Abtak Media Google News

લોકપ્રિય એવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે તેની નીતિમાં કર્યો ફેરફાર

વિશ્વભરમાં લોકપ્રિય એવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એટલે કે ફેસબુક પોતાની આગવી છાપ લોકોમાં પ્રસ્થાપિત કરી ચુકયું છે. ફેસબુક તેના પેઈજ પર કોઈપણ પેડ પોલીટીકલ કન્ટેન્ટ મુકવાની સહેજ પણ પરવાનગી આપતુ ન હતું પરંતુ ફેસબુક દ્વારા જે નીતિ બનાવવામાં આવી હતી તેમાં ફેરબદલ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે હવે ફેસબુક પેઈડ પોલીટીકલ મેસેજને સ્વિકારી તેના પેજ પર મુકવાની પરવાનગી પણ આપી છે. સંપર્ક સુત્રોના જણાવ્યા અનુસાર ઈન્સ્ટાગ્રામ પર જે પેઈડ પોલીટીકલ મેસેજ મુકવામાં આવતા હતા તેમાં ઘણા ખરા પ્રશ્ર્નો ઉદભવિત થતા ફેસબુક માધ્યમને પસંદ કરવાનું જણાવવામાં આવ્યું છે. જે અનુસંધાને હવેથી અમેરિકામાં ફેસબુકના પેજ પર પેઈડ પોલીટીકલ મેસેજ મુકવા માટેની પરવાનગી આપવામાં આવી છે.

ફેસબુકનાં સંપર્ક સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ બ્રાન્ડેડ ક્ધટેન્ટ એટલે કે જે ગુણવતાયુકત હોય તેનો જ ઉપયોગ કરાશે જે માટે કંપની અને સંસ્થા ક્ધટેન્ટ માટે વ્યકિતગત મહેનતાણુ ચુકવશે. ફેસબુક દ્વારા એ પણ માહિતી આપવામાં આવે છે કે આ પ્રકારના મેસેજ અને ક્ધટેન્ટથી તેઓ કોઈપણ પ્રકારની કમાણી કરતા નથી અને તેઓને કોઈ પ્રકારની જાહેરાત પણ મળતી નથી. જેથી પરીણામ સ્વરૂપે જે ક્ધટેન્ટ મુકવામાં આવતા હોય છે તે ફેસબુકની એડવર્ટાઈઝીંગ પોલીસી દ્વારા સહેજ પણ ધ્યાને લેવામાં આવતી નથી. જેથી જે કોઈ વ્યકિત આ પ્રકારના મેસેજ અને કન્ટેન્ટ ફેસબુક ઉપર મુકતા હોય તો તેઓએ તેમની આઈડી અથવા તો તેમના મેઈલ એડ્રેસની ચકાસણી કરાવવી પડશે.

7537D2F3 10

શુક્રવાર સુધી ફેસબુક રાજકીય પેઈડ પોસ્ટને તેના પેઇજ ઉપર સહેજ પણ સ્થાન આપતુ ન હતું પરંતુ હવેથી ફેસબુક પેઈડ પોલીટીકલ મેસેજના કેમ્પેઈન પણ શરૂ કરાવી શકશે જેમાં જાહેરાત કરનાર લોકો તેમના પોસ્ટને બુસ્ટ પણ કરાવી શકશે અને તેઓ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર તેમની પોસ્ટ પણ મુકી શકશે. હાલ ફેસબુક દ્વારા જે પોલીસીમાં ફેરબદલ કરવામાં આવ્યો છે તેનો ઉપયોગ માત્રને માત્ર અમેરિકા પુરતો જ થઈ શકશે અને ત્યાં જો તેઓને સફળતા મળશે તો વધુ શહેરોને તેનો લાભ મળવાપાત્ર રહેશે. જયારે બીજી તરફ ફેસબુક પર પેઈડ પોસ્ટ મુકતા લોકોની યાદી પણ કરવાની રહેશે. આવનારા સમયમાં યુએસમાં જે ચુંટણી આવી રહી છે ત્યારે તેના પ્રચારમાં કોઈ ગેરરીતિ આચરવામાં ન આવે તે માટે તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયા ઉપર ઈલેકશન સમયે ઘણી ખરી પોસ્ટ મુકવામાં આવતી હોય છે જેનાથી લોકો પણ ઘણા ખરા અંશે ભ્રમિત થતા નજરે પડે છે. સરકારના નીતિ-નિયમોને આધારે એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે ઈલેકશન સમયે લોકોને ખોટા વાયદાઓ કે લોકોને ભ્રમિત ન કરાય તે પ્રકારના પોસ્ટ ઉપર સતત નજર કેન્દ્રિત કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સજજ થયું હોય તેવું લાગે છે. બીજી તરફ પેઈડ પોલીટીકલ ક્ધટેન્ટની ગુણવતા ચકાસીને જ સોશિયલ મીડિયા ઉપર મુકવા માટેની જરૂરીયાત ઉભી થઈ છે જેથી લોકોમાં વય મનસ્યતા ન ફેલાય.

ફેસબુકે તેની એડ પોલીસીમાં કર્યા ફેરફાર

ફેસબુક પર જાહેરાત ઘણી ખરી પ્રકારે મુકવામાં આવતી હતી પરંતુ જે પેઈડ પોલીટીકલ ક્ધટેન અથવા તો પેઈડ પોલીટીકલ મેસેજ મુકવામાં આવવા જોઈએ તેના માટે ફેસબુકે નનૈયો ભણ્યો હતો પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જે રીતે તેની વિશ્ર્વસનીયતા ગુમાવી રહ્યું છે જયારે તેને ધ્યાને લઈ ફેસબુક દ્વારા પેડ પોલીટીકલ મેસેજને ફેસબુક પર મુકવા માટેની મંજુરી આપી દેવામાં આવી છે. પેઈડ પોલીટીકલ મેસેજની ગુણવતા ચકાસી તે તમામ પ્રકારના પેઈડ મેસેજોને ફેસબુક ઉપર મુકી શકાશે અને તે માટે ફેસબુક મેસેજ પોસ્ટ કરનાર લોકોએ તેમની ચકાસણી માટે તેમના પુરતા પુરાવાઓ પણ આપવા પડશે જેથી  જે મેસેજ મુકવામાં આવે છે અને મેસેજ મુકનારની ઓળખ યથાયોગ્ય રીતે થઈ શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.