Abtak Media Google News

Table of Contents

  • કાલે સાંજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું રાજકોટમાં આગમન: 5 વર્ષના લાંબા અંતરાળ બાદ રાજકોટ આવતા લોકલાડીલા નેતાને વધાવવા સ્વયંભુ ઉત્સાહ: રાજકોટ શહેર અને જિલ્લાના 4309 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાપર્ણ-ખાતમુહૂર્ત
  • રાજકોટના ગઢકામાં 119 એકરમાં 20 લાખ લિટર પ્રતિ દિવસની ક્ષમતાવાળા અમુલના પ્લાન્ટનું ખાતમુહૂર્ત: મોરબીમાં મેડિકલ કોલેજ, ફોરલેન રોડ, રેલવે ઓવરબ્રિજ અને નવી જિલ્લા કોર્ટ કચેરી સહિતના વિકાસકાર્યનો આરંભ કરાવશે
  • એરપોર્ટની બહાર ગરબા, તલવાર રાસ, પિરામિડ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે: રેસકોર્સમાં પીએમના કાર્યક્રમ પૂર્વે ઓસમાણ મીર સુર રેલાવશે, માયાભાઈનો ડાયરો કરશે અને કંકણ ગ્રુપની જમાવટ થશે

ગુજરાત વિધાનસભાની ચુંટણીની  તરીખોનું એલાન થાય તે પૂર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલથી ફરી બે દિવસ સૌરાષ્ટ્ર અને ગુજરાતની મુલાકાતે આવી રહયા છે.પીએમ કાલે જૂનાગઢમાં જંગી જાહેર સભા સંબોધશે.જ્યારે રાજકોટમાં. ભવ્ય રોડ-શો કર્યા બાદ રેસકોર્સમાં જાહેર સભા ગજાવશે. નેશનલ હાઉસીંગ કોંકલેવમાં પણ તેઓ હાજરી આપશે.

Dsc 7737

આવતીકાલે સવારે  વડાપ્રધાનનું અમદાવાદમાં આગમન થશે.પીએમ અમદાવાદમાં એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ બપોરે જૂનાગઢ આવશે. વડાપ્રધાન દ્વારા જૂનાગઢમાં 4હજાર કરોડના વિકાસ કામોનો આરંભ કરાવાશે. કૃષિ યુનિવર્સિટી ખાતે બપોરે 1.30 કલાકે જાહેર સભા ગજાવશે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 2018 બાદ જૂનાગઢ પધારતા હોઇ તેમને આવકારવા વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જાહેર સભા કૃષિ યુનિવર્સિટીના સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે બપોરે 1.30 કલાકે યોજાશે. તેઓ જૂનાગઢ, ગિર સોમનાથ અને પોરબંદર જિલ્લાના રૂ.4 હજારથી પણ વધુ વિકાસ કામોની જાહેરાત કરાશે. જે પૈકી આ ત્રણયે જિલ્લાના રૂ. 2400 કરોડના વિકાસ કામોનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા જૂનાગઢ ખાતેથી કરાવાશે.ત્યાર બાદ બપોરે 5 વાગ્યે રાજકોટમાં આગમન થશે તેઓ એરપોર્ટથી રેસકોર્સ સભા સ્થળ સુધી  ભવ્ય રોડ-શો યોજશે જેમાં અલગ-અલગ 62 સ્ટેજ બનાવવામાં આવ્યા જ્યાં વિવિધ સમા દ્રારા પીએમને ઉમળકાભેર આવકારશે.

