પાક. મરીન દ્વારા ૧૨ ભારતીય બોટ સહિત ૭૦ ખલાસીઓનું અપહરણ

BOATE |INDIA
BOATE |INDIA

ભારતીય જળસીમા નજીક આઈ.એમ.બી.એલ. પાસેથી પાકિસ્તાન મરીન સીકયોરીટી દ્વારા બાર ભારતીય માચ્છીમારી બોટ સહિત ૭૦ જેટલા ખલાસીઓના અપહરણ કરી બંધક બનાવાયા હોવાના અહેવાલો આધારભૂત વર્તુળોમાંથી પ્રાપ્ત થયા છે.

આ બાર માચ્છીમારી બોટ પૈકી આઠ બોટ પોરબંદરની જયારે ચાર બોટ ઓખા બંદરની હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આ અંગે ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ હરકતમાં આવી જ‚રી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર ચાર જ દિવસમાં બીજી વખત ભારતીય માચ્છીમારી બોટનું અપહરણ કરાયું છે.