Abtak Media Google News

ટ્રમ્પ સોની ટેલીફોનિક ચર્ચામાં અમુક પાકિસ્તાની નેતા એલફેલ નિવેદન દ્વારા વાતાવરણ બગાડતા હોવાની મોદીની સ્પષ્ટ વાત બાદ ટ્રમ્પે ખાનને શાનમાં સમજાવ્યાં

જમ્મુ-કાશ્મીરને સ્વાયતતા આપતી કલમ ૩૭૦ના ખાતમા બાદ ગિનાયેલા પાકિસ્તાનને ડોનાલ્ડ ટ્રમ્પે ફરીી ડારો દઈને પાક. વડાપ્રધાન ઈમરાન ખાનનો રીતસરનો ઉધડો લઈ કાશ્મીર મુદ્દે એલફેલ બોલી વાતાવરણ ન બગાડવા તાકિદ કરી છે. મોદી સરકાર દ્વારા બંધારણીય રીતે કલમ ૩૭૦ હટાવીને જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો પૂર્ણ કરવાની પ્રક્રિયાને સન્માન આપવા ઈસ્લામાબાદને આડકતરી તાકિદ કરીને ટ્રમ્પે પાકિસ્તાનને સણસણતો તમાચો જડી દીધો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, માત્ર બે સારા મિત્રો ભારતના વડાપ્રધાન મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ખાનને વેપાર કરાર અને દ્વિપક્ષીય ભાગીદારીમાં ભારત અને પાકિસ્તાનને સો મળી કાશ્મીરનો મુદ્દો ઉકેલવા અપીલ કરૂ છું. પરિસ્થિતિ ગંભીર છે પરંતુ સંવાદી તે ઉકેલી શકાય છે. ટ્રમ્પે ટ્વીટ કરીને આ સંદેશો આપ્યો હતો.

રાજનાસિંઘે અણુ બોમ્બના પ્રમ ઉપયોગ પર સંયમની ભારતની નિતીને પુન: વિચાર માટેના નિર્દેશ આપ્યાના રાજનાસિંઘના નિવેદનના બીજા દિવસે અમરેરિકાના સંરક્ષણ મંત્રી માર્ક એસપેરએ આ મુદ્દે અમેરિકા સો ચર્ચા-વિચારણાનો નિર્દેશ આપ્યો હતો. ભારત પ્રમ અણુ હયિારના ઉપયોગ પરના સંયમ માટે હવે ફેર વિચારણા કરી રહ્યું છે. કાશ્મીર મુદ્દે ઈમરાન ખાન વારંવાર ઉશ્કેરણીજનક વાત કરતા હોવાની બાબત વડાપ્રધાન મોદી ટ્રમ્પ સોની ચર્ચામાં કરી હતી. મોદી-ટ્રમ્પની ૩૦ મીનીટ સુધી ચાલેલી ટેલિફોનિક વાતચીતમાં ટ્રમ્પને પાકિસ્તાનના નેતાઓ કાશ્મીર મુદ્દે એલફેલ બોલી વાતાવરણ બગાડતા હોવાની વાત કરી હતી.

આ બાબતની નોંધ લઈને ટ્રમ્પ ઈમરાન ખાનને શાંતિ માટે અને બન્નેના હિતમાં ખાનને પોતાની જીભ વશમાં રાખવા શિખામણ આપી હતી. ઈમરાન ખાને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવવાના મુદ્દે જે ભાષા પ્રયોગ કર્યો હતો તેમાં તેમણે ફાસ્ટિટ, રેસ્સિટ હિન્દુ હિમાયતી મોદી સરકાર અને નફરતની રાજનીતિ અને મુસ્લિમોને નિશાન બનાવતા હોવા જેવા શબ્દોનો પ્રયોગ કરી જમ્મુ-કાશ્મીરની સ્વાયતતા પુરી કરવાનો બંધારણીય કામગીરીનો વિરોધ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૦ મિનિટ સુધી ટ્રમ્પ સો સવિસ્તાર કરેલી ટેલિફાનિક વાતચીત બાદ ટ્રમ્પે પાકિસ્તાન અને ખાસ કરીને ઈમરાન ખાનને વાણીમાં સંયમ રાખીને આડી અવડી વાતો કરીને વાતાવરણ ન બગાડવા શાનમાં સમજાવી દીધું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.