Dsc 7739

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટમાં જાહેર સભા પૂર્વ રાજકોટ અને મોરબી તથા અન્ય જિલ્લામાં રૂ.7710 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.  રાજકોટ જિલ્લાને અમુલ પ્લાન્ટ સહિત કુલ રૂ.4309 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. જ્યારે મોરબી જિલ્લામાં વડાપ્રધાન રૂ.2738 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરશે. અન્ય જીલ્લાના  રૂ.663  કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરશે. છેલ્લા એક વર્ષમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગો માટે સાનુકૂળ વાતાવરણ બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે અને વિવિધ ક્ષેત્રે સુવિધાઓ વિકસિત કરવા માટે જરૂરી આધાર નિર્માણ કર્યો છે. તેના લીધે ગુજરાતની વિકાસયાત્રા અવિરતપણે ચાલી રહી છે.રાજકોટમાં જે વિકાસકાર્યોનું લોકાર્પણ થવાનું છે.જેમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ, હોસ્પિટલ ચોક બ્રિજ, રામાપીર ચોકડી બ્રિજ, નાનામવા બ્રિજ, સાયન્સ મ્યૂઝિયમ, મેજર બ્રિજ સાથેનો 4-લેન પરાપીપળીયા રોડ , આરએમસી બાઉન્ડ્રી(જામનગર રોડ) થી એઈમ્સ સુધીનો 6-લેન ડીપી રોડ અને. લોકાર્પણ કાર્યો કુલ ₹336 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા છે. તે સિવાય વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં  જેતપુર-ગોંડલ-રાજકોટ 6 લેનના રોડને પહોળો કરવામાં આવશે. ગઢકા ખાતે અમુલનો પ્લાન્ટ, જીઆઇડીસી (નાગલપર, ખીરસરા-2, પીપરડી,  તથા અન્ય જીઆઈડીસીઓ), રેલવેમાં પેસેન્જર સુવિધાઓ, ગોંડલ અને મચ્છુ-1ની રિમોડલીંગ વોટર સપ્લાય સ્કીમ, રાજકોટ શહેરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નિર્મલા રોડ પર ફાયર સ્ટેશન, ભીમનગર બ્રિજ મોટા મવા બ્રિજને પહોળો કરવાની કામગીરી, ભાદર નદી પર એપ્રોન અને બન્ને તરફ સુરક્ષાની કામગીરી, કુંઢેચ ચેકડેમ પર રિપેર અને સુરક્ષાની કામગીરી અને વડલા ચેકડેમ નિર્માણ, મોવિયા-શિવરાજગઢ રોડ અને ખાંભલા-વાજડી-વેજાગામ રોડ સહિતના તેમજ અન્ય કાર્યો સામેલ છે. કુલ રૂ.5762 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

Dsc 7744

રાજકોટમાં રેલવે સહિત પંચાયત, સહકાર, સ્વાસ્થ્ય અને રોડને લગતા વિવિધ રૂ.649 કરોડના વિકાસકાર્યોની જાહેરાત કરવામાં આવશે. જેમાં રેલવેમાં રાજકોટ-જામનગર સ્ટેશન રિડેવલપમેન્ટ, મકાનસર ગતિ શક્તિ ટર્મિનલની જાહેરાત થશે. તે સિવાય ગોંડલમાં ટેક્નોલોજી હબ સેન્ટર,  રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ રોડનો વિકાસ, ગોમતા-નિલખા-ભાદર ડેમ રોડ પહોળો કરવાની કામગીરી, લિલખા-દેવલા-સુલતાનપુર રોડને પહોળો કરવાની કામગીરી, રંગપર પાસે નદી પરના પુલનું પુન:નિર્માણ, રાજકોટમાં ચિલિંગ અને ઓટોમેશન ડેરી પ્લાન્ટનું વિસ્તરણ તેમજ  વિસામણ અને ભરૂડીમાં 66 કેવી સબસ્ટેશનનો સમાવેશ થાય છે. તે સિવાય ઢેબર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવશે. મોરબીમાં રૂ.2738 કરોડના ખર્ચે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે.જેમાં મોરબીમાં મેડીકલ કોલેજ, મોરબી-હળવદ રોડ તથા મોરબી-જેતપર રોડને ચાર લેન કરવાની કામગીરી, નવી જિલ્લા કોર્ટ બિલ્ડિંગ, સરકારી ક્વાર્ટર અને ઓફિસર્સ રહેણાકો તેમજ ટંકારામાં નવી કોર્ટ બિલ્ડિંગનું નિર્માણ કરવાના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તે સિવાય વાંકાનેર-નવલખી રેલવે લાઇન પર રેલવે ઓવરબ્રિજ નિર્માણની જાહેરાત કરવામાં આવશે.

