવે આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. કાલી તમામ ૩૫૦ આંગણવાડીઓ ધમધમતી નહીં ાય તો મહિલા કર્મચારીઓનો એક માસનો પગાર કાપી લેવામાં આવશે તેવું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

આજે પત્રકારો સો વાતચીત કરતા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, મહાપાલિકા સંચાલિત ૩૫૦ આંગણવાડીઓ પૈકી ઘટક-૧માં ૧૮૪ આંગણવાડીઓ પૈકી ૬૫ અને ઘટક-૨માં ૧૬૬ આંગણવાડી પૈકી ૧૫૫ આંગણવાડીઓ ચાલુ છે. ૭ દિવસી હડતાલ પર ઉતરેલા આંગણવાડીના કર્મચારીઓ કાલી હડતાલ સમેટી જો ફરજ પર હાજર નહીં ાય તો તેઓનો એક માસનો પગાર કાપી લેવામાં આવશે. તેઓએ ઉમેર્યું હતું કે, મહાપાલિકા તંત્રએ હવે હડતાલનું નેતૃત્વ કરનાર છ મહિલાઓના બદલે આંગણવાડીના હેલ્પરો અને વર્કરો સો સીધી જ વાતચીત કરવાનું શ‚ કર્યું છે. જેમાં મોટાભાગની મહિલાઓ ફરી ફરજ પર હાજર વા માટે તૈયાર છે.

આ ઉપરાંત આંગણવાડી એસો.ના પ્રમુખ મહેન્દ્રભાઈ ત્રિવેદી સો પણ વાતચીત કરવામાં આવી છે. જેમાં તેઓએ પણ આંદોલન હવે ખોટી રીતે ચાલતું હોવાનું જણાવ્યું છે. રાજય સરકારે આંગણવાડીના કર્મચારીઓના પગારમાં ૧૫ ટકાનો વધારો કરવાની જાહેરાત બજેટમાં કરી છે અને બજેટ પણ મંજૂર ઈ ગયું છે. ત્યારે આંદોલન હવે સમેટી લેવું જોઈએ. મહાપાલિકા તંત્ર એવું સ્પષ્ટ માને છે કે, ‘નો વર્ક નો પે’ સો સો કર્મચારીઓને એવી પણ બાંહેધરી આપવામાં આવી છે કે, તેઓને વધારાનું કામ સોંપવામાં નહીં આવે. આ ઉપરાંત પગાર વધારા સહિતની તેઓની જે માંગણી છે તે સરકારમાં પહોંચાડી દેવામાં આવશે. હાલ મહાપાલિકા દ્વારા આંગણવાડીના વર્કરોને માસીક રૂ.૪૭૦૦ અને હેલ્પરોને રૂ.૩૭૦૦ વેતન આપવામાં આવે છે. જે વધારીને ૧૮૦૦૦ સુધી કરવા તેઓએ માંગણી મુકી છે.

એક સપ્તાહી હડતાલ પર ઉતરેલા આંગણવાડીના મહિલા કર્મચારીઓને ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવે છે. જો આવતીકાલી શહેરની તમામ ૩૫૦ આંગણવાહીઓ ફરી ધમધમતી નહીં થાય તો કોર્પોરેશન એકાદ દિવસમાં નવો વિકલ્પ ઉભો કરવાની પણ વિચારણા શ‚ કરી દેશે અને હડતાલ પર ઉતેલા કર્મચારીઓનો એક માસનો પગાર કાપી લેવામાં આવશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.