  • વડાપ્રધાનને સત્કારવા રોડ-શોમાં 60 સ્ટેજ હશે: જશ્ન જેવો માહોલ સર્જાશે
  • 20 સ્ટેજ ઉપર કલાકૃતિઓ રજૂ કરાશે: 40 જેટલા સ્ટેજ ઉપર વિવિધ સમાજ અને સંસ્થાઓ વડાપ્રધાનનું અભિવાદન કરશે

Arun Mahes Babu

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાલે રાજકોટમાં રોડ શો યોજાવાનો છે. તેઓને સત્કારવા રોડ શોમાં 60 સ્ટેજ ઉભા કરી જશ્ન જેવો માહોલ સર્જવામાં આવશે. આજે રાત સુધીમાં આ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રાજકોટના પ્રવાસે આવવાના છે. અહીં તેઓ એરપોર્ટ ઉપર ઉતરાણ કર્યા બાદ રેસકોર્સ સુધી રોડ શો યોજવાના છે. તેઓના આગમન પૂર્વે જ રેસકોર્સની બહાર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે. જેમાં તલવાર રાસ, ગરબા, પિરામિડ સહિતની કૃતિઓ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ વડાપ્રધાનનો રોડ શો શરૂ કરવામાં આવનાર છે.

આ રોડ શોનો રૂટ એરપોર્ટથી રેસકોર્સનો દોઢ કિમીનો છે. જેમાં વડાપ્રધાન સીપી બંગલા સામેના ગેટથી એન્ટ્રી લેશે. રોડ શોના રૂટ ઉપર 60 સ્ટેજ ઉભા કરવામાં આવશે. જેમાં 20 સ્ટેજ ઉપર કલાકૃતિઓ રજૂ કરવામાં આવનાર છે. જ્યારે 40 સ્ટેજ ઉપર વિવિધ સમાજ અને સંસ્થાઓ વડાપ્રધાનને સત્કારશે.

આ ઉપરાંત રેસકોર્સ ખાતેના સભા સ્થળે પણ મોટો કાર્યક્રમ યોજાશે. જેમાં વડાપ્રધાનના આગમન પૂર્વે ઓસમાણ મીર સુર રેલવવાના છે. આ ઉપરાંત માયાભાઈ આહીર ડાયરો કરશે. તેમજ જાણીતું કંકણ ગ્રુપ પણ જમાવટ કરવાનું છે.

  • નરેન્દ્રભાઇ મોદી ત્રણ કલાક રાજકોટમાં રોકાશે
  • બપોરે 3.05 કલાકે જુનાગઢ પહોંચશે રાત્રે 8.15 કલાકે રાજકોટ એરપોર્ટ પરથી લેશે વિદાય

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતીકાલે ફરી એકવાર માદરે વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓનું બુધવારે સવારે દિલ્હિથી અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે સવારે 9.45 કલાકે બાય રોડ પી.એમ. મહાત્મા મંદિરે પહોચશે અને અહીં આશરે બે કલાક સુધી ડિફેન્સ એકસ્પોમાં ઉપસ્થિત રહેશે ત્યારબાદ અડાલજ ત્રિ મંદિર ખાતે પહોંચશે અહીં તેઓના હસ્તે મિશન સ્કૂલ્સ ઓફ એકસ લન્સનું લોન્ચીંગ કરશે.બપોરે ફરી તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવશે અને ત્યાંથી બપોરે 2.20 કલાકે રાજકોટ એરપોર્ટ પર પહોંચશે અહીંથી પી.એમ. હેલેકોપ્ટર દ્વારા જુનાગઢ જશે જુનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરી જાહેર સભાને સંબોધશે અને સાંજે ફરી હેલીકોપ્ટર મારફત રાજકોટ આવી પહોચશે રાજકોટમાં સાંજે 5.30 થી 6 કલાકે દરમિયાન એરપોર્ટથી રેસકોર્ષ રીંગ રોડ સ્થિત પોલીસ હેડ કર્વાટર થઇ સભા સ્થળ સુધી ભવ્ય રોડ શો યોજાશે. રેસકોર્ષ સભા સ્થળ ખાતે તેઓ સવા કલાકનો સમય ગાળશુે અને વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.કાલે સાંજે શાસ્ત્રી મેદાનમાં યોજનારી ત્રણ દિવસીય નેશનલ અર્બન હાઉસીંગ કોન્કલેવમાં ઉ5સ્થિત રહેશે અને રાત્રે 8.15 કલાકે ફરી રાજકોટ એરપોર્ટથી પ્લેન મારફત દ્વારા અમદાવાદ જવા રવાના થશે સૌરાષ્ટ્રમાં પી.એમ. પાંચ કલાકથી વધુ સમય રોકાશે.

  • 7500 વિદ્યાર્થીઓ એક સાથે રંગપૂરણી કરી વિશ્ર્વ વિક્રમ સ્થાપશે

  • કોર્પોરેશન-સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે અનોખો કાર્યક્રમ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના તા.19 ઓકટોબરના રોજ રાજકોટ ખાતેના આગમનને વધાવવા તથા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે કોર્પોરેશન અને રાજકોટ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશનના સહયોગથી ખાનગી શાળાઓ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની  શાળાઓના મળીને કુલ 7500 થી વધુ વિદ્યાર્થીઓ એક જ સમયે સમૂહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચિત્રોમાં રંગપૂર્ણ માટે એકત્ર થઈ, એક સાથે રંગપૂર્ણી કરી વિશ્વ વિક્રમ સ્થાપશે. આ કાર્યક્રમ તા. 19 ઓક્ટોબરના રોજ યુનિવર્સીટી રોડ સ્થિત શ્રી અમૃત ઘાયલ હોલ ખાતે સવારે 10 થી 12 કલાક દરમિયાન યોજાશે. વિશ્ર્વ વિક્રમ રૂપી આ પ્રયાસની નોંધ ‘ઈન્ડિયા બુક ઓફ રેકોડસ’માં લેવાશે, જે માટે તા.19 ના રોજ વિશ્ર્વ વિક્રમની નોંધ કરવા સ્થળ પર ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસની ટીમ હાજર રહેશે.

આ અંગે વધુ જણાવતા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતા એ કહ્યું હતું કે, આપણા વડાપ્રધાન રાજકોટ પધારતા હોય ત્યારે રાજકોટવાસીઓમાં તેમને આવકારવાનો થનગનાટ અનેરો છે. તાજેતરમાં મેયર ડો.પ્રદિપભાઈ ડવ અને રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આ રંગપૂર્ણીના કાર્યક્રમ યોજવાના વિચારને, રાજકોટ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન વતી અમે સહર્ષ વધાવી લીધો હતો. આ અગાઉ ચીનમાં આ પ્રકારે વિશ્ર્વ વિક્રમ સ્થપાયો હતો પરંતુ તેમાં ભાગ લેનારની સંખ્યા 4900 આસપાસ હતી.

આ ઇવેન્ટ માટે રાજકોટની ખાનગી શાળાના વિદ્યાર્થીઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત આયોજકો વતી રાજકોટ શહેરના નાગરીકો કે જે આ ઇવેન્ટમાં જોડાવવા માંગતા હોય તેમને પણ આમંત્રિત કરાયા છે.  ઇન્ડિયા બુક ઓફ રેકોડસ દ્વારા આ ઇવેન્ટને વિશ્વ વિક્રમમાં સ્થાન મળે તેવો અમારો પ્રયાસ છે. ત્યારબાદ આ વિશ્ર્વ વિક્રમને અન્ય સંસ્થાઓ જેમ કે લીમ્કા બુક ઓફ રેકોર્ડસ અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મળે તે માટે અમે પ્રયત્ન કરીશુ. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ માટે આયોજકો તરફથી ચિત્રો, કલર અને રીફ્રેશમેન્ટની વ્યવસ્થા કરવામાં આવશે.

આ કાર્યક્રમના સફળ અયોજન માટે રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા, રાજકોટ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ ડી.વી. મહેતા, મેયર પ્રદિપભાઈ ડવ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ નગર પ્રાથમિક સમિતિના ચેરમેન અતુલભાઇ પંડિત, આરએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, ઉપપ્રમુખ અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, મહામંત્રી પરિમલભાઇ પરડવા, પુષ્કરભાઇ રાવલ, પૂર્વપ્રમુખ અજયભાઇ પટેલ, ગુજરાત મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ જતિનભાઇ ભરાડ, સૌરાષ્ટ્ર ઝોન ક્ધવીનર જયદિપભાઈ જલુ અને મેહુલભાઈ પરડવા સહીત મંડળની કોર કમિટીના સભ્યોના માર્ગદર્શનમાં મંડળના તમામ હોદેદારો, ઝોન ઉપપ્રમુખો હરેશભાઈ પાધરા, રામભાઇ ગારૈયા,  સુદીપભાઇ મેહતા, રાણાભાઇ ગોજીયાં, રાજકુમાર ઉપાધ્યાય, વિનુભાઈ લોકિલ, પ્રવીણભાઈ ગોંડલિયા અને રાજકોટની શાળાઓના સંચાલકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

  • વડાપ્રધાનને હોંશભેર વધાવવા રાજકોટવાસીઓમાં અનેરો થનગનાટ

આવતીકાલે બુધવારે ગુજરાતના સપુત ,   પ્રધાનમંત્રી રાજકોટ  ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે જેમાં એરપોર્ટથી રેસકોર્ષ રોડ – શો , રેસકોર્ષ ખાતે જાહેરસભા તેમજ વિવિધ વિકાસના કાર્યોનું લોકાપર્ણ જેવા અનેકવિધ કાર્યક્રમો  યોજાશે

પ્રધાનમંત્રી ને આવકારવા શહેર ભાજપ ધ્વારા તડામાર તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહયો છે. ત્યારે નરેન્દ્રભાઈ મોદી રેસકોર્ષ ખાતે તૈયાર કરવામાં આવેલ વિશાળ વાતાનુલીન ડોમમાં એક લાખથી પણ વધુ જનમેદનીને સંબોધશે . ત્યારે એરપોર્ટથી રેસકોર્ષ સુધી પ્રધાનમંત્રીના રોડ – શો ના સમગ્ર રૂટ પર શહેર ભાજપના તમામ વોર્ડ , સેલ અને મોરચાના અગ્રણીઓ , વિવિધ સેવાકીય સામાજીક સંસ્થાઓ એન.જી.ઓ.ના આગેવાનો ઉપસ્થિત રહી સ્વાગત સહીતની જવાબદારી

સંભાળી પ્રધાનમંત્રીનું અભિવાદન કરશે , તેમજ પ્રધાનમંત્રીને રાજકોટ મહાનગર ખાતે શાનદાર રીતે સત્કારવા શહેર ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓનો જુસ્સો સાતમા આસમાને છે અને શહેરીજનોમાં થનગનાટ વ્યાપી ગયો છે . ત્યારે સમગ્ર રૂટ પર રંગબેરંગી રોશનીનો નયનરમ્ય નજારો દૈદીપ્યમાન થાય છે . તેમજ રોડ – શો દરમ્યાન ડી.જે. , બેન્ડ , સાંસ્કૃતીક કાર્યક્રમો , દેશભકિતના ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠશે. પ્રધાનમંત્રી નરેનદ્રભાઈ મોદીના રોડ – શો અને જાહેરસભામાં શહેર ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ અને શહેરીજનનોને ઉમટી પડવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી , મહામંત્રી જીતુ કોઠારી , કીશોર રાઠોડ , નરેન્દ્રસિંહ ઠાકુરએ જાહેર અનુરોધ કર્યો છે.

  • આચાર સંહિતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છેલ્લો ગુજરાત પ્રવાસ?

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતીકાલથી ફરી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વ તેઓ છેલ્લા ઘણા સમયથી દર સપ્તાહે ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓ અને ઝોનમાં પીએમના હસ્તે અબજો રૂપીયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું અને જાહેરસભા સંબોધવામાં આવે છે. આગામી 22મી ઓક્ટોબર અથવા મોડામાં મોડી 29 ઓક્ટોબરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન કરી દેવામાં આવશે. દરમિયાન આવતીકાલથી બે દિવસનો વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ છેલ્લો હોવાનું મનાય રહ્યું છે. દિવાળીના તહેવારોમાં લોકો ફેસ્ટીવલ મુડમાં હોય જો કોઇ રાજકીય કે ચૂંટણીલક્ષી કાર્યક્રમ આપવામાં આવે તો તેમા ધારી મેદની એકત્રીત થઇ શકતી નથી. આવામાં બુધવાર અને ગુરૂવારનો પીએમનો ગુજરાત પ્રવાસ આચાર સંહિતા પહેલાનો અંતિમ પ્રવાસ મનાય રહ્યો છે. હવે એકાદ પખવાડીયામાં ગમે ત્યારે ચૂંટણીની ઘોષણા કરી દેવામાં આવશે.

  • યુવા ભાજપના  7 હજારથી વધુ કાર્યકર્તાઓ રોડ શોમાં જોડાશે

રાજકોટ ખાતે વડાપ્રધાનને સત્કારવા શહેર ભાજપ ઘ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહયો છે અને જરૂરી વ્યવસ્થા અંતર્ગત મેયર બંગલા ખાતે બેઠકોનો ધમધમાટ ચાલી રહયો છે અને વિવિધ અગ્રણીઓ ઘ્વારા વિસ્તૃત માર્ગદર્શન અને દિશાસૂચન પુરૂ પાડવામાં આવી રહ્યું છે ત્યારે રાજકોટની ધરા પર દેશના યશસ્વી પ્રધાનસેવક  નરેન્દ્રભાઈ મોદીને ભવ્યાતિભવ્ય રીતે આવકારવા પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો . પ્રશાંત કોરાટ તેમજ કિશન ટીલવા , કુલદીપસિંહ જાડેજા , હેમાંગ પીપળીયાની આગેવાનીમાં શહેર ભાજપ યુવા મોરચાના 7 હજારથી વધુ યુવાનો એરપોર્ટ ખાતે ઉમળકાભેર ઉમટી પડી વડાપ્રધાનનું અભિવાદન ક2શે અને રોડશો માં જોડાશે.ત્યારે  નરેન્દ્રભાઈ મોદીને આવકારવા શહેર ભાજપ યુવા મોરચાની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉમટી પડવા શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા , મહામંત્રી કુલદીપસિંહ જાડેજા , હેમાંગ પીપળીયા એ જાહેર અનુરોધ કર્યો છે.

  • પીએમની સુરક્ષા માટે અભેદ્ય કિલ્લેબંધી
  • પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનર, 8 ડીસીપી, 51 પીઆઇ, 156 ફોજદાર સહિત 3100 જવાનો બંદોબસ્તમાં જોડાશે

Untitled 2 33

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના રાજકોટના રોડ શો અને શાસ્ત્રી મેદાનમાં સભા દરમિયાન કોઇ અનિચ્છની બનાવ ન બને તેની તકેદારી માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે અભેદ સુરક્ષા વ્યવસ્થાની સ્ક્રીમને આખરી ઓપ આપ્યો છે. રોડ શો અને સભામાં બહારગામથી મોટી સંખ્યામાં લોકો આવવાના હોવાથી તમામના વાહનોને જુદા જુદા 23 સ્થળો પાર્કીગ માટે નક્કી કરાયા છે. કોઇ સ્થળે ટ્રાફિક જામ ન થાય તેની તકેદારી રાખવામાં આવી છે. તેમજ સ્નેફર ડો, બોમ્બ ડીસ્પોઝર સ્કર્વોડ, હોમગાર્ડ, ટ્રાફિક બિગ્રેડ, મહિલા પોલીસ સ્ટાફ લઇ પોલીસ કમિશનર સુધીના પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાવાના છે. અને સમગ્ર બંદોબસ્તનું બે વખત રિહર્સલ પણ કરવામાં આવ્યું છે.દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે રાજકોટ પધારી રહ્યા છે એરપોર્ટથી રેસકોર્ષ સુધી રોડ શો, સભા અને શાસ્ત્રી મેદાનના કાર્યક્રમમાં પીએમની સુરક્ષા માટે પોલીસ કમીશનર રાજુ ભાર્ગવના સીધા માર્ગદર્શન હેઠળ 8 ઉઈઙ, 51 ઙઈં, 156 ઙજઈં સહીત 3100થી વધુ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. લોખંડી સુરક્ષા વ્યવસ્થાના નીરીક્ષણ અર્થે આજે બે વખત રિહર્સલ પણ કરવામાં આવશે. પીએમ મોદીના આગમન પૂર્વે તેમની સુરક્ષાને ધ્યાને લઈ એક સપ્તાહથી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે એસપીજી કમાંડોના સુરક્ષા ચક્ર સાથે શહેરના એરપોર્ટથી રેસકોર્ષ સુધીનો રોડશો યોજાનાર હોય ત્યાર બાદ સભા અને તે પછી શાસ્ત્રી મેદાન ખાતે કાર્યક્રમ હોય સમગ્ર કાર્યક્રમમાં શહેર પોલીસ કમીશનરની રાહબરીમાં 1 જેસીપી, 8 ડીસીપી. 16 ડીવાયએસપી, 51 પીઆઈ, 156 પીએસઆઈ, 1320 એઅસઆ, એચસી, પીસી, 177 મહીલા પોલીસ, 284 એસ. આર.પી. જવાન, 505 હોમગાર્ડ, 658 ટ્રાફીક બ્રીગેડ સહીત 3177થી વધુ જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આજે સવારે અને સાંજે રિહર્સલ પણ કરવામાં આવશે. પીએમના કાર્યક્રમમાં લાખોની મેદની એકઠી થવાની હોવાથી વાહન વ્યવસ્થા જળવાઈ રહે અને ટ્રાફીકજામની સ્થિતી ન ઉદભવે તે માટે કાર્યક્રમમાં આવતા લોકોના બસ, કાર, રીક્ષા, બાઈક સહીતના વાહનો માટે 23 સ્થળોએ પાર્કીંગની સુવીધા ઉપલબ્ધ કરાઈ છે. જેમાં રેસકોર્ષ ક્રીકેટ ગ્રાઉન્ડ પાસે, બહુમાળી ભવન, વીરાણી હાઈસ્કુલ, ડીએચ કોલેજ, ઈન્ડોર સ્ટેડીયમ, બાલભવન પાસે, ઈન્કમ ટેક્ષ ઓફીસ પાછળ સહીત 23 જેટલા સ્થળોએ વ્યવસ્થા કરવામાં આવી છે.

વડાપ્રધાનનો તા.19નો મિનિટ ટૂ મિનિટ કાર્યક્રમ

  1. – સવારે 7-45 વાગ્યે દિલ્હી એરપોર્ટ પહોંચશે
  2. – સવારે 9-15 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન
  3. – સવારે 9-15 વાગ્યે ગાંધીનગરમાં મહાત્મા મંદિરે ડિફેન્સ એકસ્પોના કાર્યક્રમમાં પહોંચશે.
  4. – બપોરે 12 થી 1-00 વાગ્યે ભોજન માટે અનામત
  5. – બપોરે 1-30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન
  6. – બપોરે 2-20 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર આગમન
  7. – બપોરે 2-25 વાગ્યે જૂનાગઢ જવા નીકળશે
  8. – બપોરે 3-05 મિનિટે જૂનાગઢ પહોંચશે
  9. – બપોરે 4-15 સુધી જૂનાગઢમાં જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી
  10. – બપોરે 4-25 વાગ્યે જૂનાગઢ હેલિપેડથી રાજકોટ એરપોર્ટ રવાના
  11. – સાંજે પ-10 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર આગમન
  12. – સાંજે 5-10 થી 5-25 વાગ્યે અનામત
  13. – સાંજે 5-30 થી એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીનો રોડ-શો
  14. – સાંજે 6-00 થી 7-15 વાગ્યે રેસકોર્સ ગ્રાઉન્ડમાં જાહેરસભા
  15. – સાંજે 7-20 વાગ્યે શાસ્ત્રી મેદાનના કાર્યક્રમમાં હાજરી
  16. – રાત્રે 8-10 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર આગમન
  17. – રાત્રે 9-25 મિનિટે ગાંધીનગર રાજભવનમાં આગમન અને રાત્રી રોકાણ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.